અનેક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં પ્રાર્થનાનું મહત્ત્વ સમજતા હોવા છતાં પૂરતા માર્ગદર્શનના અભાવમાં પ્રાર્થનાઓ નથી કરાવી શકતા. આ હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રાર્થનાની ઑડિયો કેસેટ તૈયાર કરવામાં આવી છે. તેમાં આવરી લેવામાં આવેલ શ્લોકો અને ભજનો અહીં આપેલ છે. – સં.

સોમવાર

ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ।

બ્રહ્મ અમારા બન્ને (ગુરુ-શિષ્ય)નું સાથે રક્ષણ કરો. બેયનું સાથે પાલન કરો. અમે બે સાથે જ પુરુષાર્થ કરીએ. અમારું અધ્યયન તેજસ્વી થાઓ. અમે બન્ને પરસ્પર દ્વેષ ન કરીએ. ૐ શાંતિ શાંતિ શાંતિ હો.

शिष्यानुशासनम्

वेदमनूच्याचार्योऽन्तेवासिनमनुशास्ति । सत्यं वद ।
धर्मं चर । स्वाध्यायान्मा प्रमदः ।
आचार्याय प्रियं धनमाहृत्य प्रजानन्तुं मा व्यवच्छेसीः ।
सत्यान्न प्रमदितव्यम् । धर्मान्न प्रमदितव्यम् ।
कुशलान्न प्रमदितव्यम् । भूत्यै न प्रमदितव्यम् ।
स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम् ॥१॥

વેદનો ઉપદેશ કરીને આચાર્ય શિષ્યને શિખામણ આપે છે : સત્ય વચન બોલ, ધર્મનું આચરણ કર, સ્વાધ્યાયમાં બેપરવા રહીશ નહીં. આચાર્ય માટે વહાલું ધન લાવીને (તેમની આજ્ઞા પ્રમાણે વિવાહ કરીને) પ્રજાતંતુને છેદીશ નહીં. સત્યવચનમાં કાળજી લેજે. ધર્મથી વિચલિત થઈશ નહીં. આત્મરક્ષણના કામમાં ખામી લાવીશ નહીં. ઉન્નતિકારક કાર્યમાંથી પાછો પડીશ નહીં. શિક્ષણના આદાનપ્રદાનમાં આળસુ ન થજે. ॥૧॥

देवपितृकार्याभ्यां न प्रमदितव्यम् ।
मातृदेवो भव । पितृदेवो भव ।
आचार्य देवो भव । अतिथि देवो भव।
यान्यनवद्यानि कर्माणि तानि सेवियतव्यानि ।
नो इतराणि । यान्यस्माकम् सुचरितानि ।
तानि त्वयोपास्यानि नो इतराणि ॥ २॥

દેવ અને પિતૃઓ તરફની ફરજોમાં કશી ભૂલ ન કરતો. માતાને દેવ માનજે, પિતાને દેવ માનજે, આચાર્યને દેવ માનજે, અતિથિને દેવ માનજે, અમારાં જે કાર્યો નિર્દોષ હોય તેનું જ અનુસરણ કરવું, જે અમારાં વર્તનો સારાં હોય તેનું જ અનુસરણ કરવું, બીજાનું નહીં. ॥૨॥

ये के चास्मच्छ्रेयांसो ब्राह्मणाः । तेषां त्वयासनेन प्रश्वसितव्यम् ।
श्रद्धया देयम् । अश्रद्धयादेयम् । श्रिया देयम् ।
ह्रिया देयम् । भिया देयम् । संविदा देयम् ।
अथ यदि ते कर्मविचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् ।
ये तत्र ब्राह्मणाः संमर्शिनः । युक्ता आयुक्ताः ।
अलूक्षा धर्मकामाः स्युः । यथा ते तत्र वर्तेरन् । तथा तत्र वर्तेथाः ॥ ३ ॥

આપણું કલ્યાણ કરનારા જે કોઈ શ્રેષ્ઠ પુરુષો હોય તેમનો થાક તું દૂર કરજે. અશ્રદ્ધાથી નહીં, પણ શ્રદ્ધાથી. સંપત્તિ પ્રમાણે દાન મનમાં સંકોચ રાખીને નમ્રતાથી આપવું, ભય રાખીને દેવું; સામાનો પ્રભાવ સ્વીકારીને દેવું, બુદ્ધિપૂર્વક દેવું.

