હું- ઠાકુર બોલ્યા છે, ‘ભગવાન ધ્યાનથી બધું જ સાંભળે.’ શું આપણી પ્રાર્થના – is one-track? તેઓ ખરેખર સાંભળે?

મહારાજ- આપણું હૃદય ભગવાનનો ઉત્તર સાંભળી શકે નહીં કેમ કે આપણું પથ્થરનું હૃદય. ભગવાનનું આહ્‌વાન કરતાં આવડે નહીં. એક બાજુ ભગવાનને પોકારે છે અને બીજી બાજુ આપણું મન સંસારમાં ડૂબેલું છે. મનને ચાબુક મારવો પડે. આત્મસમર્પણ કરવું પડે.

૧૦.૮.૧૯૯૭, બેલુર મઠ, સવારે ૭.૦૦ વાગ્યે.

હું- મહારાજ, મારે તમારી પાસે બે વાતો clear કરી લેવી છે. પ્રથમ- હમણાં જ મેં એક પુસ્તકમાં વાંચ્યું કે સ્વામીજીએ બેલુર મઠમાં આત્મારામનો દાબડો સ્થાપીને ઠાકુરને ઉદ્દેશીને કહ્યું હતું,‘તમે અહીં રહેશો?’ સ્વામીજીએ ઠાકુરનો અવાજ સાંભળ્યો, ‘રહીશ.’ સ્વામીજીએ આ પ્રશ્ન ત્રણ વખત કર્યાે હતો અને ઠાકુરે પણ ત્રણ વખત જવાબ આપ્યો હતો. તમને આ વાત ખબર છે?

મહારાજ- ના.

હું- મારો બીજો પ્રશ્ન- રામેન્દ્રસુંદર ભક્તિતીર્થે ઠાકુરની સ્મૃતિકથામાં લખ્યું છે કે સ્વામીજીએ તેમના એક શિક્ષકને કહ્યું હતું, ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા તેઓ જ આ વખતે રામકૃષ્ણ થઇને અવતર્યા છે. એક વખતે તેમણે મને રામરૂપમાં તેમજ કૃષ્ણરૂપમાં દર્શન આપ્યાં, પછી બંને રૂપ રામકૃષ્ણમાં ભળી ગયાં હતાં.’ તમે શું આ વાત સાંભળી છે?

મહારાજ- ના.

હું- મહારાજ, આવી રીતે જ શું legend તૈયાર થાય?

મહારાજ- Legends should be taken with a pinch of salt.

હું- બુદ્ધ અને ઈશુના શિષ્યોને લઈને કેટલીય legend જોવા મળે છે. ઠાકુરનાં સંતાનોને લઈને પણ લાગે છે ભવિષ્યમાં બહુ legend જોવા મળશે. સત્ય વાત શું તે આપણને કેવી રીતે ખબર પડે?

મહારાજ- યુક્તિ અને traditionનો વિચાર કરીને સત્યનું પ્રતિપાદન કરી લેવું જોઈએ. Tradition એટલે શાસ્ત્ર. લોકમુખે સાંભળેલી કથા અથવા તો oral traditionની ચકાસણી કરવી જોઈએ કેમ કે એક જ વિષય પર બે વ્યક્તિની વાતમાં પૃથક્‌તા જોવા મળે. વેદાંતમાં શ્રુતિ-યુક્તિ-અનુભવના આધારે સત્ય નિર્ધારિત કરવામાં આવે.

૧૧.૦૮.૧૯૯૭, બેલુર મઠ, સવારે ૭.૦૦ વાગ્યે.

