मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवन्द्यम् ।
वन्दे वेदतनुमुज्झितगर्हितकांचनकामिनीबन्धम् ।।1।।

कोटि भानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम् ।
अभीरभीहुंकारनादितदिङमुखप्रचण्डताण्डवनृत्यम् ।।2।।

भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमधदलविदलनदक्षम् ।
बालचन्द्रधरमिन्दुवन्द्यमिंह नौमि गुरुविवेकानन्दम् ।।3।।

હે ઇષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય કાંચન તથા કામિનીના બંધન મુક્ત, તમને હું પ્રણામ કરું છું. કરોડો સૂર્યોના પ્રકાશ જેવા દીપ્તિમાન, હે નરસિંહ, તમે કટિ ઉપર કૌપીન ધારણ કરેલ છે અને ‘અભીઃ’‘અભીઃ’ એવા હુંકાર વડે સર્વ દિશાઓ ગજાવો છો અને પ્રચંડ તાંડવ નૃત્ય કરો છો. કૃપાકટાક્ષથી જ ભોગ અને મોક્ષ આપનાર અને પાપસમૂહનો નાશ કરનાર, લલાટમાં શશિકલા ધારણ કરેલા, ચંદ્રના વંદનીય, હે ગુરુદેવ, વિવેકાનંદ, તમોને નમસ્કાર હો.

(વિવેકાનંદગીતિસ્તોત્રમ્)

Total Views: 433

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.