जनकजनितभावो वृत्तयः संस्कृतांश्च
अगणनबहुरूपा यत्र चैको यथार्थः।
शमितविकृतिवाते यत्र नान्तर्बहिश्च
तमहह हरमीडे चित्तवृत्तेर्निरोधम्॥४।।

૪. કાર્યકારણભાવ અને તરેહ તરેહની અસંખ્ય નિર્મળ વૃત્તિઓ હોવા છતાં જ્યાં યથાર્થ વસ્તુ એક જ છે, વિકારરૂપી વાયુ શાંત થતાં જ્યાં અંદર અને બહાર એવું રહેતું નથી, અહા! એ ચિત્તવૃત્તિનિરોધરૂપી મહાદેવનું હું સ્તવન કરું છું.

गलिततिमिरमालः शुभ्रतेजः प्रकाशः
धवलकमलशोभः ज्ञानपुञ्चाट्टहासः।
यमिजनहृदिगम्यः निष्कलो ध्यायमानः
प्रणतमवतु मां स: मानसो राजहंसः॥५।।

૫. જેમને લઈને અજ્ઞાનરૂપી બધા અંધકારનો નાશ થયો છે, શુભ્ર જ્યોતિ જેવો જેમનો પ્રકાશ છે, ધોળા કમળ જેવી જેમની શોભા છે, જ્ઞાનરાશિ જેમના અટ્ટહાસ્યરૂપ છે, જેઓ સંયમી વ્યક્તિના હૃદયમાં મળી શકે છે, અખંડ સ્વરૂપે જેનું ધ્યાન ધરવામાં આવે છે, તે મનરૂપી સરોવરના રાજહંસરૂપી શિવ, પ્રણત એવા મારી રક્ષા કરો.

दुरितदलनदक्षं दक्षजादत्तदोषं
कलितकलिकलङ्कं कम्रकह्लारकान्तम्‌।
परहितकरणाय प्राणप्रच्छेदप्रीतं
नतनयननियुक्तं नीलकण्ठं नमाम:।।६।।

૬. જેઓ પાપનો નાશ કરવાને સમર્થ છે, દક્ષની કન્યા સતીએ જેમનામાં કદી દોષ જોયો નથી, (અથવા સતીએ જેમને પોતાનો હાથ આપ્યો છે) જેઓ કલિના દોષોનો નાશ કરે છે, જેઓ સુંદર શ્વેતપદ્મ જેવા મનોહર છે, બીજાનું કલ્યાણ કરવા માટે પ્રાણત્યાગ કરવામાં જેની સદા પ્રીતિ રહે છે, પ્રણત વ્યક્તિઓનું કલ્યાણ કરવા માટે જેમની દૃષ્ટિ સદા તેમની તરફ લાગી રહે છે, તે નીલકંઠ મહાદેવને અમે પ્રણામ કરીએ છીએ.

(સ્વામી વિવેકાનંદ રચિત ‘શિવ સ્તોત્ર’માંથી, 8.237)

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.