ॐ सह नाववतु। सह नौ भुनक्तु।

सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु।

मा विद्विषावहै।

ॐ शान्तिः शान्तिः शान्तिः।।

બહ્મ અમારા બંને (ગુરુ – શિષ્ય)નું સાથે રક્ષણ કરો. બેયનું સાથે પાલન કરો. અમે બે સાથે જ પુરુષાર્થ કરીએ. અમારું અધ્યયન તેજસ્વી થાઓ, અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ૐ શાંતિ, શાંતિ, શાંતિ હો.

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।।

ॐ शान्तिः शान्तिः शान्तिः।।

એ બ્રહ્મ પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. એ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. એટલે એ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત કાઢી લઈએ તો પૂર્ણ બ્રહ્મ જ બાકી રહે છે. ૐ ત્રિવિધ તાપની શાંતિ હો.

ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः।

भद्रं पश्येमाक्षभिर्यजत्राः।

स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः।

व्यशेम देवहितं यदायुः।

ૐ હે પૂજ્ય દેવો! અમે કાન વડે ક્લ્યાણ સાંભળીએ; આંખથી મંગળ જોઈએ; અને મજબૂત અંગો વડે સૂક્ષ્મ રહસ્યવાળી શ્રુતિઓથી અમે સ્તુતિ કરીએ. અમારું જે આયુષ્ય દેવોએ નક્કી કર્યું હોય તેને અમે સંપૂર્ણ ભોગવીએ.

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।

स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।

स्वस्ति नो बृहस्पतिर्दधातु।

ॐ शान्तिः शान्तिः शान्तिः।।

વધેલી કીર્તિવાળા ઈંદ્રદેવ અમારું કલ્યાણ કરો; બધું જાણનારા પૂષાદેવ અમારું કલ્યાણ કરો; અસ્ખલિત ગતિવાળા ગરુડ અમારું કલ્યાણ કરો; અને બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો. ૐ શાંતિ, શાંતિ, શાંતિ.

ॐ शं नो मित्रः शं वरुणः। शं नो भवत्वर्यमा।

शं न इन्द्रो बृहस्पतिः। शं नो विष्णुरुरुक्रमः।

नमो ब्रह्मणे। नमस्ते वायो। त्वमेव प्रत्यक्षं

ब्रह्मासि। त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि।

ऋतं वदिष्यामि। सत्यं वदिष्यामि। तन्मामवतु।

तद् वक्तारमवतु। अवतु माम्। अवतु वक्तारम्।

ॐ शान्तिः शान्तिः शान्तिः

મિત્ર દેવતા અમને કલ્યાણપ્રદ હો. વરુણ સુખકર હો. અર્યમા અમને સુખકર થાઓ. ઈન્દ્ર અને બૃહસ્પતિ અમને સુખકર હો. વિશાળ પલંગવાળા વિષ્ણુ અમને સુખકર હો. બ્રહ્મદેવને નમસ્કાર. હે વાયુદેવ! તમને નમસ્કાર. તમે જ પ્રાણરૂપે પ્રત્યક્ષ બ્રહ્મ છો. તમને જ હું પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ. ૠત કહીશ. સત્ય કહીશ. તે બ્રહ્મ મારી રક્ષા કરો. આચાર્યની રક્ષા કરો, રક્ષા કરો આચાર્યની. ૐ ત્રિવિધ તાપની શાંતિ હો.

ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्व ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्या मा मा ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः।

ૐ મારાં અંગો, વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બીજી સર્વ ઈન્દ્રિયો પુષ્ટ થાઓ. આ સર્વ, ઉપનિષદોમાં કહેલું બ્રહ્મ જ છે. હું બ્રહ્મનો અનાદર ન કરું અને બ્રહ્મ મારો અનાદર ન કરો. એમ અનાદર દૂર થાઓ. અનાદર દૂર થાઓ. તે બ્રહ્મ મારામાં હો. જે ધર્મો ઉપનિષદોમાં કહ્યા છે, તે આત્મામાં આસક્ત એવા મારા વિષે હો! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ!

तेजोऽसि तेजा मयि धेहि।

वीर्यमसि वीर्यं मयि धेहि।

बलमसि बलं मयि धेहि।

ओजोऽसि ओजो मयि घेहि।

मन्युरसि मन्युं मयि धेहि।

सहोऽसि सहो मयि धेहि।

હે પ્રભુ, તું અનંત તેજસ્વરૂપ છે, મને તેજ આપ; તું અનંત વીરત્વમૂર્તિ છે, મને વીરત્વથી ભરી દે; તું અનંત બલસ્વરૂપ છે, મને બળ આપ; તું પ્રભાવસ્વરૂપ છે, મને પ્રભાવશાળી બનાવ; તું પૌરુષમૂર્તિ છે, મને પૌરુષ આપ; તું ધૈર્યમૂર્તિ છે, મને ધૈર્ય આપ.

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.