શ્રીલંકા-શરણાર્થી રાહતકાર્ય

રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્ર દ્વારા, બે કેમ્પોમાં વસેલા શ્રીલંકાના શરણાર્થીઓમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે :

૫૦                    કેરોસીન સ્ટવ
૨૦૦                  ચાદર
૧૦૦                  સાડીઓ
૧૦૦                  જોડી લુંગી

રામકૃષ્ણ મિશનના સાલેમ કેન્દ્ર દ્વારા શ્રીલંકા – શરણાર્થીઓમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે :

૧૯૧૭               વસ્ત્રો મોટેરાંઓ માટે
૪૧૮                 વસ્ત્રો બાળકો માટે
૧૦૦                  ચાદર

રાંચીમાં ગ્રામીણ યુવકો માટેની સ્વરોજગાર યોજના હેઠળ વર્કશોપનું ઉદ્‌ઘાટન :

રામકૃષ્ણ મિશન આશ્રમ, રાંચી દ્વારા ગ્રામીણ વિકાસના અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે. ‘ટ્રાયસેમ’ (TRYSEM) યોજના હેઠળ ગ્રામીણ યુવકોને સ્વરોજગારમાં વાળવા માટેના કાર્યક્રમો હેઠળ એક વર્કશોપ અને ક્લાસરૂમના ભવનનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૬ સપ્ટેમ્બરે થયું હતું.

સાલેમમાં બહેનો માટે યુવ-સંમેલન

રામકૃષ્ણ મિશનના સાલેમ કેન્દ્રમાં બહેનો માટે એક યુવ-સંમેલનનું આયોજન ૯મી સપ્ટેમ્બરે થયું હતું, જેમાં ૨૭૫ બહેનોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીઓનું ઉજ્જ્વળ પરીક્ષાફળ

પં. બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ૨૦ સ્થાનોમાંથી નીચેનાં ૧૬ સ્થાનો રામકૃષ્ણ મિશનની ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓએ મેળવ્યાં છે :

પુરુલિયા વિદ્યાપીઠ – ૧, ૨, ૩, ૪, ૬, ૧૦, ૧૧, અને ૧૨ (બે વિદ્યાર્થી)

રાહડા બૉયઝ હોમ – ૭, ૯, ૧૩, ૧૪ અને ૧૫

વરાહનગર શાળા – ૮ અને ૧૬

રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુરની નિવાસી કૉલેજના એક વિદ્યાર્થીએ કલકત્તા યુનિવર્સિટીની આ વર્ષની ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને સાંખ્યિકીની ઑનર્સની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિવાય એક વિદ્યાર્થીએ સાંખ્યિકીમાં બીજું સ્થાન અને એક વિદ્યાર્થીએ રસાયણશાસ્ત્રમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યુવ-સંમેલન (૨૪ નવેમ્બર ’૯૦)

આજના યુવવર્ગને સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય-ઘડતર અને રાષ્ટ્રીય પુનર્નિર્માણ સંબંધી વિચારોથી માહિતગાર કરવા એક યુવ-સંમેલનનું આયોજન ૨૪મી નવેમ્બરે (સવારે ૮-૩૦ થી સાંજના છ સુધી) થયું છે. રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજી મહારાજ અને અન્ય વિદ્વાનો યુવવર્ગને સંબોધશે અને યુવા ભાઈ-બહેનો પોતાનાં વક્તવ્યો રજૂ કરશે. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. પ્રવેશ-પત્રો તથા વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી :-

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ-૩૬૦ ૦૦૧ (ફોન ન. ૪૫૨૦૦ / ૪૫૫૯૯)

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.