ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.

વૃક્ષારોપણ: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા 18 સપ્ટેમ્બર, 2022 ના રોજ વૈશાલી નગર રેલ્વે લાઇન, રાજકોટ પાસે વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકોના સહયોગથી સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વૃક્ષારોપણ

નવરાત્રીની ઉજવણી: વરાત્રિના દિવસો દરમિયાન 26.09.2022 થી 04.10.2022 સુધી આદ્યાશક્તિની સ્તુતિમાં સ્તોત્ર-ગાન કરવામાં આવ્યું હતું. આગમની ગીતો અને કાલી-કીર્તન પણ ગાવામાં આવ્યાં હતાં. 03.10.2022ના રોજ મહા-અષ્ટમીના દિવસે હવન, વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે સવારે ચંડી-પૂજા સાથે શ્રીશ્રીચંડીનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. 1200 જેટલા ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. 05.10.2022, વિજયા દશમીના દિવસે સંધ્યા આરતી બાદ શાંતિજળનો વિધિ સંપન્ન થયો હતો. ત્યારબાદ તમામ ભક્તોમાં પ્રસાદી-મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ મંદિરમાં નવરાત્રીની ઉજવણી

કેન્દ્રીય મંત્રીની મુલાકાત: શ્રી રાજીવ ચંદ્રશેખરે (કેન્દ્રના ઉદ્યોગ સાહસિકતા, કૌશલ્ય વિકાસ, અને ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીખાતાના રાજ્યમંત્રી) 04.10.2022 ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાત લીધી. તેઓએ મંદિર અને વિવેકાનંદ બુક વર્લ્ડની મુલાકાત લીધી હતી. તેમને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના બૂક-વર્લ્ડની મુલાકાતે કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખર

મૂલ્ય શિક્ષણ સેમિનાર: 16.09.2022 થી 07.10.2022 દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના VIVEC હોલમાં મૂલ્ય શિક્ષણના 9 સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 અને પ્રથમ વર્ષના ડિગ્રી કોલેજના કુલ 1388 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમોમાં વૈદિક પ્રાર્થના, સનાતન મૂલ્યો પર ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ તેમજ સ્વામી વિવેકાનંદ સહિત અન્ય મહાપુરુષોનાં જીવન અને ઉપદેશો વિષયક ભાષણોનો સમાવેશ થયો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મૂલ્યલક્ષી શિક્ષણ સેમિનાર

Total Views: 622

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.