भयादस्याग्निस्तषति भयात्तपति सूर्यः ।
भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पम्चमः ॥

આ પરમેશ્વરના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે ને એના ભયથી ઈંદ્ર, વાયુ અને પાંચમું મૃત્યુ પોતપોતાના કામમાં પ્રવૃત્ત થઈ રહે છે.

इह चेदशकद्वोद्धुं प्राक्शरीरस्य विस्रसः ।
ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते ॥

જો કોઈ સાધક આ મનુષ્ય શરીરનો નાશ થતાં પહેલાં જ પરમેશ્વરને જાણી લે છે, તો તો તેનું જીવન સફળ થઈ જાય છે; અનાદિ કાળથી જન્મમૃત્યુના પ્રવાહમાં પડેલો તે જીવ તેમનાથી છુટકારો પામી જાય છે; નહિ તો પછી તેને અનેક કલ્પો સુધી વિભિન્ન લોક અને યોનિઓમાં શરીર ધારણ કરવા માટે ફરજ પડે છે. આથી માણસે મરણ આવતાં પહેલાં જ પરમાત્માને જાણી લેવો જોઈએ.

(કઠોપનિષદ : ૨/૩/૩-૪)

Total Views: 178

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) September 15, 2022 at 5:56 pm - Reply

    તદ્દન સાચી વાત. માણસ મોહ માયાનાં જાળાંમાં સતત ગૂંથાયેલો રહે છે. જો મરણ આવ્યા પહેલાં એ પ્રભુ શરણમાં જઈને અધ્યાત્મ માર્ગે વળે, તો જીવન ધન્ય બની જાય.
    -પરથીભાઈ ચૌધરી,”રાજ”

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.