રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૭ – ૨૦૧૮ દરમિયાન થયેલ
રૂપિયા ૬૮૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ

 

રામકૃષ્ણ મિશનની ૧૦૯મી સામાન્ય સભા ૧૬ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ૩.૩૦ કલાકે બેલુર મઠમાં મળી હતી.

રાષ્ટ્રિય કક્ષાના એવોર્ડ્સ : રામકૃષ્ણ મઠ અને મિશનનાં શાખાકેન્દ્રોમાંથી ૧. ‘દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્ર, રાંચી મોરાબાદી આશ્રમ’ને ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રીસર્ચ, ન્યૂ દિલ્હી’ દ્વારા ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રિય કૃષિવિજ્ઞાન પ્રોત્સાહન પુરસ્કાર – રાષ્ટ્રિય કક્ષા’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૨. સર્વધર્મ સમભાવ માટે આધ્યાત્મિક ભાવ-આંદોલનમાં કામ કરનાર રામકૃષ્ણ મઠ અને મિશનને ‘વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ,’ લંડનની યાદીમાં સમાવવામાં આવ્યાં છે. ૩. પશ્ચિમ બંગાળ સરકારના શાળા-શિક્ષણ વિભાગ દ્વારા કામારપુકુરની શાળા અને નરેન્દ્રપુર વિદ્યાલયને શ્રેષ્ઠ શાળાના એવોર્ડ્સ મળ્યા છે. ૪. સમગ્ર ભારત સ્વચ્છતા અભિયાનમાં ચેન્નઈ વિદ્યાપીઠની વિવેકાનંદ કોલેજે તૃતીય સ્થાન મેળવ્યું છે.

સ્વામી અભેદાનંદજીની ૧૫૦મી જન્મજયંતીની સ્મૃતિમાં ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે ચાર રાષ્ટ્રિય સેમિનારનું આયોજન રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા થયું હતું. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીનો મહોત્સવ રામકૃષ્ણ મઠ અને ભારત તથા વિદેશનાં કેટલાંય શાખાકેન્દ્રો દ્વારા ઉજવાયો હતો. આવાં ૧૧૫ સેમિનાર અને શિબિરોમાં ૫૫૦૦૦ ભાવિકોએ ભાગ લીધો હતો. ૫૦૦૦૦ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક ર્સ્પધાઓમાં ભાગ લીધો હતો. તદુપરાંત આ પ્રસંગે જુદી જુદી ભાષાઓમાં ‘ભગિની નિવેદિતા’ વિશે પુસ્તકો પ્રકાશિત થયાં હતાં.

નવાં કેન્દ્રો : ૧. ગોવા, ૨. લૂમડુંગ (અરુણાચલ પ્રદેશ), ૩. ઝારગ્રામ (પ. બંગાળ) ૪. ન્યૂ ટાઉન (કોલકાતા), ૫. દાવણગેરે (કર્ણાટક), ૬. દિબ્રૂગઢ (આસામ) માં નવાં કેન્દ્રો શરૂ થયાં છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લખનૌ મિશન સેવાશ્રમના ઉપકેન્દ્ર રૂપે એક પેટા કેન્દ્રનો પ્રારંભ થયો છે.

શિક્ષણ ક્ષેત્રે નૂતન વિકાસ-સિદ્ધિ ૧. કોઈમ્બટુર મિશનના શિક્ષણ વિદ્યાલયને NAAC દ્વારા A++ ગ્રેડ મળ્યો છે. અને ચેન્નઈ વિદ્યાપીઠની વિવેકાનંદ કોલેજને A+ ગ્રેડ મળ્યો છે. ૨. વિવેકાનંદ સેન્ટિનરી કોલેજ, રાહરાને ૬ વર્ષ માટે યુજીસીએ સ્વાયત્ત સંસ્થાન જાહેર કરી છે. ૩. વિશાખાપટ્ટનમ્ કેન્દ્ર દ્વારા સંચાલિત ‘વિવેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ’ દ્વારા મુખ્યત્વે યુવાનોને પગભર કરતા અભ્યાસક્રમો ચાલુ થયા છે. ૩. કોઈમ્બટુર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ્નાં કેન્દ્રોએ પોતાની શાળામાં ‘સ્માર્ટ ક્લાસરૂમ’ ઉમેર્યા છે.

આરોગ્ય ક્ષેત્રે : ૧. ઈટાનગર (અરુણાચલ પ્રદેશ) હોસ્પિટલમાં ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, કાર્ડિયોલોજી અને આયુર્વેદ વિભાગ એવા ચાર નવા વિભાગો શરૂ કરાયા છે. ૨. લખનૌ હોસ્પિટલને ૩ વર્ષ માટે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ-‘નાભ’ દ્વારા આરોગ્ય સંસ્થા જાહેર કરી છે. ૩. વૃન્દાવનની હોસ્પિટલમાં કાર્ડિયાક, કેથેટેરાઇજેશન લેબોરેટરી અને કેન્સર કેન્દ્ર શરૂ થયાં છે. ૪. વારાણસી હોમ ઓફ સર્વીસમાં દંત ચિકિત્સા, ડાયાલિશિસ યુનિટ અને ફાર્મસી વિભાગ શરૂ થયા છે. ૫. અમારી મોટાભાગની હોસ્પિટલ અને દવાખાનામાં નવાં ચિકિત્સા સાધનો અને આરોગ્ય ચિકિત્સા માટેની પ્રયોગશાળાઓ શરૂ થઈ છે.

