ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता । मनो मे वाचि प्रतिष्ठितम् ।
आविरावीर्म एधि । वेदस्य म आणीस्थः । श्रुतं मे मा प्रहासीः ।
अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि । ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि । तन्मामवतु ।
तद्वक्तारमवतु । अवतु माम् । अवतु वक्तारम् । अवतु वक्तारम् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
(ऋग्वेदीय शान्तिवचनम्)

મારી વાણી મનમાં પ્રતિષ્ઠિત થાઓ એટલે કે મનમાં ધારેલું જ વાણીમાં વ્યક્ત થાઓ; મારું મન વાણીમાં પ્રતિષ્ઠિત થાઓ અર્થાત્ બ્રહ્મવિદ્યા દર્શાવતી વાણીમાં જ મારું મન પ્રતિષ્ઠિત થાઓ; હે સ્વપ્રકાશ બ્રહ્મ, મારી સમક્ષ પ્રકાશિત થાઓ; હે વાણી અને મન, મારી સમક્ષ વેદના અર્થને લાવવા માટે સમર્થ થાઓ; મેં સાંભળેલો વેદાર્થ મારો પરિત્યાગ ન કરે. આ શાસ્ત્રાધ્યયનથી રાતદિવસ હું પરિશીલન કરીશ; માનસિક સત્ય બોલીશ – સત્યવાણી બોલીશ; તે – બ્રહ્મ મારું રક્ષણ કરો, તે – બ્રહ્મ આચાર્યનું રક્ષણ કરો; મારું રક્ષણ કરો, આચાર્યનું રક્ષણ કરો; આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક આમ ત્રિવિધ શાંતિ થાઓ.

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.