હવે તને જો કોઈ કામમાં, કે વર્તનમાં અવઢવ કે શંકા થાય, તો ત્યાં જે કોઈ સુશિક્ષિત વિચારક શ્રેષ્ઠ પુરુષો હોય અને ધર્મજ્ઞ અને પરંપરાઓના જાણકાર હોય, તેઓ એવી પરિસ્થિતિમાં જે રીતે વર્તન કરે, તે પ્રમાણે તારે વર્તન કરવું જોઈએ. ॥ ૩ ॥

(ભજન)

અમને રાખો સદા તવ શરણે
મધુમય કમલ સમા તવ ચરણે

અમ તિમિરે તવ તેજ જગવજે
અમ રુધિરે તવ બલ પેટવજે
અમ અંતરમાં તવ પદ ધરજે…અમને

અગાધ ઓ આકાશ સમા તવ
અમ ચૈતન્ય બનાવ માર્ણવ
અમને આપ સકલ તવ વૈભવ… અમને

મંગળવાર

सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुखम् आप्नुयात् ॥ १ ॥

આ જગતમાં સર્વે સુખી થાઓ, સર્વે નીરોગી રહો, સર્વે કલ્યાણને જુઓ-પામો, કોઈ પણ પ્રાણી દુઃખ ન પામો. ॥ ૧॥

क्षमेऽहं सर्वान् वै जीवान् ते च क्षाप्यन्तु मां सदा ।
मैत्री स्यात् सर्व भुतेषु न मे द्वेषोऽस्ति केनचित् ॥२॥

હું સર્વ જીવોને ક્ષમા આપું છું; તે બધા જીવો મને ક્ષમા કરે, સર્વ પ્રાણીઓ વિષે મારી મિત્રતા થાઓ, મને કોઈના પ્રતિ દ્વેષ કે અપ્રીતિ નથી. ॥૨॥

दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात् ।
शान्तो मुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान् विमोचयेत् ॥३॥

આ લોકમાં જે દુર્જન હોય તેઓ સજ્જન બનો, સજ્જન હોય તે શાંતિ પામો, શાંત પુરુષો હોય તે સર્વ પ્રકારનાં બંધનોથી મુક્ત થાઓ અને મુક્ત થયેલા હોય તેઓ બીજાઓને જન્મ-મરણનાં બંધનોથી છોડાવવા સમર્થ થાઓ. ॥૩॥

सर्व: तरतु दुर्गाणि सर्वे भद्राणि पश्यतु ।
सर्वः सर्वम् अवाप्नोतु, सर्वः सर्वत्र नन्दतु ॥४॥

સર્વ મનુષ્યો સંકટોને તરી જાઓ, સર્વે કલ્યાણને જુઓ અનુભવો, સર્વે સર્વ (ઈચ્છિત)ને પામો અને સર્વે સર્વ સ્થાનોમાં આનંદ પામો. ॥૪॥

काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी ।
देशोऽयं क्षोभरहित: सज्जनाः सन्तु निर्भया: ॥५॥

યથાકાળે-સમયસર વરસાદ વરસો, પૃથ્વી ધનધાન્યથી ભરપૂર રહો, આ દેશ કોઈ પણ પ્રકારના ક્ષોભ-પીડાથી રહિત થાઓ અને સજ્જન, હંમેશાં નિર્ભય થાઓ. ॥૫॥

(ભજન)

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. …૧

પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે. …૨

વેદ તો એમ વદે, શ્રુતિ – સ્મૃતિ સાખ દે,
કનક કુણ્ડળ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે. …૩

