શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૨૩ જૂન ૨૦૧૩ રવિવારે સંધ્યાઆરતી પછી વિવેક હોલમાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ થી ૯’ની સંવર્ધિત અને સુધારેલી નવી આવૃત્તિના ગ્રંથોનું વિમોચન રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી મહારાજના વરદહસ્તે અને રામકૃષ્ણ મિશન, પોરબંદરના સ્વામી આત્મદીપાનંદજી અને સ્વામી સર્વસ્થાનંદજીની ઉપસ્થિતિમાં થયું હતું. આ પ્રસંગે ‘ગુજરાતની રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચારપ્રસાર’ કેન્દ્રોના પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા.

૨૨ જુલાઈ, ૨૦૧૩ સોમવારે રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં ‘ગુરુપૂર્ણિમા’નો મહોત્સવ ઊજવાયો હતો. સવારે ૫ વાગ્યે મંગળઆરતી પછી શ્રીમંદિરમાં વિશેષ પૂજા, ધ્યાન, ભજનકીર્તન અને હવનનું આયોજન થયું હતું. ભોગઆરતી પછી ૨૦૦૦ જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. તે જ દિવસે સાંજે ‘ગુરુમહિમા’ વિશે સંન્યાસીઓનાં પ્રવચનોનો લાભ ભક્તોએ લીધો હતોે.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા યોજાનારી રાજ્ય સ્તરની લેખિત ક્વિઝ સ્પર્ધા

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘સહુના સ્વામી વિવેકાનંદ’ પુસ્તકના આધારે ધોરણ ૯ થી ૧૨માં ભણતા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના સ્પર્ધકોની ૨૬ નવેમ્બર, ૨૦૧૩ના રોજ શાળા કક્ષાની સ્પર્ધા ૧૧ થી ૧૨ વચ્ચે પોતાની શાળામાં યોજવાની રહેશે. સમગ્ર પરિણામની યાદી આ સંસ્થાને ૫ ડિસેમ્બર, ૨૦૧૩ સુધીમાં મોકલી આપવી. શાળા કક્ષાએ પ્રથમ આવનારને જિલ્લાકક્ષાની સ્પર્ધામાં મોકલવાના રહેશે.

જિલ્લાકક્ષાની સ્પર્ધાની વ્યવસ્થા જિલ્લાના દરેક માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તા. ૨૦ ડિસેમ્બરના રોજ ૧૧ થી ૧૨ વચ્ચે ગોઠવશે. પ્રશ્નપત્ર અમારી સંસ્થા મોકલશે.

નામ નોંધણી માટે રૂ. ૨૦/- સ્પર્ધક દીઠ રકમ એકઠી કરીને પ્રવેશપત્રો સાથે ‘શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના નામે ચેક કે ડ્રાફ્ટથી ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩ સુધીમાં મોકલી આપવી. પ્રવેશપત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૬ ઓગસ્ટ, ૨૦૧૩ છે. સંબંધિત પુસ્તક યાદી મળ્યા પછી સંસ્થા દ્વારા તા. ૭ ઓક્ટોબર, ૨૦૧૩ સુધીમાં મોકલાશે.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૧૦ અને ૧૧ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આંતરરાષ્ટ્રિય યુવાસંમેલનનું આયોજન

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૧૫ થી ૩૦ વર્ષની ઉંમરના; જ્ઞાતિ, જાતિ, ધર્મ કે વર્ણના ભેદભાવ વિના યુવાનો માટે એક આંતરરાષ્ટ્રિય યુવસંમેલનનું આયોજન ૧૦ અને ૧૧ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ થયું છે.

ભારતના ભૂતપૂર્વ સન્માનીય રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ.પી.જે કલામ; નેશનલ ઈનોવેશન કાઉન્સીલના ચેરમેન શ્રી સામ પિત્રોડા; યુનેસ્કો-આઈઆઈસીબીએ, પેરીસના ઉપાધ્યક્ષ ડૉ. વિકાસ સંન્યાલ; સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટના સ્થાપક અને ઇન્ડીયા ફ્રેન્ક ર્હોડસના પ્રાધ્યાપક ડૉ. આર. બાલસુબ્રમણ્યમ; મેનેજમેન્ટ ગુરુ જી. નારાયણ વગેરેનાં પ્રવચનો રહેશે.

આ યુવસંમેલનમાં યુવપ્રતિનિધિઓની રજૂઆત, સ્વામી વિવેકાનંદનાં જીવન સંદેશ વિશે દૃશ્યશ્રાવ્ય સાધનો દ્વારા નિદર્શન, શૈક્ષણિક પ્રવાસો અને સ્વામી વિવેકાનંદના આદર્શ પ્રમાણે મૂલ્યલક્ષી કેળવણીના પ્રકલ્પો રજૂ થશે.

આ અંગે વધુ માહિતી માટે ‘શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, સરકીટ હાઉસ સામે, આર.સી.દત્ત રોડ, અલ્કાપુરી, વડોદરા-૩૯૦ ૦૦૭’ એ સરનામે અને ફોન નંબર ૦૨૬૫ – ૨૩૫૧૧૭૫ E-mail : sv150baroda@gmail.com વેબ સાઈટ : www.rkmvadodara.com પર સંપર્ક કરવો.

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.