एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ।
यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि ।
ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्रिबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥

સર્વ ભૂતોમાં છુપાયેલો આ આત્મા દેખાતો નથી, પણ સૂક્ષ્મ દૃષ્ટિવાળાઓ તેને સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિ વડે જુએ છે. જ્ઞાની મનુષ્યે વાણીનો મનમાં લય કરવો જોઈએ, મનનો જ્ઞાનરૂપ બુદ્ધિમાં લય કરવો જોઈએ, જ્ઞાનરૂપ બુદ્ધિનો સૃષ્ટિમાં વ્યાપક રહેલા મહાન આત્મામાં લય કરવો જોઈએ અને મહાન આત્માનો સૃષ્ટિથી પર રહેલા શાંત આત્મામાં લય કરવો જોઈએ. ઊઠો, જાગો, શ્રેષ્ઠ ગુરુઓ પાસે જઈને જ્ઞાન મેળવો. બુદ્ધિમાનો કહે છે, કે એ માર્ગ અસ્ત્રાની તીણી ધારના જેવો છે અને એના ઉપર મુશ્કેલીથી ચલાય છે.

(કઠોપનિષદ:1/3/12થી 14)

Total Views: 473

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.