ॐ सर्वे वै देवा देवीमुपतस्थु: कासि त्वं महादेवीति ॥१॥ साब्रवीत् – अहं ब्रह्मस्वरुपिणी । मत्त: प्रकृतिपुरुषात्मकं जगत् । शून्यं चाशून्यं च ॥२॥

अहमानन्दानान्दौ । अहं विज्ञानाविज्ञाने । अहं ब्रह्माब्रह्मणी वेदितव्ये । अहं पश्चभूतान्यपश्चभूतानि । अहमखिलं जगत् ॥३॥ वेदोऽहमवेदोऽहम् । विद्याहमविद्याहम् । अजाहमनजाहम् । अधश्चोर्ध्वं च तिर्यक्चाहम् ॥४॥

(देव्यथर्वशीर्षोपनिषत्: १-४)

બધા દેવોએ દુર્ગાદેવી પાસે જઈને નમ્રતાપૂર્વક પૂછ્યું: ‘હે મહાદેવી! તમે કોણ છો?’ દેવીએ કહ્યું: હું બ્રહ્મસ્વરૂપિણી છું. મારામાંથી જ પ્રકૃતિ – પુરુષાત્મક સદ્રૂપ (અશૂન્ય) અને અસત્‌ રૂપ (શૂન્ય) જગત નિષ્પન્ન થયું છે.

હું આનંદ અને અનાનંદરૂપ છું. હું વિજ્ઞાન તથા અવિજ્ઞાનરૂપ છું. જાણવા યોગ્ય એવા બ્રહ્મ અને બ્રહ્મણી પણ હું છું. હું પંચભૂત અને અપંચભૂત પણ છું. આખું (દૃશ્ય) જગત હું છું.

હું વેદ અને અવેદ છું. હું વિદ્યા અને અવિદ્યા છું. હું અજા અને અનજા (પ્રકૃતિ અને તેનાથી ભિન્ન) છું. ઉપર, નીચે, તિર્યક્‌ (સર્વત્ર) હું જ છું.

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.