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. …૪

બુધવાર

स्वाध्यायप्रशंसा

ऋतं च स्वाध्यायप्रवचने च । सत्यं च स्वाध्यायप्रवचने च।
तपश्च स्वाध्यायप्रवचने च । दमश्च स्वाध्यायप्रवचने च ।
शमश्च स्वाध्यायप्रवचने च । अग्नयश्च स्वाध्यायप्रवचने च ।
अग्निहोत्रं च स्वाध्यायप्रवचने च । अतिथयश्च स्वाध्यायप्रवचने च ।
मानुषं च स्वाध्यायप्रवचने च । प्रजा च स्वाध्यायप्रवचने च ।
प्रजनश्च स्वाध्यायप्रवचने च । प्रजातिश्च स्वाध्यायप्रवचने च ।
सत्यमिति सत्यवचा राथीतरः । तप इति तपोनित्य: पौरुशिष्टि: ।
स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्य: । तद्धि तप-स्तद्धि तपः ॥१॥

ધર્મનું આચરણ અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું, સત્યનું આચરણ અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું, તપનું આચરણ અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું, બાહ્ય ઇન્દ્રિયોનું નિયમન (દમ) અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું. મનનો નિગ્રહ અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું. યજ્ઞ અથવા સ્વાર્પણ અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું. અતિથિ સત્કાર અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું. સામાજિક શુભ વ્યવહારનું આચરણ અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું. બાળકોને સારા વિચારોનું સિંચન કરવું અને શિક્ષણનું આદાનપ્રદાન કરવું. સત્યનું જ અનુસરણ યોગ્ય છે. તેમ ૨થીતરનો પુત્ર સત્યવક્તા માને છે. તપ જ નિત્ય અનુષ્ઠાનને યોગ્ય છે. તેમ તપોનિષ્ઠ પુરુશિષ્ટનો મત છે. શિક્ષણના આદાનપ્રદાન એ જ કર્તવ્ય છે. એવો મુદ્ગલના પુત્ર ‘નાક’ મુનિનો મત છે. આથી શિક્ષણના આદાનપ્રદાન જ તપ છે, તે જ તપ છે. ॥૧॥

ॐ यश्छन्दसामृषभो विश्वरूपः।

छन्दोभ्योऽध्यमृतात् संबभूव।
स मेन्द्रो मेधया स्पृणोतु। अमृतस्य देव धारणो भूयासम्‌।
शरीरं मे विचर्षणम्‌। जिह्वा मे मधुमत्तमा।
कर्णाभ्यां भूरि विश्रुवम्‌। ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः।
श्रुतं मे गोपाय। ॐ शान्तिः शान्तिः शान्तिः॥२॥

વેદોમાં જે શ્રેષ્ઠ અને સર્વરૂપ છે તથા વેદરૂપ અમૃતથી શ્રેષ્ઠ આવિર્ભૂત થયેલો છે તે ઓંકાર મને મેધાથી પ્રસન્ન અથવા બલયુક્ત કરે. હે દેવ! હું અમૃતત્ત્વને ધારણ કરનારો થાઉં.

મારું શરીર વિશેષ સ્ફૂર્તિવાળું થાઓ. મારી વાણી અત્યંત મધુરભાષિણી થાઓ. હું નિત્ય કાનોથી મંગલનું ખૂબ શ્રવણ કરું. હે ૐ કાર! તું બ્રહ્મનો કોષ છે અને વિષયી બુદ્ધિથી ઢંકાયેલો છે.

મારા શ્રુતજ્ઞાન – વેદાભ્યાસનું રક્ષણ કરો. ૐ ત્રિવિધ તાપોની શાંતિ થાઓ. ૐ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણે પ્રકારના તાપોની શાંતિ થાઓ. ॥૨॥

॥निर्वाणषट्कम्॥

मनोबुध्यहंकार चित्तानि नाहं
न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे ।
नच व्योमभूमिर्न तेजो न वायु-
श्चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥ १॥

(૧) હું મન, બુદ્ધિ, ચિત્ત કે અંહકાર નથી. વળી હું કાન, જીભ, ઘ્રાણ કે આંખ પણ નથી. તેમ જ આકાશ, પૃથ્વી, તેજ, વાયુ વગેરે પંચમહાભૂતો નથી. હું તો સચ્ચિદાનંદ શિવ સ્વરૂપ જ છું.