આજે મેં મહારાજને લીલાપ્રસંગ ઉપર કેટલાય પ્રશ્નો કર્યા, જેમ કે કથામૃતમાં છે કે હલધારીને જ્ઞાનોન્માદ થયો હતો પરંતુ, લીલાપ્રસંગમાં છે કે હૃદયને. કયું સાચું? મહારાજે કહ્યું, ‘જ્યાં સુધી મને ખબર છે – હૃદયને.’ મેં કહ્યું,‘શ્રીમ દર્શનમાં (૫.૧૦૫-બંગાળી) છે કે માધવાનંદજીએ આ જ પ્રશ્ન શ્રીમને કર્યાે હતો. તેમણે કહ્યું હતું, ‘હલધારી.’ તો માધવાનંદજી બોલ્યા, ‘આમાં જ ઠાકુરનું જીવનવૃત્તાંત અને વાણીને લઈને difference થવા માંડ્યો!’ શ્રીમએ જવાબમાં કહ્યું, ‘એમાં વળી આશ્ચર્ય શાનું? તે થાય.’ બાઇબલને જ જુઓ. ચાર Gospelમાં એકની સાથે બીજાનો કોઈ મેળ નથી. ભૂતેશાનંદજીએ કહ્યું, ‘That is a wise answer- not definite.’

હું- સાંખ્યના પ્રકૃતિલીન પુરુષ અને વેદાન્તના આધિકારિક પુરુષમાં ભેદ શો છે?

મહારાજ- આધિકારિક પુરુષ ઈશ્વરદર્શન પછી લોકશિક્ષા આપે. જેટલા દિવસ અધિકાર રહે તેટલા દિવસ પુનર્જન્મ- એક કે બે જન્મ થાય. અને પ્રકૃતિલીન પુરુષ પ્રલયકાળે પ્રકૃતિની સાથે લીન થઈ જાય તેમજ એક કે બે કલ્પ સુધી શરીર ધારણ કરી રાખે.

હું- નારાયણ શાસ્ત્રી તો ઠાકુરના પ્રથમ સંન્યાસી શિષ્ય?

મહારાજ- હા, પરંતુ તેઓ આપણા સંઘના સાધુ નહીં.

હું- કેવી રીતે?

મહારાજ- નારાયણ શાસ્ત્રીનું તો આપણા સંઘ માટે કાંઈ યોગદાન નથી. તેમણે સંન્યાસ લીધો અને ચાલ્યા ગયા. તેઓ પોતાની મુક્તિ માટે જ લાલાયિત હતા. આપણા સંઘનો આવો ઉદ્દેશ નથી.

હું- ગૌરી પંડિત એક મણ કાષ્ઠ હાથમાં રાખીને હોમ કરતા હતા. પાશ્ચાત્યવાસી માટે આ માનવું કઠિન.

મહારાજ- તેઓ શું બાઇબલમાં જોવા મળતાં miracles નથી માનતા? જો તેઓ ઈશુ ખ્રિસ્તનાં miracle માને છે તો પછી એક બીજું miracle માનવામાં વાંધો શું છે?

હું- શરત મહારાજે લખ્યું છે કે શૂન્ય અને પૂર્ણ એક જ વસ્તુ-પદાર્થ છે.

મહારાજ- શૂન્ય means diversity does not exist, અને પૂર્ણ means the diversity disappears and is replaced by one conscious principle.

પૂજનીય ભૂતેશાનંદજી અમારા માટે ‘સુપ્રિમ કોર્ટ’ હતા. એમનો દરેક સિદ્ધાંત તથ્યપૂર્ણ, યુક્તિસિદ્ધ, શાસ્ત્રસંમત અને સંદેહ-નાશક હતો. તેમની દરેક વાતમાં કોઈપણ પ્રકારની તોરમરોડ કે ગૂંચવણ જોવા મળતી નહીં. બીજાનું મન દુભવાય એવો વિતંડાવાદ કરતા નહીં. પોતે જે સત્ય સમજતા તે જ કહેતા. નહીં તો કહેતા, ‘હું જાણતો નથી.’

