સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવની ભારતભરના વિવિધા

* તામિલનાડુ વિવેકાનંદ રથયાત્રા: ૧૩ એપ્રિલ કોઈમ્બતુરના ૩૦૦૦ સુજ્ઞમહાજનો, ભક્તો અને વિદ્યાર્થીઓએ વિવેકાનંદ રથ સાથે શોભાયાત્રા યોજી હતી. આ રથયાત્રા પોંડીચેરી થઈને તામિલનાડુના ૩૨ જિલ્લામાં ફરશે. અને અંતે ચેન્નાઈના વિવેકાનંદર ઈલ્લમ – વિવેકાનંદ ભવનમાં ૮ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ પહોંચશે.

* ચેન્નાઈ સ્ટુડન્ટ હોમ: ઓગસ્ટ થી નવેમ્બર ૨૦૧૨ સુધીની શિબિરો, વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ૩૨૧ શાળાના ૨૭૬૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

* રાંચી મોરાબાદી આશ્રમ: ૨૫ એપ્રિલના રોજ આરંભ થયેલ એક બીજી રથયાત્રા ઉત્તર ભારતના બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ફરશે.

એપ્રિલમાં યોજાયેલ જિલ્લાકક્ષાના યુવસંમેલનમાં ૨૨૬૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

* ચંદિગઢ: મૂલ્યલક્ષી કાર્યક્રમમાં ૪૭૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષકો માટેની આ જ વિષયની શિબિરમાં ૪૦૦ શિક્ષકોએ ભાગ લીધો હતો.

* ચેરાપૂંજી: આદિવાસી અને લોક સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ ઉત્તરપૂર્વની ૩૦ ટુકડીઓનો આદિવાસી સંગીત, નૃત્ય, નાટ્ય વગેરે કાર્યક્રમ ૩૦ માર્ચના રોજ ૧૪૦૦ લોકોએ માણ્યો હતો. ૨૯ એપ્રિલના રોજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે ૭૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સુજ્ઞજનોને સ્વામી વિવેકાનંદના જીવન સંદેશ વિશે સંબોધન કર્યું હતું.

* દિલ્હી: આ કેન્દ્રના ટી.બી. ક્લિનિક કેન્દ્ર દ્વારા ૨૬ સ્કૂલ-શાળાના ૮૭૭૨ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ‘ક્ષય રોગને અટકાવો’ દ્વારા આરોગ્ય જાગરણના કાર્યક્રમો યોજ્યા હતા. ‘ક્ષય રોગને અટકાવો’નાં પોસ્ટરો બનાવવાના ૫૧ સેશનમાં ૨૮૯૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાંથી પસંદ થયેલાએ ૨૨ માર્ચની શિબિરમાં ભાગ લીધો હતો.

* ગુવાહાટી: સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથે યોજાયેલ વિવેક રથયાત્રા ૨૪ એપ્રિલે પૂર્વાંચલનાં રાજ્યોમાંથી પસાર થઈને ગુવાહાટી પહોંચી હતી.

* હતામુંલગુડા: ઓરિસાના રાજ્યપાલ શ્રી ડૉ. જમીર અને સ્વામી ગૌતમાનંદજીની નિશ્રામાં ૭૦૦ લોકોની ઉપસ્થિતિમાં આશ્રમના સ્કૂલ બિલ્ડીંગની સામે સ્વામી વિવેકાનંદની ૧૨.૫ ફૂટ ઊંચી કાંસ્યપ્રતિમાનું અનાવરણ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે થયું હતું.

