શ્રીશ્રી દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં દર વર્ષની જેમ ૭ ઑક્ટોબરથી સંધ્યા આરતી પછી ભક્તિગીતો-આગમની; ૧૧ થી ૨૪ આૅક્ટોબર સંધ્યા આરતી પછી મહિષાસુરમર્દિની સ્તોત્રગાનનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૩ આૅક્ટોબરના રોજ દુર્ગાષ્ટમીપૂજાના કાર્યક્રમમાં મંગલ આરતી, વેદપાઠ, સ્તોત્રગાન, ધ્યાન, વિશેષ પૂજા અને શ્રીચંડીપાઠ, ભજન, હવન, સાંજે ૫ઃ૪૫ વાગ્યે શ્રીમા નામસંકીર્તન, સંધ્યા આરતી, ભજનકીર્તન અને ૧૫મી આૅક્ટોબરના રોજ સંધ્યા આરતી પછી શાંતિજળ વગેરે કાર્યક્રમ યોજાયા હતા.

શ્રીશ્રી કાલીપૂજા મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૪ નવેમ્બરના ગુરુવારે રાત્રીના ૯ થી સવારના ૩-૩૦ વાગ્યા સુધી શ્રીશ્રીકાલી પૂજા, હવન, ભજનકીર્તન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. ૫મી નવેમ્બરના શુક્રવારે બપોરે ૪ વાગ્યે શ્રીમા કાલીની પ્રતિમાના વિસર્જન બાદ સાંજે સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન

૧૨.૧૧.૨૦૨૧ના ​​રોજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા આશ્રમ પરિસરમાં નિ:શુલ્ક નેત્ર-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૭ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી અને જરૂરિયાતમંદ ઓછી આવક ધરાવતા ૧૪ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનાં ઑપરેશન કરી આપવામાં આવ્યાં હતાં. શિવાનંદ આઇ હૉસ્પિટલ, વીરનગરના સહયોગ દ્વારા ઑપરેશન કરવામાં આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ભૂતપૂર્વ અધ્‍યક્ષ સ્વામી વ્યોમાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ભૂતપૂર્વ અધ્‍યક્ષ સ્વામી વ્યોમાનંદજી મહારાજ ૯૫ વર્ષની ઉંમરે વારાણસીમાં ૨૯ ઑક્ટોબર, ૨૦૨૧ના રોજ મહાસમાધિમાં લીન થયા હતા. તેમની સ્મૃતિમાં ૧૦ નવેમ્બર, ૨૦૨૧ના રોજ વિશેષ પૂજા, હવન, ભજન, પ્રસાદવિતરણ વગેરેનો કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયો હતો.

 

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.