न च प्राणसंज्ञो न वे पंचवायु-
र्न वा सप्तधातुर्न वा पंचकोषाः ।
न वाक्पाणिपादौ न चोपस्थपायू
श्चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥२॥

(૨) હું પંચપ્રાણ કે પંચવાયુ પણ નથી, સાત ધાતુઓ કે પંચકોષ પણ નથી. વાણી, હાથ, પગ વગેરે કર્મેન્દ્રિયો પણ નથી. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ જ છું.

न मे द्वेषरागौ न मे लोभमोही
मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्ष –
श्चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥ ३॥

(૩) મને દ્વેષ નથી, (મને) રાગ નથી, મને લોભ નથી, (મને) મોહ નથી, મને અહંકાર નથી, મને મત્સર નથી (મને) ધર્મ, અર્થ, કામ, મોક્ષ પણ નથી. હું તો સચ્ચિદાનંદસ્વરૂપ શિવ જ છું.

न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मंत्रो न तीर्थं न वेदा न यज्ञाः ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
श्चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥४॥

(૪) પુણ્ય – પાપ, સુખ – દુઃખ, મંત્ર – તીર્થ, વેદ – યજ્ઞ, ભોજન – ભોજ્ય – ભોક્તા, કશુંય હું નથી. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ જ છું.

न मृत्युर्न शंका न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म ।
न बंधुर्न मित्रं गुरुर् नैव शिष्य
श्चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥५॥

(૫) મને મૃત્યુ નથી, શંકા નથી, જાતિ ભેદ નથી, માતાપિતા કે જન્મ નથી. મારે કુટુંબી, મિત્રો, ગુરુ-શિષ્ય કશું જ નથી. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ જ છું.

अहं निर्विकल्पो निराकाररूपो
विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
न चासंगतं नैव मुक्तिर्न मेय
श्चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥ ६ ॥

(૬) હું નિર્વિકલ્પ છું. નિરાકાર છું, ને વ્યાપક હોવાને કારણે બધી ઈન્દ્રિયોમાં બધે ઠેકાણે દેખાઉં છું. મને ઇન્દ્રિયોની કોઈ આસક્તિ નથી, મારે કોઈ મુક્તિ નથી, મારે કોઈ મેળવવા યોગ્ય પદાર્થ નથી. હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ શિવ જ છું.

ગુરુવાર

॥समभावना॥

समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।
समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् ॥ १ ॥

સમભાવના

ગીતામાં ભગવાન કહે છે કે- ‘હું સર્વ પ્રાણીઓમાં સમાન રૂપથી રહેલો છું; મારે કોઈ દ્વેષી નથી તેમ મને કોઈ પ્રિય પણ નથી,’ સર્વ સ્થાનોમાં સમાનરૂપથી રહેલા ઈશ્વરને સમભાવથી જોનારો જ જુએ છે. ॥૧॥

मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्ठवत्।
आत्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पण्डितः॥२॥

પરસ્ત્રીમાં માતાની સમાન, પારકા દ્રવ્યમાં માટીના ઢેફા સમાન અને સર્વ પ્રાણીઓમાં પોતાના શરીર સમાન ભાવથી જે જુએ છે; તે જ ખરેખર જુએ છે. ॥૨॥

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
सुखं वा यदि वा दुःखं सः योगी परमो मतः॥३॥

સુખ અને દુઃખમાં જે મનુષ્ય સર્વ પ્રાણીઓમાં પોતાની તુલના – ભાવનાથી જુએ છે; તે યોગી જ શ્રેષ્ઠ માનેલો છે. ॥૩॥

सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते॥४॥

સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, અપ્રિય, બન્ધુ, સાધુ અને પાપીઓમાં સમબુદ્ધિ રાખે છે; તે જ શ્રેષ્ઠ છે. ॥૪॥

अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा ।
तमवज्ञाय मां मर्त्यः कुस्तेऽर्चाविडम्बनम् ॥५॥

હું સર્વ પ્રાણીઓમાં ભૂતાત્મા-ભગવદ્અંશ તરીકે હંમેશાં રહેલો છું; તેને જાણ્યા સિવાય મનુષ્ય પૂજન-અર્ચન કરે છે તે વિડમ્બન-આડમ્બર જ છે. ॥૫॥

ज्योतिरात्मनि नान्यत्र समं तत्सर्वजन्तुषु ।
स्वयं च शक्यते द्रष्टुं सुसमाहितचेतसा ॥६॥

