अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम्मन्यमानाः।
दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः।।

अविद्यायाम् अन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः दन्द्रम्यमाणाः
मूढाः परियन्ति यथा अन्धेन एव नीयमानाः अन्धाः॥

अविद्यायाम् अन्तरे અવિદ્યા – અજ્ઞાનની ભીતર ખૂંચેલા (અર્થાત્ દુનિયાની મોજમજામાં ડૂબી ગયેલા) | वर्तमानाः (ત્યાં) ટકી રહેલા | स्वयम् પોતાને | धीराः બુદ્ધિશાળી | पण्डितम् मन्यमानाः પોતાને શાસ્ત્રોના પંડિત માની બેઠેલા | दन्द्रम्यमाणाः દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થતા રહેતા (અર્થાત્ વિવિધ યોનિઓમાં સર્વત્ર અથડાતા) | मूढाः મૂર્ખ લોકો | परियन्तिः (ભવચક્રમાં) ચારે બાજુ ભટક્યા કરે છે | यथा જેમ કે | अन्धेन આંધળા વડે | एव ખરેખર જ | नीयमानाः દોરી જવાતા | अन्धाः અંધજનો

દુનિયાના ભોગવિલાસોમાં ડૂબેલા માણસો માને છે કે તેઓ પોતે બુદ્ધિશાળી છે અને માની બેસે છે કે તેઓ બધાં શાસ્ત્રો સારી રીતે જાણે છે. તેઓ તો ખરેખર કોઈ આંધળા માણસ વડે દોરી જવાતા આંધળાઓ જેવા જ છે. એવા લોકો હંમેશાં શોકાકુલ થઈને સંસારના દુષ્ચક્રમાં આમતેમ અથડાતા ચારે બાજુ ઘૂમ્યા કરે છે.
(કઠ ઉપનિષદ, પ્રથમ અધ્યાય, બીજી વલ્લી, 5મો શ્લોક)

Total Views: 418

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.