यस्मिन्सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः।
तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः॥७॥

यस्मिन्, જ્યાં કે જ્યારે; आत्मा एव, ફક્ત આત્મા જ; सर्वाणि भूतानि, બધા પદાર્થો; अभूत्, થઈ ગયા હોય; तत्र, ત્યારે; विजानतः, એના જાણનારને; एकत्वम् अनुपश्यतः, બધે ઠેકાણે એક જ તત્ત્વને જોનારને; कः मोहः, કઈ આસક્તિ; कः शोकः, શો શોક (હોય)?

જ્યારે કોઈ મનુષ્ય એ જાણી લે કે એ પોતે જ આ બધું છે અને બધા પદાર્થોનું ઐક્ય સમજી લે તો પછી એ કોઈને કેવી રીતે ધિક્કારી શકે કે સ્નેહ કરી શકે? (૭)

स पर्यगाच्छुक्रमकायमव्रण—मस्नाविरं शुद्धमपापविद्धम्।
कविर्मनीषी परिभूः स्वयंभूर्याथा—तथ्यतोऽर्थान्व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः॥८॥

सः पर्यगात्, તે (એટલે કે વિશ્વાત્મા) બધે સ્થળે વ્યાપીને રહ્યો છે; (सः) शुक्रम्, તે શ્વેત, તેજસ્વી છે; अकायम्, અશરીરી છે; अव्रणम्, અખંડ નક્કર, કોઈપણ જાતની ક્ષતિ વગરનો; अस्नाविरम्, સ્નાયુઓ વગરનો (એટલે કે ભૌતિક શરીર વગરનો); शुद्धम्, નિર્મળ; अपापविद्धम्, નિષ્કલંક (એટલે કે અજ્ઞાનના લેશ રહિત); कविः, ડહાપણયુક્ત જ્ઞાની; मनीषी, સર્વજ્ઞ, પોતાના મનનો સંપૂર્ણ સ્વામી; परिभूः, સર્વોચ્ચ, બીજા બધા કરતાં ઊંચે સ્થાને રહેલ છે; स्वयंभूः, સ્વતંત્ર મૂળવાળા, કોઈ બીજા દ્વારા ન જન્મેલા, પોતાની ઇચ્છાથી જ પ્રકટ-વ્યક્ત થયેલા છે; शाश्वतीभ्यः समाभ्यः, અનાદિકાળથી; अर्थात्, ઘટનાઓને, કર્મફળોને; याथातथ्यतः व्यदधात्, જેને જે યોગ્ય હોય તે પ્રમાણે આપનાર છે.

તે આત્મા સર્વવ્યાપક, તેજસ્વી, નિરાકાર, ક્ષતિરહિત, નિષ્કલંક, વિશ્વાન્તર્યામી, સર્વજ્ઞ, પોતાના મનનો સ્વામી, સર્વોત્તમ, સ્વયંભૂ (અનાદિ) અને શાશ્વત છે. તે દરેકને તેનાં યોગ્ય કર્મફળ આપે છે. (૮)

(ઈશ ઉપનિષદ)

Total Views: 112
By Published On: November 21, 2023Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.