આપના માસિક શ્રીરામકૃષ્ણ જ્યોતના માર્ચ – ૯૮ના અંકમાં સ્વામી પવિત્રાનંદ દ્વારા લખાયેલ ‘સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યંગ સાથે એક સાંજ’ એ લેખ ખૂબ જ રસપ્રદ રહ્યો. વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકો પાશ્ચાત્ય ધર્મની નિષ્ફળતાને આટલી સહજ રીતે સ્વીકારી, માનવની શ્રેષ્ઠ ભૂખ એ એક સંગીન આધ્યાત્મિક જીવન છે, એવું વિધાન રજૂ કરે ત્યારે સહેજે આશ્ચર્ય થયા વિના રહે નહીં.
– ભાવિન એચ. દેસાઇ, વડોદરા

♦ રામકૃષ્ણ જ્યોતનાં દરેકે દરેક લખાણમાં જીવનની ઝીણી ઝીણી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. મનુષ્યની ભૂલ ક્યાં છે અને એ ભૂલ ન થાય તે માટે શું કરવું એવી દરેક બાબત એમાંથી મળી જ રહે છે, એમાં કોઇ શંકા નથી. માટે મારી દૃષ્ટિએ જે લેખો આવે છે તે યોગ્ય જ છે.
– જગદીશ સોની, બીલીમોરા

♦ માર્ચ – ૧૯૯૮નો અંક વાંચ્યો. તેમાં આપે કિરણ બેદીનો આર્ટિકલ આપી યુવા પેઢીને જે માર્ગદર્શન કર્યું છે તે ઉત્તમ પ્રકારનું છે. આવું નવું નવું વાંચન પીરસતા રહો તેવી પ્રાર્થના.
– બાલુભાઇ કે. દવે, રાજકોટ

♦ ફેબ્રુઆરી માસના અંકનો ‘એકાગ્રતા અને ધ્યાનનું મનોવિજ્ઞાન’ લેખ ગમ્યો. આવા લેખ અવારનવાર આપતા રહેશો તો ભક્તો માટે બહુ ઉપયોગી થશે.
– ભયુભાઇ મોમાથા પટેલ, મુ. કોડાય (માંડવી)

♦ શ્રીરામકૃષ્ણ જ્યોતનો સભ્ય એકાદ વર્ષથી થયો છું. મને અંકો નિયમિત આવે છે, જેના વાંચનથી મારામાં કંઇક પરિવર્તન આવતું હોય તેવું લાગે છે. તેમાં વિવિધ વિષયો પરનું લેખન વાંચવામાં ખૂબ જ મજા આવે છે ‘વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન’ – ડૉ. કે. આર. નારાયણન એ લેખ ખૂબ જ ગમ્યો.
– રાણા કે. વિસરીયા, ગાંધીધામ – કચ્છ

♦ આપના સામયિક જેવો સુંદર વહીવટ એકેય સામયિકનો જોયો નથી. મારે બાર સામયિક આવે છે. તેના ઉપરથી તારણ કાઢેલ છે.
– ધર્મેશ એન. કલ્યાણી, જસદણ

♦ ૨૧મી સદીમાં ખરેખર ‘રામકૃષ્ણ જ્યોત’ જેવા સામયિકની આજના યુવાનોને ખાસ જરૂર છે, કારણ કે યુવાન માંદો છે માટે આની જરૂર છે. યુવાનને સારું માર્ગદર્શન અત્યારે મળતું નથી એટલે બીમારી વધી.
– જગદીશ પી, ખુંટી, બરખલા, પોરબંદર

♦ મુઝે યહ બતાતે હુએ પ્રસન્નતા હો રહી હૈ કિ મુઝે અપને પુત્ર પરિવેશ પરિહાર જો સાત વર્ષ કા હૈ વ જિસને અપને દાદાજી સે પત્રિકા પઢના સીખા વ નિયમિત સભી અંક પઢતા હૈ વ મુઝે સુનાતા હૈ તથા મુઝસે ભી પઢને કી જીદ કર મુઝે પઢાતે રહેને સે અબ મુઝે ભી યહ પત્રિકા બહુત હી શિક્ષાપ્રદ જ્ઞાન વ પ્રેરણા દેતી આ રહી હૈ. અબ મૈં ભી ઇસે પઢ વ સમઝ લેતી હૂઁ. ઇસકી ભાષા બહુત હી સરલ સહજ વ જ્ઞાનવર્ધક હૈ. મુઝે કિસી પ્રકાર કી કઠિનાઈ નહીં આતી હૈ. મૈં પરિવેશ કે સ્નેહ વ જીદ કી વજહ સે આપકી પત્રિકા કે માધ્યમ સે શ્રીરામકૃષ્ણ, માઁ શારદાજી વ શ્રી વિવેકાનંદજી કે અથાહ સાગર રુપી રત્નોં સે પરિચિત હુઈ હૂઁ. દિનોદિન મુઝે ઉનસે પ્રેરણા મિલતી રહતી હૈ વ અબ હિન્દી મેં ભી અન્ય સાહિત્ય પઢના શુરુ કર દિયા હૈ. મુઝે જીવન મેં એક નઇ દિશા મિલી હૈ ।
નીતિ પરિહાર, મહિદપુર (મધ્‍ય પ્રદેશ)

♦ આપનો દીવાળીનો દળદાર અંક વાંચી મારું ખિન્ન મન ખૂબ જ પ્રસન્ન થયેલ છે. વારંવાર વાંચવાની પ્રેરણા થાય છે. આટલી નજીવી કિંમતમાં ગુજરાતી ભાષામાં આવું શિષ્ટ અને ધાર્મિક વાંચન મળવું દુર્લભ છે. આ કળિયુગના કાળમાં બધે જ જ્યારે કલુષિત વાતાવરણ ફેલાઇ રહ્યું છે ત્યારે આવા નિર્મળ નીર સમું સાત્ત્વિક વાંચન બીજે ક્યાંય મળશે નહિ.
– કિરણ રાવલ, ભુજ

♦ જીવનમાં જ્યારે મૂલ્યોનો હ્રાસ થતો જોવા મળે છે ત્યારે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકો અંધકારમાં પ્રકાશ ફેલાવવાનું અમૂલ્ય કાર્ય કરી રહ્યા છે. લોકોને હવે આધ્યાત્મિક જ્ઞાન તરફ વળવું પડશે. સમાજમાં અસહ્ય કોલાહલ વચ્ચે માણસ શાંતિ ઝંખી રહ્યો છે અને એ કામની જવાબદારી ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ’ સફળતાપૂર્વક નિભાવી રહ્યું છે તે આનંદની વાત છે.
– મહેશ એચ. ઠક્કર, મુંદ્રા, કચ્છ

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સામયિક આપના તરફથી છેલ્લા ૩ માસથી નિયમિત મળે છે. આપની આ સદ્ભાવના બદલ આભારી છું. મારી સતત વ્યસ્તતા વચ્ચે પણ ‘અંક’ હાથમાં આવ્યે તુરત જ એક જ સિટીંગમાં જોઇ જાઉં છું. મનન સભર લેખો તેમજ ઊડીને આંખે વળગે તેવા લે આઉટ સાથેનું પ્રિન્ટિંગ ખૂબ જ મનભાવન બન્યા છે. અભિનંદન, અંતરના માંડવેથી.
– સુરેશ કોઠારી, પોરબંદર
(ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ, જૈન ફૅડરેશન)

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.