ગ્રામ વિકાસ ક્ષેત્રમાં કેટલાક નવા પ્રકલ્પો હાથ ધરાયા છે : ૧. ચેન્નઈ સ્ટુન્ટ હોમ દ્વારા તીરુવલ્લુર જિલ્લાના પૂવલમ્બેદુ ગામમાં એક સમૂહ મિલન સભાગૃહ બાંધી આપવામાં આવ્યું છે. ૨. રાંચી મોરાબાદી કેન્દ્રે ૬૯૬૯ હેક્ટર જમીનની સિંચાઈ માટે વોટરશેડ ઊભા કર્યા છે. સુગંધી ચોખાની જાતને જાળવી રાખવા બીજા બે પ્રકલ્પ હાથ ધર્યા છે. આ કેન્દ્ર દ્વારા ‘સીડ વિલેજ’ પ્રોગ્રામ હેઠળ ડાંગરના પાક માટે ઉપયોગી બીજના ઉત્પાદન માટે ખેડૂતોને તાલીમ અપાઈ છે. આ તાલીમ અને કાર્યક્રમને લીધે ૨૫ ગામડાંના ખેડૂતોએ ૧૦૨૫ ક્વિન્ટલ ડાંગર-બીજનું ઉત્પાદન કર્યું છે.

અમારાં અનેક કેન્દ્રોએ સ્વચ્છ ભારત અભિયાનમાં સ્વચ્છતા અને તેની જાગૃતિ માટેના કાર્યક્રમો યોજ્યા છે. એમાંથી મેંગલુરુ કેન્દ્ર દ્વારા ૧. મેંગલુરુમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ૧૮૪ સ્વચ્છતા અભિયાનો ૨. દક્ષિણ કન્નડ જિલ્લાના ૩૩૨ ગામમાં સ્વચ્છતા અભિયાનો ૩. ૧૧૦ શાળાના ૪૪૦૦૦ વિદ્યાર્થીઓને આવરી લેતા ૪૨૬ સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા છે.

રામકૃષ્ણ મઠનાં કેન્દ્રો દ્વારા આંટપુર અને નાગપુર કેન્દ્રોમાં દવાખાનાંનાં નવાં ભવનો બંધાયાં છે. કૂચબિહાર અને રાજકોટ કેન્દ્રમાં પોતાના આરોગ્ય વિભાગમાં નવા મજલા બંધાયા છે. નટ્ટરામપલ્લી કેન્દ્રે શાળાભવન માટે એક વધારાનું એનેક્સી ભવન બાંધ્યું છે. બાગદા મઠ દ્વારા કોચીંગ કમ વોકેશનલ ટ્રેઈનીંગનો પ્રારંભ થયો છે.

ભારતની બહાર વિદેશોમાં : ૧. બાંગ્લાદેશના જેસોર કેન્દ્રમાં શ્રીરામકૃષ્ણ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. ૨. સાઉથ આફ્રિકાના ફોનિક્સ કેન્દ્રે ઈનાડામાં આત્યંતિકરૂપે પીડાતા દર્દીઓ માટેના ભવનમાં કિચન અને ડાઈનીંગ હોલનું બાંધકામ કર્યું. ૩. બાંગ્લાદેશના ઢાકા કેન્દ્રે પોતાનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો અને સીંગાપોરના કિન્ડર ગાર્ટન કેન્દ્રે પોતાનો રજત મહોત્સવ ઉજવ્યો હતો.

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા રાહત અને પુનર્વસન સેવાકાર્ય હેઠળ ૪૪ કરોડ રૂપિયા વપરાયા છે. તેનાથી ૧૦.૫૩ લાખ લોકોને લાભ મળ્યો છે.

વર્ષ દરમિયાન મિશન દ્વારા વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ હેઠળ ૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, જેવી કે ગરીબ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ તેમજ વૃદ્ધ, બીમાર અને સમાજથી તરછોડાયેલા લોકોને આર્થિક સહાય.

વર્ષ દરમિયાન ૧૦ હોસ્પિટલ, ૮૦ ડિસ્પેન્સરી, ૪૦ મોબાઈલ મેડિકલ યુનિટ અને ૯૨૮ મેડિકલ કેમ્પ દ્વારા કુલ ૭૨.૭૪ લાખથી વધુ લોકોને તબીબી સારવાર અપાઈ છે અને કુલ ૨૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

વર્ષ દરમિયાન મિશનની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આશરે ૨.૩૧ લાખ વિદ્યાર્થી માટે કુલ ૩૨૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

વિવિધ ગ્રામ્ય અને આદિવાસી જાતિઓના વિકાસ માટેની યોજનાઓ હેઠળ મિશને વર્ષ દરમિયાન કુલ ૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરેલ છે, જેમાં ૪૨.૮૬ લાખ લોકોને લાભ મળ્યો છે.

અમારાં આ બધાં સેવાકાર્યો કરવામાં સહાય રૂપ થનાર અમારા સભ્યો, સુહૃદજનો, ભાવિક ભક્તજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

સ્વામી સુવીરાનંદ
જનરલ સેક્રેટરી
રામકૃષ્ણ મઠ અને મિશન
૧૬ ડિસેમ્બર, ૨૦૧૮

Total Views: 325

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.