ૠતં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
સત્યં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
તપશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
દમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
શમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
અગ્નયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
અગ્નિહોત્રશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
અતિથયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
માનુષં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
પ્રજા ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
પ્રજનશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ,
પ્રજાતિશ્વ સ્વાધ્યાય-પ્રવચને ચ,
સત્યમિતિ સત્યવચા રાથીતર:,
તપ ઈતિ તપોનિત્ય પૌરુશિષ્ટિઃ,
સ્વાધ્યાય પ્રવચને એવેતિ નાકો મૌદ્ગલ્યઃ,
તદ્ધિ તપ – સ્તદ્ધિ તપઃ

સ્વાધ્યાય – પ્રશંસા

ૠત અને સ્વાધ્યાય, પ્રવચન. સત્ય અને સ્વાધ્યાય, પ્રવચન. તપ અને સ્વાધ્યાય, પ્રવચન. દમ અને સ્વાધ્યાય, પ્રવચન. શમ અને સ્વાધ્યાય પ્રવચન. અગ્નિ અને સ્વાધ્યાય, પ્રવચન. અગ્નિહોત્ર અને સ્વાધ્યાય, પ્રવચન. અતિથિઓ અને સ્વાધ્યાય, પ્રવચન. માનવતા અને સ્વાધ્યાય, પ્રવચન. જન્મ અને સ્વાધ્યાય, પ્રવચન. વંશ અને સ્વાધ્યાય, પ્રવચન (સાથે સાથે કરવું જોઈએ.) સત્યમાં અડગ રહીને. રાથીતર નામના મુનિ માને છે કે, કેવળ સત્ય પૂરતું છે. અવિરત તપસ્વી પૌરુશિષ્ટ માને છે કે, કેવળ તપ પૂરતું છે. મુદ્ગલ ઋષિના વંશજ નાક નામના મુનિ સ્વાધ્યાય અને પ્રવચનને જ મહત્ત્વ આપે છે. તે જ તપ છે. તે જ તપ છે.

(તૈત્તિરીયોપનિષદ્: ૧/૯)

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.