બાંગ્લા દેશ વાવાઝોડા રાહત કાર્ય

રામકૃષ્ણ મઠ અને મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા ચિત્તાગોંગ જિલ્લાના બાંસખાલી, સીતાકુંડા, અનવાવાં, ચિત્તાગોંગ સદર અને પાટિવ ઉપજિલ્લાના ૩૧૯૪ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

૧૨,૭૨૨ કિલો ચોખા

૩,૨૯૮ કિલો દાળ

૨,૦૫૦ કિલો પૌંવા

૧,૬૦૦ કિલો ગોળ

૭૦૦ કિલો મીઠું

૧૦૦ કિલો મસાલો

૪૦૩ પેકેટ બિસ્કિટ

૧,૫૦૦ નંગ માચિસ

૨,૫૦૦ નંગ વાસણ

૨,૪૬ર નંગ સાડીઓ અને ધોતિયાં

૩૬૨ નંગ સાબુ

૩૮૪ નંગ પ્લાસ્ટિક શીટ

આસામ પૂર રાહતકાર્ય

રામકૃષ્ણ મિશનના સિલ્ચર કેન્દ્ર દ્વારા ચાટલા, મારુઆ અને શ્રીકુનાના પૂરપીડિતો માટે દવાઓનું મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે. રામકૃષ્ણ મિશનના કરીમગંજ કેન્દ્ર દ્વારા ૫૦૦ બાળકો માટે દરરોજ બિસ્કિટ અને દૂધનું વિતરણ થઈ રહ્યું છે. આ કેન્દ્ર દ્વારા કોચર જિલ્લાનાં ૧૬ ગ્રામોના ૨,૦૪૯ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે –

૧,૮૪૬ નંગ સાડીઓ

૧,૮૫૫ નંગ ધોતિયાં

૨,૬૬૫ નંગ જૂનાં વસ્ત્રો

૩૨૫ કિલો બેબીફૂડ

બિહાર અગ્નિરાહત કાર્ય

રામકૃષ્ણ મિશનના, જમશેદપુર કેન્દ્ર દ્વારા સિંહભૂમ જિલ્લાના ફારંગા ગ્રામના ૧૯ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે –

૫૦૦ કિલો ચોખા

૩૭ નંગ ધોતિયાં

૪૫ નંગ સાડીઓ

૧૭૩ નંગ નેપકીન

ઓરિસ્સા અગ્નિરાહત કાર્ય

રામકૃષ્ણ મઠના પુરી કેન્દ્ર દ્વારા પુરી જિલ્લાના પેન્ટાકોટાની માછીમારોની વસ્તીના ૬૪૧ પરિવારોમાં ૨,૪૩ર સાડીઓ, ધોતિયાં અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્રણ-ત્રણ વાસણોવાળા ૩૪૧ વાસણોના સેટ પણ આપવામાં આવ્યા હતા.

આંધ્ર પ્રદેશ વાવાઝોડા રાહતકાર્ય

આંધ્ર પ્રદેશના પ્રિન્સીપાલ રેવન્યુ સેક્રેટરી શ્રી કે. એસ. મૂર્તિએ રામકૃષ્ણ મિશન દ્વારા વિશાખાપટ્ટનમ જિલ્લાના યેલામનચલ્લી મંડળના લક્કાવરમ (જેનું નવું નામ શારદાપુરમ રાખવામાં આવ્યું છે) ગામમાં નવનિર્મિત ૩૪ મકાનોનું ઉદ્‌ઘાટન ૨૬મી જૂને કર્યું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીશ્રી ગુરુપૂર્ણિમા ઉત્સવ

શ્રીશ્રી ગુરુપૂર્ણિમાના પાવનકારી પ્રસંગના ઉપલક્ષમાં તા. ર૬-૭-૯૧ શુક્રવારે આશ્રમમાં સવારે ૫ થી ૧૧-૩૦ સુધી ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, મંગલ આરતી, વેદપાઠ, ભજન, સંકીર્તન તથા આશ્રમના વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા ‘વિદ્યાર્થી હોમ’ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૬-૩૦ થી રાતના ૯ વાગ્યા સુધી શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન, સંધ્યા આરતી અને ‘ગુરુ અને આધ્યાત્મિક જીવન’ વિષે સ્વામી જિતાત્માનંદજીના પ્રવચનનું પણ આયોજન થયેલું હતું.

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.