ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક હળવું સાહિત્ય વાંચે એ સારું નથી. તેઓનું શિક્ષણ સર્વ બાબતોમાં તેમને સૂઝ પડે એવું હોવું જોઈએ. તરુણીઓની નજર સામે હંમેશ આદર્શ ચરિત્રો રજૂ કરવાં જોઈએ કે જેથી તેમનામાં નિઃસ્વાર્થતાના ઉચ્ચ સિદ્ધાંતો પ્રત્યે ભક્તિ જાગે. સીતા, સાવિત્રી, દમયંતી, લીલાવતી, મીરાં વગેરેનાં ઉદાત્ત ઉદાહરણો તેમના મનમાં ઉતારવાં અને એમનાં જીવનને નજરમાં રાખીને પોતાનાં જીવન ઘડવાની પ્રેરણા તેમને આપવી જોઈએ.

શિક્ષણનો અર્થ અત્યારની પદ્ધતિ એટલે એકલું પુસ્તકિયું જ્ઞાન એવો હું નથી કરતો, પરંતુ વાસ્તવિક શિક્ષણની દિશામાં કંઈક કરવું એમ કહું છું. આપણે એવી વિદ્યાની જરૂર છે કે જે દ્વારા ચારિત્ર્યનું ઘડતર થાય, માનસિક સામર્થ્ય વધે, બુદ્ધિનો વિકાસ થાય અને જેનાથી માણસ પોતાના પગ ઉપર ઊભો રહી શકે.

એવી કેળવણી પછી સ્ત્રીઓ જ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવશે, અત્યાર સુધી તેમને નિરાધારતાનું, બીજા ઉપર ગુલામની પેઠે અવલંબન રાખવાનું જ શીખવવામાં આવ્યું છે; અને તેથી જરાક સરખી આપત કે ભય આવતાં જ તેઓ રોદણાં રડવામાં જ હોંશિયાર હોય છે. બીજી બાબતોની સાથે, તેમણે શૌર્ય અને બહાદુરીની ભાવના કેળવવી જોઈએ. આજના જમાનામાં તેમણે આત્મરક્ષણ કરતાં શીખવાની પણ જરૂર ઊભી થઈ છે. જુઓ, ઝાંસીની રાણી કેવી બહાદુર હતી!

– સ્વામી વિવેકાનંદ

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.