આત્માની જ્યોતિ-પ્રકાશ, સર્વ પ્રાણીઓમાં સમાનરૂપથી રહેલ છે; બીજા કોઈ સ્થાનમાં નહિ; કેમ કે તે સુસમાહિત એકાગ્ર ચિત્તથી પોતાનાથી જોઈ શકાય છે.॥૬॥

त्यक्त्वात्मफलभोगेच्छां सर्वसत्त्वसुखैषिणः ।
भवन्ति परदुःखेन साघवो नित्यदुःखिताः ॥७॥

સર્વ પ્રાણીઓના સુખની ઇચ્છાવાળા સાધુ પુરુષો પોતાનાં ફળ-ભોગોની કે સુખની ઇચ્છા છોડી દઈને અન્યનાં દુઃખો જોઈને હંમેશાં દુઃખી થાય છે. ॥૭॥

न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम् ।
प्राणिनां दुःखतप्तानां कामये दुःखनाशनम् ॥८॥

હું રાજ્ય, સ્વર્ગ કે મોક્ષના સુખની કામના રાખતો નથી, પરંતુ દુઃખથી સંતપ્ત પ્રાણીઓનાં દુઃખો નાશ પામે એમ હું ઈચ્છું છું. ॥૮॥

(ભજન)

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. (ધ્રુવ)
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે.
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહમાયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યાં રે;
ભણે ‘નરસૈંયો’ તેનું દરશન કરતાં; કુળ એકોતેર તાર્યાં રે.

શુક્રવાર

ॐ शं नो मित्रः शं वरुणः । शं नो भवत्वर्यमा ।
शं न इन्द्रो बृहस्पतिः । शं नो विष्णुरुरुक्रमः ।
नमो ब्रह्मणे । नमस्ते वायो । त्वमेव प्रत्यक्षं ब्रह्मासि ।
त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि । ऋतं वदिष्यामि ।
सत्यं वदिष्यामि । तन्मामवतु । तद्वक्तारमवतु ।
अवतु माम् । अवतु वक्तारम् ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥१॥

સૂર્ય અમારા માટે સુખકર થાઓ, વરુણ અમારે માટે કલ્યાણકારી થાઓ. અર્યમા (પિતૃલોકના અધ્યક્ષ) અમારા માટે સુખપ્રદ થાઓ. ઇન્દ્ર તથા બૃહસ્પતિ અમારા માટે શાંતિદાયક થાઓ. વિશાળ પગલાંવાળા વિષ્ણુ અમારા માટે સુખદાયક થાઓ. બ્રહ્મને નમસ્કાર હો. હે વાયુ! તમને નમસ્કાર. તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો તેથી તમને જ હું પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ, તમને જ ૠત કહીશ. વાણી તેમજ શરીરથી થનારાં કાર્ય પણ તમારે અધીન છે તેથી તમને જ હું સત્ય કહીશ. માટે તમે વિદ્યાનું દાન આપી તે દ્વારા મારી રક્ષા કરો તેમજ બ્રહ્મનું નિરૂપણ કરનારા આચાર્યની પણ રક્ષા કરો. મારી રક્ષા કરો અને વક્તાની રક્ષા કરો.

આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણે પ્રકારના તાપોની શાંતિ થાઓ ॥૧॥

ॐ भद्रं कर्णेभिः श्रृणुयाम देवाः ।
भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवाग्ं सस्तनूभिः ।
व्यशेम देवहितं यदायुः ।
ॐ शान्तिः शान्तिः शान्तिः॥२॥

હૈ યજનીય દેવો! અમે કાનો વડે ક્લ્યાણને સાંભળીએ, અને આંખો વડે કલ્યાણને જોઈએ. સુદૃઢ અંગો વડે અને દેહ વડે તમારું સ્તવન કરતા રહીએ, તથા દેવોએ નિમાર્ણ કરેલું જે આયુષ્ય છે તેને ભોગવીએ.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥ ૨ ॥

सामनस्यम्

सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे संजानाना उपासते ॥१॥

समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम् ।
समानं मन्त्रमभिमन्त्रये वः समानेन वो हविषा जुहोमि ॥२॥

