શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો

12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિન મહોત્સવ.

અંગ્રેજી પંચાંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી એટલે 12મી જાન્યુઆરીને આપણું રાષ્ટ્ર ‘રાષ્ટ્રીય યુવા દિન’ તરીકે ઉજવે છે. 12મી જાન્યુઆરી ’90 ને શુક્રવારે સવારે 8 થી 12 દરમ્યાન એક ‘યુવ-સમ્મેલન’નું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ યુવ-સમ્મેલનમાં રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સચિવ, શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ગુજરાતનાં ઝઘડિયા, વડોદરા, અમદાવાદ, લીંબડી, ભૂજ, આદિપુર વગેરે સ્થળે તેમજ રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજનાં વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે.

12મી જાન્યુઆરીના રોજ સાંજે 6-30 વાગ્યે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને એક જાહેર સભા પણ યોજી છે. આ સભાના અતિથિવિશેષ તરીકે પી. ડી. માલવિયા ગ્રેજ્યુ. ટીચર્સ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ક્રાંતિભાઈ જોષી રહેશે.

સ્વામી વિવેકાનંદનો 128મો જન્મજયંતી મહોત્સવ

વિશુદ્ધ સિદ્ધાંત પંચાંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદની 128મી જન્મજયંતી 18મી જાન્યુઆરી ‘90ના રોજ આવે છે. આ દિવસે સવારે 5 થી 12 વાગ્યા સુધી મંગળ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન વગેરેનો કાર્યક્રમ રહેશે. સાંજે 6-30 વાગ્યે એક જાહેરસભાનું આયોજન કર્યું છે. આ સભાના અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લાના કલેક્ટર શ્રી પી. એન. રાયચૌધરી રહેશે અને અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા રહેશે. જાન્યુઆરી માસની 1 થી 10 તારીખ સુધી યોજાનારી મુખપાઠ-વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા ભાઈ-બહેનોને આ સભામાં પારિતોષિક એનાયત કરવામાં આવશે.

શ્રી શ્રી સરસ્વતી પૂજા

શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તા. 31મી જાન્યુઆરી, વસંત પંચમીનાં રોજ શ્રી શ્રી સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રસંગે સવારનાં 6 થી 12 દરમ્યાન વેદ પારાયણ, ભજન, વિશેષ પૂજા, હવન પુષ્પાંજલિ અને શ્રીશ્રીમા નામ સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય કાર્યક્રમો

તા. 3, 10, 28 અને 30 જાન્યુઆરીએ ક્રમશઃ સ્વામી સારદાનંદજી, સ્વામી તુરીયાનંદજી, સ્વામી બ્રહ્માનંદજી અને સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મતિથિ આશ્રમમાં ઉજવવામાં આવશે.

Total Views: 394

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.