ભવાની વંદના

न तातो न माता न बन्धुर्न दाता
न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता ।
न जाया न विद्या न वृत्तिर्ममैव
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥१॥

હે ભવાની! આ જગતમાં મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, સેવક નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી કે મારી કોઈ આજીવિકા નથી, પરંતુ તું જ મારું શરણ છે, તું જ એકલી મારું શરણ છે.

भवाब्धावपारे महादुःखभीरु
प्रपन्न: प्रकामी प्रलोभी प्रमत्तः ।
कुसंसारपाशप्रबद्धः सदाऽहं
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥२॥

મહાન દુઃખથી ડરેલો હું આ અપાર ભવસાગરમાં પડેલો છું. અત્યંત કામી, પુષ્કળ લોભી અને ખૂબ પ્રમાદી છું. વળી, સંસારના દુષ્ટ પાશોથી સારી રીતે બંધાયેલો છું. હે ભવાની! તું જ મારું શરણ છે. તું એકલી મારું શરણ છે.

આપણો વારસો

अहमेको न मे कश्चित् नाहमन्यस्य कस्यचित् ।
न तं पश्यामि यस्याहं तन्न पश्यामि यो मम ।।१२।।

આ સંસારમાં હું એક છું, મારું કોઈ નથી, હું બીજા કોઈનો નથી, હું બીજા કોઈનો હોઉં એવું કોઈ દેખાતું નથી અને મારું બીજું કોઈ હોય એવું પણ કોઈ દેખાતું નથી.

अहो दुर्जन-संसर्गात् मानहानिः पदे पदे ।
पावको लोहसंगेन मुद्गरै: अभिहन्यते ।।१३।।

દુર્જનોનો સંગ કરવાથી વ્યક્તિને ડગલે ને પગલે એવી જાતનું અપમાન સહન કરવું પડે છે, જેવી રીતે લોખંડનો સંગ કરવાથી અગ્નિને પણ વારંવાર હથોડાથી ટીપવામાં આવે છે.

अर्धं सज्जन-सम्पर्काद्‌-अविद्याया विनश्यति ।
चतुर्भागस्तु शास्त्रार्थै: चतुर्भागं स्वयत्नतः ।।१४।।

વ્યક્તિની અવિદ્યાનો અડધો ભાગ સજ્જનોના સંગથી નાશ પામે છે, તેનો ચોથો ભાગ શાસ્ત્રવિચાર કરવાથી નષ્ટ થાય છે અને બાકીનો ચોથો ભાગ સ્વપ્રયત્નથી દૂર થાય છે.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.