૧૯૮૬માં મેં એક નિબંધ લખ્યો હતો – ‘શ્રીરામકૃષ્ણનું પુનરાગમન.’ આ નિબંધ મેં કેટલાક વિશિષ્ટ સાધુઓને બતાવ્યો, તેમણે એ છાપવા માટે અનુમતિ આપી નહીં. તેઓનું કહેવું હતું કે ‘આ ઠાકુર તો આવ્યા. હવે તું બીજા એક ઠાકુરની આવવાની વાત કરે છે. આનાથી ભક્તોમાં ભ્રમ પેદા થશે.’ જે હોય તે, ૧૯૯૭ની ૮મી અને ૧૧મી તારીખના બે દિવસોમાં નિબંધ મહારાજને વાંચી સંભળાવ્યો. તેમણે ખૂબ ધ્યાનથી સાંભળ્યો. પછી મેં પૂછ્યું, ‘મહારાજ, શું આ નિબંધ છપાવી શકાય?’ તેમણે કહ્યું, ‘હા, સરસ લખ્યો છે. તેં પોતે તો કાંઈ ઉમેર્યું નથી. વિભિન્ન વ્યક્તિઓની ઉક્તિઓ લઈને, યુક્તિયુક્ત તથ્ય આપીને, સુંદર સજાવીને લખ્યું છે.’ મને ખૂબ ઉત્સાહ આવ્યો. આ નિબંધ મેં ઉદ્‌બોધનના સંપાદક (સ્વામી પૂર્ણાત્માનંદ)ને આપ્યો. તેમણે તેને ઉદ્‌બોધન પત્રિકાના ૧૦૦મા વર્ષના બીજા સંસ્કરણમાં છાપ્યો. પછીથી ‘શ્રીરામકૃષ્ણેર સાન્નિધ્યે’ નામના ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

૩૦.૦૮.૧૯૯૭, બેલુરમઠ, સવારે ૭ વાગ્યે.

મઠના સાધુ-બ્રહ્મચારીઓને, દિવસમાં એક વાર મહારાજની સાથે મુક્તમને વાત કરવાનો સુયોગ મળતો. સાધુ-બ્રહ્મચારીઓએ મને કહ્યું છે કે દિવસની તે ૧૫ મિનિટ માટે તેઓ વ્યાકુળ થઈ ઊઠે છે. મહારાજને સાધુ-બ્રહ્મચારીઓનું ચુપચાપ પ્રણામ કરીને ચાલ્યું જવું પસંદ હતું નહીં. તેમને ઉત્સાહ આપતાં કહેતા, ‘પ્રશ્ન પૂછો.’ હું જે થોડા દિવસ મઠમાં હતો, મુખ્ય પ્રશ્નકર્તા હું જ હતો.

હું- બેલુર મઠની નિયમાવલીમાં ‘ઠાકુરનો મત’નો અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યો છે- ‘The creed.’ આ અનુવાદ બરાબર નથી.

મહારાજ- ‘ઠાકુરનો મત’ એટલે કે ધર્મજીવન સંબંધે તેમનો સિદ્ધાંત. મત means doctrine- view about spiritual life. The word ‘creed’ is not clear.

હું- ખ્રિસ્તીઓમાં જોવા મળે છે- Nicene Creed, Apostolic Creed. Those are very dogmatic views.

મહારાજ- Creed means body of faith. Doctrie and dogma are not good words- narrow view. મત may mean ‘in the light of Ramakrishna’s teachings’

નિખિલેશ્વરાનંદ- Is it the philosophy of Ramakrishna?

મહારાજ- No. philosophy is something which has very little to do with the spirituality.

નિખિલેશ્વરાનંદ- Method of teaching?

મહારાજ- Method of teaching is not philosophy, the body of teaching is philosophy. ‘ઠાકુરનો મત’ – ‘Ramakrishna’s method of teaching’- no, it is not clear.

હું- Ramakrishna’s view?

મહારાજ- View is all right.

મહારાજ જાણે કે ‘હરતો-ફરતો શબ્દકોશ’ હતા. તેમના જ્ઞાનનો ભંડાર અખૂટ હતો. તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે.

