(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)
શ્રીશ્રીકાલીપૂજાની ઉજવણી
24 ઓક્ટોબર, 2022 ના રોજ પરંપરાગત રીતે શ્રીશ્રીકાલીપૂજાની ઉજવણી કરવામાં આવી હતી. અહોરાત્ર પૂજાવિધિ તથા ભજન-કીર્તનનો કાર્યક્રમ રહ્યો હતો. પૂજા પછી વહેલી સવારે વિશેષ હવન બાદ અંતે પુષ્પાંજલિનો કાર્યક્રમ ભક્તજનોએ માણ્યો હતો. બીજા દિવસે સાંજે શાંતિજલ બાદ શ્રીમા કાલીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં 1500 જેટલા ભાવિક-ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દિવાળી અને નવા વર્ષની ઉજવણી
દીપાવલી અને ગુજરાતી નવું વર્ષ સંવત 2079 નિમિત્તે 24 ઓક્ટોબર, 2022ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટને 1100 દીવાઓ પ્રગટાવીને સુશોભિત કરવામાં આવ્યો હતો.
ભજન-સંધ્યા
જાપાનની વેદાંત સોસાયટીના સ્વામી દિવ્યનાથાનંદે 15 નવેમ્બર, 2022ના રોજ આશ્રમના શ્રી મંદિર નીચેના હૉલમાં સંધ્યા આરતી બાદ શ્રીરામકૃષ્ણદેવ પર ભજનો રજૂ કર્યા હતા. તેમણે વેદાંત સોસાયટી ઓફ જાપાનના ઇતિહાસ અને પ્રવૃત્તિઓ તેમજ જાપાનના ધર્મ અને સંસ્કૃતિ પર પણ પ્રવચન આપ્યું હતું. બહોળી સંખ્યામાં સુહૃદજનોએ ભજન અને પ્રવચનનો લાભ લીધો હતો.
Your Content Goes Here