ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ : મા કાલી :

સને 1898માં કાશ્મીરમાં આ કાવ્ય રચાયું. ક્ષીરભવાનીની યાત્રાના દિવસો દરમ્યાન સ્વામીજી એવા ઉત્કટ આધ્યાત્મિક ભાવમાં નિમગ્ન થઈ ગયેલા કે જાણે એવું જ લાગતું હતું કે એમનું ભૌતિક શરીર આવો ભાવ લાંબો સમય સહન કરી શકશે નહીં; એ વખતે આ કાવ્ય એમણે લખ્યું, અથવા કહો કે એમનાથી લખાઈ ગયું.

આ યાત્રા દરમ્યાન એમની સાથે રહેલાં ભગિની નિવેદિતા કહે છે : ‘એક દિવસે એમણે કહ્યું કે ‘મારું મસ્તિષ્ક વિચારોથી ઊભરાઈ રહ્યું છે અને જ્યાં સુધી આ વિચારોને હું કાગળ ઉપર નહીં ઉતારું, ત્યાં સુધી મારી આંગળીઓ જંપવાની નથી.’ એ જ સાંજે ક્યાંક પર્યટન કરીને અમે અમારી હાઉસ – બોટમાં પાછાં ફર્યાં. અને ત્યારે, જ્યાં તેઓ આવીને લખી ગયેલા ત્યાં ‘કાલી ધ મધર’ ઉપરની હસ્તલિખિત પંક્તિઓ અમારી રાહ જોતી અમને માલૂમ પડી. અમને પાછળથી જાણવા મળ્યું તે મુજબ, પ્રેરણાના આવેશમાં લખતાં લખતાં જ્યારે તેઓએ આ કાવ્ય પૂરું કર્યું, ત્યારે ભાવની ઉત્કટતાથી લોથપોથ થઈને તેઓ ફરસબંધી ઉપર પટકાઈ પડ્યા હતા.’

તારલા બધા સાવ ભૂંસાયા,

વાદળે ઘેરાં વાદળ છાયાં,

બિભીષણ અંધકારની કાયા,

ઝંઝાવાતે –

મોકળે ગળે ગાય હો ગાણાં

છોડી મૂક્યાં પાગલખાનાં –

ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં તોતિંગ

ભીમ આઘાતે –

સપાટે બધું થાય સપાટે,

દરિયે દીધી હાકલ ભેળી,

ડુંગર ડુંગર જેવડાં મોજાં અડતાં ઊંચે

આભની મેડી.

વીજળીના ઝબકાર બતાવે

મૃત્યુ ભીષણ,

હજાર મોઢે ઓકતું કાળાં દુ:ખ દાવાનલ;

આનંદ – કેફે નાચે પાગલ !

આવ હે માતા ! આવ કરાળી !

મૃત્યુ તારા શ્ર્વાસે ફૂંકાય;

પદાઘાતે સૃષ્ટિ લોપાય

આવ હે કાલી ! પ્રલય કાળી !

દુ:ખને વરે, મોતને ભેટે,

નાચે સર્વનાશની સાથે

તેને મળતી માતા જાતે

(સ્વા.વિ.ગ્રંથમાળા ભાગ-8 : પૃ. 287 – 88)

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.