તે દિવસે મંત્રને લઈને મેં ઘણા પ્રશ્નો કર્યા હતા. મંત્રશક્તિ અને મંત્ર-ચૈતન્ય શું છે? મહારાજે બધા પ્રશ્નોના યથાયોગ્ય જવાબ આપ્યા. તેઓ સાધક અને શાસ્ત્રજ્ઞ સંન્યાસી હતા. એટલે જ તેમના બધા જવાબો ખૂબ સટીક અને મર્મસ્પર્શી હતા. વાતચીત દરમિયાન મહારાજે કહ્યું, ‘બ્રહ્માનંદજીને પહેલી વાર બલરામ મંદિરમાં જોયા હતા. ત્યાર પછી પણ કેટલીય વાર તેમનાં દર્શન થયાં છે. એક દિવસે તેઓ બલરામ મંદિરના હોલમાં ટહેલી રહ્યા હતા. અમે જઈને તેમને પ્રણામ કર્યા. તેમણે કહ્યું, ‘જુઓ, મને આજે પેટમાં સારું નથી.’ એટલે કે તેમને એ સમયે વાતચીત કરવાની ઇચ્છા નથી. મેં કહ્યું, સત્પ્રકાશાનંદજી પણ પોતાને નિર્જનમાં રાખવા માટે એક-બે વાત કરીને કહેતા, ‘I shall not detain you.’

ભૂતેશાનંદજીના પ્રફુલ્લિત ચહેરાની પાછળનું રહસ્ય તેમની બાળક જેવી સરળતા, રમૂજપ્રિય સ્વભાવ અને નિષ્કપટ મન હતાં. તેઓ જ્યારે બેસીને હાસ્ય-વિનોદ કરવા લાગતા ત્યારે અમે બધા હસી-હસીને લોટપોટ થઈ જતા. મનમાં થતું કે આ અમારા અંગત મિત્ર જ છે. એક દિવસે મેં મહારાજને કહ્યું, ‘તમને મેં ૩૮ વર્ષ પહેલાં જોયા હતા. આજે પણ તમે એવા ને એવા જ છો.’ તેઓ બોલ્યા, ‘તને same ની વાત ખબર છે?’ મેં કહ્યું, ‘ના.’ મહારાજ બોલ્યા, ‘તો સાંભળ, એક ૮૦ વર્ષના વૃદ્ધ અંગ્રેજ સજ્જન ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ડોર્મિટરીમાં ગયા. ૬૦ વર્ષ પહેલાં છાત્રાવસ્થામાં જે ઘરમાં રહેતા હતા તે જોવાની ઇચ્છા હતી. દરવાજા પર દસ્તક દેતાંની સાથે ઘરમાંથી એક યુવાન બહાર આવ્યો. તેમણે તેને પોતાની ઇચ્છા જાહેર કરી. છાત્ર ખૂબ ખુશ થઈ ગયો અને તેમને ઘરમાં લઈ આવ્યો. વૃદ્ધ ઘરમાં બધે ફરીફરીને જોવા લાગ્યા. તેમણે કહ્યું, ‘The same old furniture.’ પછી બારીમાંથી બહાર જોઈને કહ્યું, ‘The same old view.’ છેવટે ઘરનું closet ખોલ્યું તો તેમાંથી એક યુવતી બહાર નીકળી આવી. યુવાન વિદ્યાર્થી હાંફળો-ફાંફળો થઈને કહેવા લાગ્યો, ‘She is my sister.’ વૃદ્ધ ગંભીરભાવે કહેવા લાગ્યા, ‘The same old story.’ હું તો હસી-હસીને મરી ગયો. પ્રાચીન અને નવીન બંન્નેના સમ્મિલને તેમના ચરિત્રને પ્રાણમય અને આનંદમય કરીને ઉજાગર કર્યું છે.

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.