રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા ૧૭મી જુલાઇના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ૧૩૩ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ૨૬ દર્દીઓની આંખનું ઑપરેશન કરવામાં આવ્યું હતું અને ચશ્માનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય

પંચમહાલ જિલ્લાના નીમચ ગામમાં ગરીબ આદિવાસી ગ્રામજનોના લાભાર્થે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૨ ઊંડા કૂવા ખોદવામાં આવ્યા છે. આ સિવાય આ જ ગામમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે એક અધ્યયન કક્ષ (૪૫ ફૂટ x ૧૨ ફૂટ)નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્‌ઘાટન ૧૧મી જુલાઇના રોજ થયું હતું.

પંચમહાલ જિલ્લામાં રોગ નિદાન શિબિર

પંચમહાલ જિલ્લાના નીમચ ગામમાં તા. ૨૯મી જુલાઇના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા એક રોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાથી ૧૦ ડૉક્ટરો (સ્ત્રી રોગના તેમ જ બાળ-રોગના વિશેષજ્ઞો)એ પોતાની નિઃસ્વાર્થ સેવા દ્વારા સુંદર કામગીરી બજાવી હતી. પ૦૭ ગરીબ આદિવાસી દર્દીઓ આ શિબિરથી લાભાન્વિત થયા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા વિધાર્થીઓને સહાયતા

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તાજેતરમાં ૧૫ શાળા-કૉલેજોનાં ૨૨૫ ગરીબ વિદ્યાર્થી ભાઇ-બહેનોને એક એક યુનિફોર્મ અને ૬-૬ નોટબુકની સહાયતા કરવામાં આવી છે.

એક અનેરો સેવા યજ્ઞ

તા. ૧૮મી ઑગસ્ટના શ્રાવણ પૂર્ણિમાના શુભ દિને રાજકોટના પથિકાશ્રમમાં એક અનેરો સેવાયજ્ઞ યોજાઇ ગયો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અને ભક્તોએ ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને અનુસરીને પથિકાશ્રમના એકસો કુષ્ઠ રોગીઓને પોતાના હાથે પુષ્પમાળા પહેરાવીને સાક્ષાત્ શિવપૂજાનો આનંદ લીધો હતો. તેઓને દરેકને એક વસ્ત્ર, ૩૦ રૂ. રોકડા તેમ જ પાંચ કિલો લોટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. રોગીઓ ભાવવિભોર થઇ કીર્તન કરવા લાગ્યા હતા. તેઓએ સંન્યાસીઓ અને ભક્તોના હાથમાં રાખડી બાંધી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.