इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तम् ।
सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥

ઇંદ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ ઉત્તમ છે, બુદ્ધિથી તેનો સ્વામી જીવાત્મા ઊંચો છે. કારણ કે તે બધાં પર તેનો અધિકાર છે.
આથી તેમનાથી તે સર્વથા ભિન્ન છે. આ જીવાત્મા કરતાં એનું અવ્યક્ત શરીર પ્રબળ છે અર્થાત્ મહત્તત્ત્વ એવા જીવાત્મા કરતાં અવ્યક્ત શક્તિ ઉત્તમ છે.

अव्यक्तात्तु परः पुरुषो व्यापकोऽलिंग एव च ।
यं ज्ञात्वा मुच्यते जन्तुरमृतत्वं च गच्छति ॥

પરંતુ એ અવ્યક્ત શક્તિ કરતાંય એનો સ્વામી પરમ પુરુષ પરમાત્મા શ્રેષ્ઠ છે, જે નિરાકાર રૂપથી સર્વત્ર વ્યાપક છે.
જેને જાણ્યા પછી મનુષ્ય મુક્ત થઈ જાય છે ને અમૃતસ્વરૂપ આનંદમય બ્રહ્મને પ્રાપ્ત થાય છે.

(કઠોપનિષદ : ૨/૩ / ૭-૮)

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.