किं वा कृतं किमकृतं क्व कपाललेखः
किं कर्म वा फलमिहास्ति हि यां विना भोः।
इच्छागुणैर्नियमिता नियमः स्वतन्त्रैः
यस्याः सदा भवतु सा शरणं ममाद्या ॥३॥

૩. ઓ ભાઈઓ! આ જગતમાં જેના વિના ધર્મ કે અધર્મ અથવા કપાળના ભાગ્યલેખ, કર્મ કે તેનું ફળ – એ કંઈ જ થઈ શક્તું નથી, જેની સ્વતંત્ર ઇચ્છારૂપી દોરડા દ્વારા બધા નિયમો ચાલે છે, તે આદિકારણ સ્વરૂપા દેવી સદા મારું શરણ બનો.

सन्तारयन्ति जलधिं जनिमृत्युजालं
संभावयन्त्यविकृतं विकृतं विभग्नम्।
यस्या विभूतय इहामितशक्तिपालाः
नाश्रित्य तां वद कुतः शरणं व्रजामः॥४॥

૪. જેમની અપરિમિત શક્તિશાળી વિભૂતિઓ જન્મમૃત્યુની જાળરૂપી સમુદ્રનો વિસ્તાર કરે છે, અને જે અવિકારી વસ્તુને વિકૃત અને ભગ્ન કરી રહી છે, કહો કે તેનો આશ્રય મૂકીને બીજા કોને શરણે જઈશું?

(સ્વામી વિવેકાનંદ રચિત ‘અંબા સ્તોત્ર’માંથી, 8.235)

Total Views: 205

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.