स्थावरं जङ्गमं व्याप्तं येन कृत्स्नं चराचरम्।
तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः।।

સ્થાવર-જંગમમાં વ્યાપી રહેલ પરમતત્ત્વનું સ્થાન જેમણે બતાવ્યું છે તે સદ્‌ગુરુને નમન હો !

चिद्रूपेण परिव्याप्तं त्रैलोक्यं सचराचरम्।
तत्पदं दशिर्तं येन तस्मै श्रीगुरवे नमः।।

ત્રણેય લોકના સ્થાવર-જંગમ પદાર્થાે ચેતનરૂપ બ્રહ્મથી વ્યાપ્ત રહેલા છે, તેને બતાવનાર શ્રીસદ્‌ગુરુને પ્રણામ!

सर्वश्रुतिशिरोरत्नसमुद्भासितमूर्तये।
वेदान्ताम्बुजसूर्याय तस्मै श्रीगुरवे नमः।।

બધા વેદોના સાર (વેદાંત) રૂપી રત્નથી જેમનું રૂપ પ્રકાશિત છે અને જે વેદાંતરૂપી કમળને માટે સૂર્ય સમાન છે, તેવા શ્રીસદ્‌ગુરુને નમસ્કાર હો !

चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जम्।
बिन्दुनादकलातीतस्तस्मै श्रीगुरवे नमः।।

ચૈતન્યસ્વરૂપ, અમર, શાંત, વિશ્વથી પર રહેલા, અનાસક્ત, બિન્દુ અને નાદ તથા કલાથી પર રહેલા એવા શ્રીસદ્‌ગુરુને નમસ્કાર હો !

अजरामरवत् प्राज्ञः विद्यामर्थं च चिन्तयेत्।
गृहीतमिव केशेषु मृत्युना धर्ममाचरेत्।।१।।

બુદ્ધિમાન વ્યક્તિ જો વિદ્યા કે ધન-સંપત્તિનું ઉપાર્જન કરવા ઇચ્છે તો તેણે પોતાની જાતને અજર-અમર છે એમ વિચારવું જોઈએ. અને જો તેને ધર્મ કે મુક્તિની કામના હોય તો તેણે એ યાદ રાખવું જોઈએ કે મૃત્યુ નિરંતર તેના વાળ પકડીને ખેંચી રહ્યું છે.

अहो किमपि चित्राणि चरित्राणि महात्मनाम्।
लक्ष्मीं तृणाय मन्यन्ते तद्भारेण नमन्त्यपि।।२।।

અહો! મહાપુરુષોનો સ્વભાવ કેવો વિચિત્ર હોય છે! એક બાજુ તો તેઓ ધન-ઐશ્વર્યને તણખલા સમાન તુચ્છ માને છે અને બીજી બાજુ તેની પ્રાપ્તિ થઈ જાય તો તેના ભારથી વિનમ્ર પણ બની જાય છે.

अमितगुणोऽपि पदार्थो दोषेणैकेन निन्दितो भवति।
निखिलरसायनसहितः गन्धेनोग्रेण लशुन इव।।३।।

જેમ સમસ્ત ઔષધીય ગુણોથી યુક્ત લસણ માત્ર પોતાની ઉગ્ર ગંધને કારણે જ ત્યાજ્ય બની જાય છે, તેવી જ રીતે અગણિત ગુણોથી યુક્ત વ્યક્તિ કે પદાર્થ પણ તેમાં રહેલ એક જ અવગુણને કારણે નિંદિત અથવા ત્યક્ત બની જાય છે.

Total Views: 366

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.