ॐ सह नाववतु । सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै । तेजस्विनावधीतमस्तु ।
मा विदिषावहै ।
ॐ शांतिः शांतिः शांतिः ॥

બ્રહ્મ અમારા બંને (ગુરુ-શિષ્ય)નું સાથે રક્ષણ કરો. બેયનું સાથે પાલન કરો. અમે બે સાથે જ પુરુષાર્થ કરીએ. અમારું અધ્યયન તેજસ્વી થાઓ, અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ૐ શાંતિ, શાંતિ, શાંતિ હો.

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णातपूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शांतिः शांतिः शांतिः ॥

એ બ્રહ્મ પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. એ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. એટલે એ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત કાઢી લઈએ તો પૂર્ણ બ્રહ્મ જ બાકી રહે છે. ૐ ત્રિવિધ તાપની શાંતિ હો.

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.