ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

25 જૂન, 2022ના રોજ આચાર્યોની પરિષદ: વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના ચારિત્ર-નિર્માણના સંદેશ સાથે જોડવા માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે શાળાના આચાર્યોનું સંમેલન યોજાયું હતું, જેમાં 30 જેટલા આચાર્યોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત આચાર્યોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.

આચાર્ય પરિષદ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ  

સોમવાર, 12 જુલાઈ, 2022ના રોજ રાહત કાર્ય: ભારે વરસાદને કારણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા 300 પરિવારોમાં ખીચડીનું તથા રાજકોટના રૈયાધાર, છોટુનગર અને એરપોર્ટ રોડ વિસ્તારમાં નાસ્તાનાં 700 પેકેટનું વિતરણ કરાયું હતું.

વૃષ્ટિ રાહતકાર્ય, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

બુધવાર, 13 જુલાઈ, 2022ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી: મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વિશેષ પૂજા, હોમ અને ભજન-કીર્તન કરવામાં આવ્યાં હતાં. લગભગ 1550 ભક્તોએ ઉજવણીમાં હાજરી આપી હતી અને ખીચડી-પ્રસાદ લીધો હતો.

ગુરુપૂર્ણિમાની ઉજવણી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

 

જગન્નાથ રથયાત્રા, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

રામકૃષ્ણ મઠ, અમદાવાદ

25 જૂન, 2022ના રોજ અમદાવાદમાં રાશન કીટનું વિતરણઃ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને 100 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા 25, જુલાઈ 2022ના રોજ સાણંદ તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં 62 અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ થયું હતું.

રામકૃષ્ણ મઠ, અમદાવાદમાં ગુરુપૂર્ણિમા પ્રસંગે સવારે વિશેષ પૂજા, ભજનો, પુષ્પાંજલિ તથા સાંજે શ્રીરામકૃષ્ણ-નામસંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ ગુરુનું માહાત્મ્ય સ્પષ્ટ કરતું વક્તવ્ય આપ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુપૂર્ણિમાની ઉજવણી, રામકૃષ્ણ મઠ, અમદાવાદ

Total Views: 298

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.