अन्धं तमः प्रविशन्ति ये अविद्यामुपासते।
ततो भूय इव ते तमो य उ विद्यायां रताः॥९॥

अन्धम्, (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तमः, અંધારું, ‘હું’ અને ‘મારું’ થી લક્ષિત થતો અંધકાર, અહંકાર, મિથ્યાભિમાન વગેરે; प्रविशन्ति, પ્રવેશે છે; ये, જેઓ; अविद्याम् उपासते, ફક્ત યાંત્રિક રીતે યજ્ઞો કરે છે; ततः भूयः इव, એના કરતાં વધારે ઊંડા; तमः, અંધકારમાં; य उ, જે; विद्यायां रताः, દેવો અને દેવીઓની ઉપાસના કરવામાં મગ્ન છે.

જેઓ યાંત્રિક રીતે જ યજ્ઞો કરે છે (અવિદ્યા), તેઓ આંધળાની પેઠે અંધકારમાં પ્રવેશ કરે છે, પરંતુ જેઓ ફક્ત દેવો અને દેવીઓની ઉપાસના કરવામાં જ રચ્યાપચ્યા રહે છે (વિદ્યામાં), તેઓ તો વળી એથીય વધારે ઊંડા અંધકારમાં પ્રવેશે છે. (૯)

अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया।
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे॥१०॥

अन्यत्, અલગ; एव, જ, બીજું કશું નહિ પણ; आहुः, (વિદ્વાનો) કહે છે; विद्यया, દેવદેવીઓની ઉપાસના વડે; अन्यत्, અલગ (જ); आहुः, કહે છે; अविद्यया, (અગ્નિહોત્ર અને બીજા) યજ્ઞોના અનુષ્ઠાનથી; नः तत् विचचक्षिरे, તેમણે અમને કહ્યું છે; ये, જેઓ; इति शुश्रुम, એવું અમે સાંભળ્યું છે; धीराणाम्, શાણા પુરુષો પાસેથી.

વિદ્વાનો કહે છે કે ‘અવિદ્યા’નો માર્ગ (અગ્નિહોત્ર અને બીજા યજ્ઞોનું અનુષ્ઠાન) અને ‘વિદ્યા’નો માર્ગ (દેવદેવીઓની ઉપાસના) એ બંને અલગ અલગ પરિણામ લાવે છે (જુદાં જુદાં ફળ આપે છે). શાણા પુરુષો એની શાખ પૂરે છે. (૧૦)

(ઈશ ઉપનિષદ)

Total Views: 35
By Published On: December 22, 2023Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.