રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા વાર્ષિકોત્સવ પ્રસંગે વાસનિક હૉલ ખાતે તા.૫ અને ૬ એપ્રિલ ‘૯૭ના રોજ વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા. ૫ એપ્રિલના રોજ સવારના ૯-૩૦થી બપોરના ૧ વાગ્યા સુધી વડોદરા મૅનૅજમૅન્ટ એસોસિએશનના સહકારથી એક મૅનેજમૅન્ટ વર્કશૉપનું આયોજન થયું હતું, જેનો વિષય હતો – ‘દૈનિક કાર્યક્ષેત્રમાં આધ્યાત્મિક શક્તિની આવશ્યકતા’: સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટટન્ટ શ્રી જી. નારાયણની અધ્યક્ષતામાં યોજાયેલ આ વર્કશોપમાં ઍમ. ઍસ. યુનિવર્સિટી, વડોદરાના ફૅકલ્ટી ઑફ મૅનૅજમૅન્ટના પ્રૉફેસર મયંક ધોળકિયા, સ્વામી જિતાત્માનંદજી તેમ જ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતાં તથા ઉપસ્થિત પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા હતા.

તા. ૫ એપ્રિલના રોજ સાંજે ૬-૩૦ થી ૮-૩૦ સુધી સ્વામી વિવેકાનંદ અને આધુનિક સભ્યતાનું આધ્યાત્મીકરણ’, તા. ૬ એપ્રિલના રોજ સવારના ૯થી બપોરના ૧ વાગ્યા સુધી ‘શ્રીરામકૃષ્ણદેવ અને ઉપનિષદો’, તેમ જ ૬ એપ્રિલના રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ સુધી ‘શ્રીમા શારદાદેવી અને માતૃશક્તિનું જાગરણ’ વિષય પર સ્વામી જિતાત્માનંદજી તથા સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં વક્તવ્યો યોજાયાં હતાં. બધા કાર્યક્રમો શ્રોતાજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રસપૂર્વક માણ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આધ્યાત્મિક શિબિર આયોજિત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા.૨ એપ્રિલ ‘૯૭ના રોજ એક આધ્યાત્મિક શિબિરનું આયોજન સાંજના ૭-૪૫ વાગે થયું હતું. રામકૃષ્ણ મિશન, દિલ્હીના સૅક્રેટરી સ્વામી ગોકુલાનંદજી મહારાજે આધ્યાત્મિક સાધના વિશે પ્રવચન આપ્યું હતું. વરિષ્ઠ સંન્યાસીઓ વિશેના તેમનાં સંસ્મરણો ઉપસ્થિત ભાવિકજનોએ રસપૂર્વક માણ્યાં હતાં.

પંચમહાલ જિલ્લામાં દરિદ્રનારાયણ સેવા

પંચમહાલ જિલ્લાના નિમચ, ડોંગરડા અને જાંબુઆ ગામોના ૨૦૦ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ અને ૪૦૦ ગરીબ આદિવાસી નર-નારીઓ વચ્ચે ખાદ્ય સામગ્રીનું વિતરણ તાજેતરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે.

શ્રીરામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ પરીક્ષા – ફળ

મદ્રાસ યુનિવર્સિટી દ્વારા માર્ચ ૧૯૯૬માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની વિવેકાનંદ કૉલેજ, ચેન્નાઇના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નીચેના સ્થાનો મેળવ્યા છે -.

બી.કૉમ.- બીજું અને પાંચમું

બી.એ. (દર્શનશાસ્ત્ર) – બીજું અને ત્રીજું

બી.એ. – (સંસ્કૃત) બીજું

સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક શ્રી નાર્લીકર શ્રીરામકૃષ્ણ આશ્રમની મુલાકાતે

સમસ્ત વિશ્વમાં ખ્યાતિ-પ્રાપ્ત ટોચના વૈજ્ઞાનિક શ્રી જે.વી. નાર્લીકરે ૯ માર્ચ ‘૯૭ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાત લીધી હતી. આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓને તેમણે રસપૂર્વક નિહાળી હતી.

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.