समानी व आकूतिः समाना हृदयानि वः ।
समानमस्तु वो मनो वः सुसहासति ॥३॥

ॐ शान्तिः शान्तिः शान्तिः

સામનસ્યમ

સર્વ કાર્યોમાં એક સાથે ચાલો, એક બીજા સાથે પ્રિય બોલો, એક બીજાના મનને જાણી અનુકૂળ થઈ રહો. પહેલાં દેવ, જેમ પોતપોતાના યજ્ઞભાગને સાથે મળીને સંપથી વહેંચી ભોગવતા, તેમ તમે પણ કરો. ॥૧॥

તમારી પ્રાર્થનાઓ એકરસીલી હો, તમારાં ધ્યેયો એકસરખાં હો, તમારાં મન સમાન હો, તમારા હેતુઓ એક સમાન હો. ॥૨॥

તમારા સંકલ્પો અને તમારાં હૃદયો, અંતઃકરણો – એક સરખાં બનો, તમારા ઉદ્દેશો એક સરખા હો, તમારાં મન એવાં એકસ્વરૂપ બનો કે જેથી તમારાં સર્વ કાર્યો ઉત્તમ પ્રકારે થાય. ॥૩॥

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

ભજન

હે જગ-ત્રાતા વિશ્વ- વિધાતા, હે સુખ – શાન્તિનિકેતન હે,
પ્રેમ કે સિંધો, દીન કે બંધો, દુઃખ દરિદ્ર – વિનાશન હે.
નિત્ય અખંડ અનંત અનાદિ, પૂરણ બ્રહ્મ સનાતન હે,
જગ-આશ્રય જગ-પતિ જગવંદન, અનુપમ અલખ નિરંજન હે.
પ્રાણસખા ત્રિભુવન-પ્રતિપાલક, જીવન કે અવલંબન હે.

શનિવાર

ॐ असतो मा सद्गमय । तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मा अमृतं गमय । आविरावीर्म एधि ॥ १ ॥

ૐ અસત્યમાંથી મને તું સત્ય તરફ લઈ જા. અંધકારમાંથી તું મને પ્રકાશ તરફ દોરી જા. મૃત્યુમાંથી તું મને અમૃત તરફ લઈ જા. મારી સમક્ષ પ્રકાશિત થાઓ! પ્રકાશિત થાઓ! ॥૧॥

श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा ।
आ ये धामानि दिव्यानि तस्थुः ॥
वेदाहमेतं पुरुषं महान्तम् ।
आदित्यवर्णं तमसः परस्तात् ।
तमेव विदित्वाऽतिमृत्युमेति
नान्यः पन्था विद्यतेऽयनाय ॥२॥

હે અમૃતનાં સર્વેસંતાનો! સાંભળો! તમે દિવ્યતાના અધિકારી ગણ છો. તે સૂર્ય જેવા તેજસ્વી, અંધકારથી પર રહેલા મહાન પુરુષને હું જાણું છું. તેને જ જાણીને મનુષ્ય મૃત્યુની પેલે પાર જાય છે. એ સિવાય મુક્તિ માટે બીજો કોઈ માર્ગ નથી. ॥૨॥

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत ॥३॥

ઊઠો! જાગો! શ્રેષ્ઠ પુરુષોની પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. ॥૩॥

વન્દે માતરમ્ ।

સુજલાં સુફલાં મલયજ-શીતલાં શસ્ય-શ્યામલાં માતરમ્।
શુભ – જ્યોત્સ્ના – પુલક્તિ – યામિનીં
ફુલ્લ – કુસુમિત – દ્રુમદલ – શોભિનીં
સુહાસિનીં સુમધુર – ભાષિણીં, સુખદાં વરદાં માતરમ્।
ત્રિશં – કોટિ – કંઠ – કલકલ – નિનાદ – કરાલે
દ્વિત્રિંશ – કોટિ – ભુજૈર્ધૃત – થ૨ – કરબાલે.
અબલા કેન મા એ તો બોલે।
બહુબલ – ધારિણીં, નમામિ તારિણીં રિપુદલ – વારિણીં માતરમ્।
વન્દે માતરમ્।

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.