ગરીબી ભોગવીને જીવનમાં ઝઝૂમીને કેટલાક મહામના લોકો ઘણી વખત મહાનતાનાં શિખરો સર કરી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘તમે સર્વશક્તિમાન છો. તમે સર્વકંઈ કરી શકો છો.’

આત્મશ્રદ્ધાનું જબરું ભાથું બાંધીને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભૌતિક વિજ્ઞાનનું સર્વપ્રથમ નાૅબેલ પારિતોષિક વિજેતા શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ડનો જન્મ જર્મનીમાં ૨૭ માર્ચ, ૧૮૪૫ના રોજ થયો હતો. માતપિતાનું એ એકલોતું સંતાન હતું. એમનો પરિવાર ૧૮૪૮માં નેધરલેન્ડઝના એપેલ્ડુયમાં સ્થાયી થયો. તેઓ ત્યાંની નિવાસી શાળામાં જોડાયા. પ્રકૃતિપ્રેમી હોવાને કારણે અહીં તેઓ વધુ અભ્યાસ કરી ન શક્યા.

૧૮૬૨માં તેઓ યુટેક્ટની ટેક્નિકલ શાળામાં દાખલ થયા. પણ એક વખત શિક્ષકનું વ્યંગચિત્ર એમણે દોર્યું અને એમને નિશાળમાંથી કાઢી મૂક્યા. આવી પરિસ્થિતિમાં પણ તેમણે મનમાં ઠસાવી લીધું, ‘ડગલું ભર્યું કે ના હટવું.’ પછી તેઓ યુટ્રેક્ટ યુનિવર્સિટીમાં દાખલ થયા. ઝૂરિકની પોલિટેકનિક સંસ્થામાં યાંત્રિક ઇજનેરીનો અભ્યાસ શરૂ કર્યો. તેમના જીવનમાં કુન્ડ અને ક્લાઉર્ઝિનું વિશેષ પ્રદાન હતું. બન્ને વુઝબર્ગ યુનિવર્સિટીમાં ગયા અને ત્યાંથી ત્રણ વર્ષ પછી સ્ટ્રાસબર્ગમાં ગયા. ત્યાં તેમણે વ્યાખ્યાતા બનવાની લાયકાત ૧૮૭૪માં મેળવી. ૧૮૭૫માં વુઝબર્ગમાં હોહેનહીમમાં કૃષિ એકેડમીમાં પ્રાધ્યાપક નિમયા. ૧૮૭૬માં સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક રૂપે ફરીથી આવ્યા. ૧૮૭૯માં ગીસેન યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનની સ્વાધ્યાયપીઠનું આમંત્રણ સ્વીકાર્યું. ૧૮૮૬માં જૅની યુનિવર્સિટીમાં નિમાયા. ૧૮૮૮માં યુટ્રેક્સ યુનિવર્સિટીમાં ભૌતિક શાસ્ત્રની સ્વાધ્યાયપીઠનું આમંત્રણ સ્વીકાર્યું.

૧૮૯૫થી એમના ભૌતિકશાસ્ત્ર વિશેનાં સંશોધનોનો પ્રારંભ થયો. ૮મી નવેમ્બરે વિદ્યુતભાર નળી ઉપર સંપૂર્ણ આવરણ ચડાવ્યું, કારણ કે એનાથી પ્રકાશ રોકાઈ જાય. એ રીતે અંધારા ઓરડામાં બેરિયમ પ્લેટિનોસાઈનાઈડના પાતળા પડ વડે પ્લેટ ઉપર નળીથી બે મિટર દૂર હોવા છતાં પ્રસ્ફુરણ (Flourenscence) જોવા મળ્યું. આ કિરણોના માર્ગમાં જુદી જુદી જાડાઈના પદાર્થાે રાખતાં પારદર્શકતા જુદી જુદી મળી. શેન્ટજને આ કિરણોના માર્ગમાં પોતાની પત્નીનો પંજો રાખ્યો. ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તેનો પડછાયો ઊપસી આવ્યો. આ રીતે સૌ પ્રથમ ‘શેન્ટજનો ગ્રામ’ લેવામાં આવ્યો.

બીજા પ્રયોગમાં બતાવ્યું કે દ્રવ્યમય પદાર્થ ઉપર કેથોડ કિરણો આપાત થતાં આ પ્રકારનાં X કિરણો પેદા થાય છે. X કિરણો વિદ્યુત ચુંબકીય તરંગો છે પણ ઉચ્ચ આવૃત્તિ ધરાવતાં હોવાથી તેની ભેદનશક્તિ ધરાવે છે. આ રીતે પ૦ વર્ષની ઉંમરે તેમણે X-ray કિરણોની શોધ કરી. તેમને ઘણાં સન્માન પત્રો, ચંદ્રકો, એવોર્ડ મળ્યાં. માનવજાત માટે અત્યંત ઉપયોગી કિરણોના શોધક છેલ્લે સુધી ગરીબ જ રહ્યા. ૧૯૦૧માં એમને નાૅબેલ પુરસ્કાર મળ્યો. આંતરડાના કેન્સરથી પીડાઈને ગરીબી અને અપૂરતા ઉપચારને લીધે મ્યૂનિકમાં પોતાનો દેહ છોડ્યો.

Total Views: 380

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.