પ્રબુદ્ધ ભારત ના શતાબ્દી અંકનું વિમોચન

એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીની પ્રેરણાથી પ્રારંભ થયેલ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૭મી જાન્યુઆરીએ અદ્વૈત આશ્રમ, લકત્તા ખાતે યોજાયેલ જાહેર સભામાં થયું.

વિજયવાડામાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ

વિજયવાડા (આંધ્ર પ્રદેશ)માં સ્વામી વિવેકાનંદજીની ૯ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનો અનાવરણ વિધિ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૨૯મી જાન્યુઆરીએ સંપન્ન થયો.

જમ્મુ (કાશ્મીર) માં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનો અનાવરણવિધિ સંપન્ન

૬ઠ્ઠી ફેબ્રુઆરીના- રોજ જમ્મુ શહેરના મધ્યભાગમાં સ્વામી વિવેકાનંદજીની ૮ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનો ૧૦ ફૂટ ઊંચા પૅડૅસ્ટલ પર અનાવરણવિધિ જમ્મુના કાર્યવાહક ગર્વનર લૅફ્ટનન્ટ જનરલ શ્રી સકલાણીના વરદ્ હસ્તે સંપન્ન થયો.

આ પ્રસંગે રામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી શ્રી જિતાત્માનંદજી ઉપસ્થિત રહ્યા હતા. આ મંગળ પ્રસંગે ઉપસ્થિત સુવિખ્યાત સાક્ષરજનો, વિદ્વાનો, નગરજનો અને ઉચ્ચ અધિકારીઓની સભાને આ બંને મહાનુભાવોએ સંબોધી હતી.

જમ્મુ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિશ્રીના અધ્યક્ષ સ્થાને “હૉટલ ઍશિયા” માં મળેલી જમ્મુના નગરજનોની સભા સમક્ષ ‘સ્વામી વિવેકાનંદ અને વિશ્વશાંતિ તેમજ ભારતનું પુનર્જાગરણ’એ વિશે સ્વામી જિતાત્માનંદજીએ મનનીય પ્રવચન આપ્યું હતું. સ્વામીજીએ ધર્મના સામાન્ય મૂળભૂત તત્ત્વોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત ઉધમપુર આર્મી કૅન્ટૉનમૅન્ટમાં લશ્કરના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ સંબોધ્યા હતા. આ સમારંભમાં અધ્યક્ષ સ્થાને જનરલ વાલિયા ઉપસ્થિત હતા.

૮ ફેબ્રુ-૯૫ના રોજ જમ્મુના સ્વામી વિવેકાનંદ કેન્દ્રનું મંગળ ઉદ્ઘાટન સ્વામી જિતાત્માનંદજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જમ્મુના કમિશ્નર ડૉ. શ્રી પી. ડી. ચક્રવર્તી અને જમ્મુના ભિલવારા ઈન્ડસ્ટ્રિઝના અધ્યક્ષ શ્રી સતીશ કૌલે કર્યું હતું.

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.