* જલપાઈગુડી: ૨૫ એપ્રિલના રોજ યોજાયેલ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ૨૦ શાળાના ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

* રહડા: રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી અને સુપ્રિમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ શ્રી અલ્તમશ કબીરની ઉપસ્થિતિમાં ૩૦ મી માર્ચના રોજ ૭ દિવસના વિવેકાનંદ મેલાનું ઉદ્‌ઘાટન થયું હતું. રથયાત્રા સાથેની શોભાયાત્રામાં ૭,૦૦૦ લોકોએ ૩૧ માર્ચના રોજ ભાગ લીધો હતો. સંસ્થા દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ૬૮ શાળાઓ અને ૧૧ અનાથ આશ્રમના ૨,૨૯૫ પારિતોષિક વિજેતાઓને રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદહસ્તે પારિતોષિક અપાયાં હતાં.

* સરિશા: પાણી અને આરોગ્યના ક્ષેત્રમાં સર્વશિક્ષા અભિયાન કાર્યક્રમ હેઠળ પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે આ સંસ્થાની જુનિયર બેઝિક સ્કૂલ યુનિટ ૩ ને ‘૨૦૧૨ – ૧૩નો ‘નિર્મલ વિદ્યાલય પુરસ્કાર’ મળ્યો હતો. પુરસ્કારમાં ટ્રોફી અને રૂા. ૫૦૦૦/- મળ્યા હતા.

આરોગ્ય સેવા
નિ:શુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ્સ

* બાંકુડા: માર્ચ, એપ્રિલમાં ૬૩૯ દર્દીઓને ચકાસીને ૩૧૫નાં ઓપરેશન થયાં.

* બેલગામ: માર્ચમાં ૧૭૮ દર્દીઓને ચકાસીને ૩૮નાં ઓપરેશન થયાં.

* ખેતડી: માર્ચમાં ૨૩૪ દર્દીઓને ચકાસીને ૪૯નાં ઓપરેશન થયાં.

* લખનૌ: એપ્રિલમાં ૭૮૯ દર્દીઓને ચકાસીને ૩૦૧નાં ઓપરેશન થયાં.

* મદુરાઈ: ૨૧ એપ્રિલ, ૨૩૩ દર્દીઓને ચકાસીને ૨૧નાં ઓપરેશન થયાં.

* પોરબંદર: ૧૯ એપ્રિલ, ૯૮ દર્દીઓને ચકાસીને ૨૯નાં ઓપરેશન થયાં.

* રાજકોટ: એપ્રિલ, ૧૦૩ દર્દીઓને ચકાસીને ૬૮નાં ઓપરેશન થયાં.

* શિકરા કુલિનગ્રામ: માર્ચમાં ૬૮ દર્દીઓને ચકાસીને ૨૧નાં ઓપરેશન થયાં.

* સિલચર: એપ્રિલ ૪૮૧ દર્દીઓને ચકાસીને ૫૮નાં ઓપરેશન થયાં.

* અલસૂર: એપ્રિલમાં ૨૩૪ દર્દીઓને ચકાસીને ૮૯નાં ઓપરેશન થયાં.

દુષ્કાળ રાહતસેવા કાર્યો

* બેંગ્લોરના સિવાનહાલી: કેન્દ્ર દ્વારા કર્ણાટક રાજ્યના કોલાર જિલ્લાના માલુર તાલુકાનાં ૭ ગામડામાં ૧૫ થી ૨૬ એપ્રિલ સુધીમાં ૯૪૬૫ લોકોને ૯ લાખ લિટર પીવાનું પાણી અપાયું હતું.

* ઔરંગાબાદ: કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાનાં ૪ ગામડામાં ૧ થી ૨૬ એપ્રિલ સુધીમાં ૩,૮૫૦ લોકોને ૮ લાખ ૯૬ હજાર લિટર પીવાનું પાણી અપાયું હતું.

* પુણે: કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાનાં ૧૫ ગામડામાં ૧ થી ૨૭ એપ્રિલ સુધીમાં ૨૪,૫૯૨ લોકોને ૧૧ લાખ ૭૬ હજાર લિટર પીવાનું પાણી અપાયું હતું.

