લાતૂર જિલ્લાના ઔસા તાલુકાનું હરેગાંવ ૧૯૯૩ના સપ્ટેમ્બર માસના ધરતીકંપથી ધ્વસ્ત થઈ ગયું હતું. એનું રામકૃષ્ણ મિશન, મુંબઈના તત્ત્વાવધાનમાં નવનિર્માણ કરવામાં આવ્યું. ભૂકંપ અસર ન કરે તેવાં ૪૨૩ ઘરો, વિશાળ કૉમ્યુનિટી હૉલ, અને ભવ્ય શાળાનું સુસજ્જ મકાન વગેરેનું તા. ૨ મે ૧૯૯૫ના રોજ ઉદ્ઘાટન ક૨વામાં આવ્યું. શ્રી મહેલી આ૨. કામા (મુંબઈ સમાચાર લિ.ના ડાયરેક્ટર)ને હાથે મકાનોનું ઉદ્ઘાટન થયું અને કૉમ્યુનિટી હૉલ (સમાજ મંદિર)નું પિયરલેસ એબેસન કલકત્તાના મૅનૅજિંગ ડાયરેક્ટર શ્રી સલિલ દત્તાએ ઉદ્ઘાટન કર્યું. તેમ જ એક્સેલ ઈન્ડસ્ટ્રીઝ, મુંબઈના મૅનૅજિંગ ડાયરેક્ટર શ્રી કે.સી. શ્રૉફે શાળાના મકાનનું ઉદ્ઘાટન કર્યું. જોગાનુજોગ મુંબઈ સમાચાર રાહત ફંડે ૧.૫૬ કરોડ રૂપિયા અને મે. પિયરલેસ જન૨લ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કં. લિ. એ રૂપિયા પચાસ લાખ આ કાર્ય માટે આપ્યા હતા. તેમ જ બીજા કેટલાક મુખ્ય દાતાઓમાં મે. સ્ટેટ્સમેન, અર્થક્વૅક રિલિફ ફંડ, અમેરિકન સર્વિસ ટુ ઈન્ડિયા, શૅર એન્ડ કૅર મહારાષ્ટ્ર ફાઉન્ડેશન, જમનાબાઈ નારસી સ્કૂલ મુંબઈના મિત્રો અને હિતેચ્છુઓ આવે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આ રાહત કાર્ય માટે લગભગ રૂ. ૧૮ લાખનું ભંડોળ એકઠું કરવામાં આવ્યું. હતું. ગુજરાતના લોકોએ આ ઉમદા કાર્ય માટે ઉત્સાહથી ફાળો આપ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત બૅંડનાં સુમધુર સ્વરો સાથે ગ્રામજનોના ગરબા નૃત્ય સહિતની શોભાયાત્રા સાથે થઈ. સવારે બરાબર નવ વાગ્યે શ્રી કામાએ આ મકાનના નવા માલિક શ્રી રામનામદેવને ઘર નં. બી-૮/૧૫ સોંપ્યું. એમણે ભૂકંપમાં પોતાની પત્ની ગુમાવી હતી. ધોતી, સાડી, ચાદર એક લોખંડનો ટ્રંક, દસ વાસણોનો એક સેટ, ચોખા, ઘઉં, કઠોળ, તેલ અને બીજી રોજબરોજની જરૂરી ચીજો પણ ઘ૨ની સાથોસાથ આપવામાં આવી. પછી શ્રી કામાએ બે આરસીની તકતીઓનો અનાવરણ વિધિ કર્યો. એ તકતીઓ પર અંગ્રેજી અને મરાઠીમાં લખાણ હતું. એ તકતીઓ મધ્યસ્થ સ્તંભ પર લગાવેલી હતી. એ સ્તંભ ૫૨ દાતાઓની નામાવલિ, એક લાખ કે તેથી વધારે દાન આપના૨માં ક્રમવાર નામો એક અલગ તકતી પર લખવામાં આવ્યાં હતાં.

પછી શ્રી દત્તાએ સમાજમંદિરનું ઉદ્ઘાટન કર્યું. આરસપહાણની બે તકતીઓનો અનાવરણવિધિ થયો અને શ્રીરામકૃષ્ણ, શ્રી શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં ચિત્રોને પુષ્પાંજલિ સમર્પવામાં આવી.

શ્રી કે. સી. શ્રૉફે વિવેકાનંદ વિદ્યાલયનું નવું નામ પામતી શાળાની તકતીનું અનાવરણ કર્યું અને સ્વામી વિવેકાનંદના વિશાળ લેમિનેટેડ ચિત્ર આગળ દીપ પ્રગટાવ્યો.

ત્યારબાદ એક જાહેરસભાનું આયોજન થયું. એમાં પૂર્વોક્ત મહાનુભાવો ઉપરાંત બીજા વક્તાઓએ પણ ટૂંકા પ્રવચનો કર્યાં. સભાનું અધ્યક્ષસ્થાન રામકૃષ્ણ મિશન મુંબઈના સૅક્રેટરી સ્વામી શ્રી વાગીશાનંદજી મહારાજે શોભાવ્યું હતું. સ્વામી શિવમયાનંદજી (રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી)એ શ્રોતાગણને સત્કાર્યા હતા અને સ્વામી વિષ્ણુપાદાનંદે (હરેગાંવ રાહત કૅમ્પના ઈનચાર્જ સ્વામીજી) આભારદર્શન કર્યું હતું.

પ્રતીકરૂપે ઘર નં. એ-૩/૧૦ જેમને સોંપવાનું હતું તે શ્રી ગફુર અઝીમુદ્દીન પટવારીને તે ઘરની ચાવી તેમ જ ઉપર દર્શાવેલાં ઉપરકરણો સોંપવામાં આવ્યાં. બીજા લાભાન્વિતોને ક્રમશઃ ઘરની ચાવીઓ વગેરે હવે પછી અપાઈ રહી છે.

બે હજારથી પણ વધારે લોકો દૂર અને નજીકથી આવ્યા હતા તે બધા અને હરેગાંવના બધા લોકોએ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી અને બધાએ નવા ઘરમાં વસનારા સૌને શાન્તિ મળે એવી પ્રાર્થનામાં ભાગ લીધો હતો.

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.