જગદંબા સ્તુતિ

ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥ जय त्वं देवि चामुण्डे जय भूतार्तिहारिणि।
जय सर्वगते देवि कालरात्रि नमोऽस्तु ते॥
જયન્તી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા અને સ્વધા- આ નામોથી પ્રસિદ્ધ હે જગદંબા! તમને મારા નમસ્કાર. દેવી ચામુંડા! તમારો જય હો. બધાં પ્રાણીઓની પીડાનું હરણ કરનારાં દેવી! તમારો જય થાઓ. બધામાં વ્યાપ્ત દેવી! તમારો જય થાઓ. કાલરાત્રી! તમારો જય થાઓ.
मधुकैटभविद्राविविधातृवरदे नमः।
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि॥ महिषासुरनिर्णाशि भक्तानां सुखदे नमः।
रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि॥
મધુ-કૈટભનો વધ કરનાર તથા બ્રહ્માજીને વરદાન આપનાર દેવી! તમને નમસ્કાર તથા મહિષાસુરનો નાશ કરનાર અને ભક્તોને સુખ આપનાર દેવી! તમે મને આત્મસ્વરૂપનું જ્ઞાન આપો, મોહ પર વિજય પ્રાપ્ત કરાવો, મોહ-વિજય તથા જ્ઞાન પ્રાપ્તિરૂપ યશ આપો અને કામ- ક્રોધ રૂપી શત્રુનો નાશ કરો.

આપણો વારસો

अज्ञोऽपि तज्ज्ञताम्-एति शने: शैलोऽपि चूर्ण्यते।
बाणोऽप्येति महालक्ष्यं पश्यास-विजृम्भितम्॥१५॥
અભ્યાસનું માહાત્મ્ય તો જુઓ! અભ્યાસથી અજ્ઞાની પણ વિદ્વાન બની જાય છે, ધીમે ધીમે પર્વત પણ ભુક્કો થઈ જાય છે અને બાણ પણ મહાન લક્ષ્યને વેધી નાખે છે.
असम्माने तपोवृद्धिः सम्मानाच्च तपः क्षयः।
पूजया पुण्यहानि: स्यात्‌ निन्दया सद्गति: भवेत्‌।१६।।
અપમાન સહન કરી લેવાથી પુણ્ય-વૃદ્ધિ થાય છે અને સમ્માન ગ્રહણ કરવાથી તપનો ક્ષય થાય છે; પ્રશંસા પામવાથી પુણ્ય-ક્ષય થાય છે અને નિંદિત થવાથી મુક્તિ થાય છે.
अनंतशास्त्रं बहुवेदितव्यं अल्पश्च कालो बहवश्च विघ्नाः। यत्सारभूतं तदुपासितव्यं हंसो यथा क्षीरमिवाम्बुमिश्रम्॥ १७॥
શાસ્ત્રોની સંખ્યા અનંત છે, જાણકારીની વાતો અસંખ્ય છે, વિઘ્નો અનેક છે પરંતુ જીવનની અવધિ સીમિત છે; તેથી જેમ હંસ જળમિશ્રિત દૂધમાંથી ફક્ત દૂધ જ પીએ છે તેવી જ રીતે વ્યક્તિએ શાસ્ત્રની અસાર વાતો છોડીને સારભૂત વાતો જાણી લેવી જોઈએ.

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.