हे सर्वात्मक हे यग त्त्रयगुरो हे रामकृष्ण प्रभो
हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ ।
शुद्धप्रेमधनस्य योगजलधे-धर्मात्मनो ब्रह्मणो
मूढोऽहं मनुजाकृतेस्तव कथंकारं ब्रुवे वैभवम् ||३८||

હે સર્વાત્મક! હે જગ-ત્રયગુરો! હે રામકૃષ્ણ! પ્રભો!
હે ચન્દ્રાત્મજ! હે ગદાધર! વિભો! હે શારદાવલ્લભ!
શુદ્ધપ્રેમધની સુધર્મમય છો, યોગો તણા સાગર,
તો યે આપ મનુષ્ય રૂપ ધરતા, હું શેં વખાણું કહો.

त्वन्नर्मालपितं विवेचनवतां वेदान्तवाक्यायते
त्वत्पादाब्ज-नखस्तमोगुणजुषां सन्मार्गदीपायते ।
त्वद्व्यालोककला प्रतप्तमनसां गंगाभिषेकायते
त्वल्लीलाहसित पिपासितद्दशां पीयूषपानायते ।। ३९ ।।

હાસ્યાલાપ થયાં શ્રુતિપ્રવચનો, વિદ્વાન માટે તવ,
ને દીપો સમ પાદ-અબ્જ-નખ છે, આ તામસી લોકને;
ગંગાસ્નાન સમી સુદૃષ્ટિ તવ છે, સંતપ્ત માટે વળી,
ને લીલાયુત હાસ્ય આ તવ અહા! પ્યાસા જનોની સુધા!

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૩૮-૩૯)

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.