અગ્નિ રાહત સેવા કાર્યો

* સિલચર: શિવા કોલોનીનાં ૧૦ આગપીડિત કુટુંબોમાં ૨૫ કિ.ગ્રા. પૌંવા, ૭ કિ.ગ્રા. ગોળ, ૮ કિ.ગ્રા. દૂધનો પાવડર, ૧૫ થાળી, ૧૨ સાડી, ૮ ધોતિયાં, ૧૫ ધાબળા અને ૧૦ મચ્છરદાની અપાયાં હતાં.

* સારગાછી: હૂકોહારા અને ઝલદીયા ગામનાં ૧૯૯ આગપીડિત કુટુંબોમાં ૯ થી ૧૩ એપ્રિલ સુધીમાં ૩૨૫ કિ.ગ્રા. પૌંવા, ૯૦ કિ.ગ્રા. ગોળ, ૫૦ કિ.ગ્રા. મીઠું, ૨૩ કિ.ગ્રા. બિસ્કીટ, ૩૯૮ સાડી, ૫૯ ધોતિયાં, ૧૯૯ લુંગી, ૯૬ ફ્રોક્સ, ૨૨ સલવાર કમિજ, ૭૦૦ નોટબુક્સ, ૩૦૦ પેન અપાયાં હતાં.

* દીનાજપુર (બાંગ્લાદેશ): મોહમદપુર, મિત્રાબાપી, કરેઈગ્રામ ગામનાં ૪૨ આગપીડિત કુટુંબોમાં ૧૩૯ કિ.ગ્રા. ચોખા, ૫૦ જગ, ૨૮ બાસ્કેટ્સ, ૪૨ ચાદર, ૨૧ સાડી, ૨૮ મચ્છરદાની અપાયાં હતાં.

૨ામકૃષ્ણ મિશન, પો૨બંદર, વાર્ષિકોત્સવ

૨ામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમો૨િયલ, પો૨બંદ૨માં તા.૧૮ થી ૨૦ મે, ૨૦૧૩ ના ૨ોજ ત્રિદિવસીય વાર્ષિકોત્સવનું આયોજન ક૨વામાં આવ્યું હતું. સાંજના ૬.૦૦ થી ૭.૩૦ દ૨મિયાન શ્રી ૨ામકૃષ્ણ દેવ, શ્રી મા શા૨દાદેવી તથા સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ વિષે સ્વામી આદિભવાનંદજી મહા૨ાજ, સચિવ, ૨ામકૃષ્ણ મિશન, લીંબડી; સ્વામી નિખિલેશ્વ૨ાનંદજી મહા૨ાજ, સચિવ, ૨ામકૃષ્ણ મિશન,વડોદ૨ા; સ્વામી સર્વસ્થાનંદજી મહા૨ાજ, અધ્યક્ષ્, ૨ામકૃષ્ણ આશ્રમ, ૨ાજકોટ અને સુ.શ્રીજયોતિબહેન થાનકી, ચીલ્ડ્રન યુનિવર્સીટી, ગાંધીનગ૨ દ્વા૨ા મનનીય પ્રવચનો થયાં હતાં.

તા.૧૯-પ-૨૦૧૩ ના ૨ોજ સવા૨ના ૯.૦૦ થી ૧૨.૦૦ સુધી આધ્યાત્મિક શિબિ૨નો પ્રા૨ંભ સુમધુ૨ ભજનથી થયો. શિબિરમાં વેદપાઠ, સ્તુતિ-સ્તોત્રોનું પઠન, કથામૃત, માતૃવાણી તથા સ્વામીજીના સંદેશનું પઠન, ધ્યાન તથા દૈનિક જીવનમાં ધર્મનું અનુસ૨ણ કઈ ૨ીતે ક૨ી શકાય, એ વિશે વ૨િષ્ઠસંન્યાસીઓના વાર્તાલાપ બહોળી સંખ્યામાં ભક્તોએ માણ્યા હતા.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.