શ્રીમદ્ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય હતા. એમના પુસ્તક “The Message of Eternal Wisdom ‘માંથી ‘Path to Perfection’ નામના લેખનો પ્રૉ. નલિન ઈ. છાયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

આપણી નાનામાં નાની પ્રવૃત્તિ પાછળ કોઈને કોઈ ઇચ્છાની પૂર્વધારણા સમાયેલી હોય છે, અને આ સભાન પ્રવૃત્તિ જીવનના નામે ઓળખાય છે. ક્રિયા જ્યારે સભાન હોય છે. ત્યારે આપણે તેને જીવન કહીએ છીએ; પણ જ્યારે તે કોઈ મોટાં યંત્ર કે એન્જિનની ક્રિયાની જેમ અભાનપણે થયા કરતી હોય છે, ત્યારે આપણે તેને જીવન તરીકે લેખતા નથી. ક્રિયાને જ્યારે પોતે સભાન રીતે થાય છે તેવો ખ્યાલ હોય, ત્યારે તે જીવન બને છે. વળી દરેક પ્રવૃત્તિ કોઈ ઇચ્છા દ્વારા સક્રિય બને છે. મને સક્રિય કોણે કર્યો? કંઈક પામવાની ઇચ્છાએ, તમે બધા અહીં શા માટે આવ્યા છો? કારણ કે તમે એમ માનો છો કે તમને કંઈક જ્ઞાન કે માર્ગદર્શન મળશે. કંઈક મેળવવાની કે પ્રાપ્ત કરવાની આશા વગર આપણે એકપણ પગલું આગળ ભરતા હોતા નથી. બધી પ્રવૃત્તિના મૂળમાં અજંપો રહેલો હોય છે, અને અજંપો ઇચ્છામાંથી ઉદ્‌ભવે છે. જ્યાં સુધી તમારી અંદર આ અજંપો છે, ત્યાં સુધી તમારે પ્રવૃત્ત રહેવું જ પડશે અને તમે તમારી ઇચ્છાની પૂર્તિ માટે ક્રિયાશીલ રહેશો.

પણ માણસને ખરેખર કોઈ ઇચ્છા હોય છે ખરી? શ્રીકૃષ્ણ જેવા પૂર્ણ પુરુષોત્તમ કે ઈસુ ખ્રિસ્ત કે બુદ્ધ જેવા દૈવી અવતારી પુરુષો આ અંગે કંઈક વિપરિત સમજણ આપે છે. માણસની તેઓની વ્યાખ્યા અદ્‌ભૂત છે. તેઓ જણાવે છે કે માણસ અજન્મા, અમર, ઇચ્છામુક્ત, ચિદાનંદી, સ્વજીવક અને સ્વપ્રકાશિત છે. શિવજીના ત્રિશૂળમાં પણ તેનો નાશ કરવાની શક્તિ નથી, તેના અંતરંગ સ્વભાવ દ્વારા જ તે શાશ્વત અને અવિનાશી છે. પણ માણસની આજ જો વ્યાખ્યા હોય, તો હું શું છું? મને બધા માણસ જ કહે છે. પણ હું તો માત્ર સાડાત્રણ હાથ લાંબો છું; હું તો જન્મું છું, મરું છું. મારે તો ઘણી બધી ઇચ્છાઓ છે. ગરીબમાં ગરીબ મજૂરથી માંડીને તે ઠેઠ મહાનમાં મહાન શહેનશાહ સુધી તમે એક પણ એવો માણસ મને બતાવી શકશો, જે ઇચ્છાઓથી ભરપૂર ન હોય? ખરેખર માણસ ઇચ્છાઓનું બનેલું જ પ્રાણી છે. ગર્ભની બહાર આવતાંની સાથે નવજાત શિશુ રડે છે. શા માટે? કારણ કે તેને પણ ઇચ્છા હોય છે. માણસ ઇચ્છા વચ્ચે જ જન્મે છે, ઇચ્છા વચ્ચે જ જીવે છે અને ઇચ્છા વચ્ચે જ મૃત્યુ પામે છે. તેનું અસ્તિત્વ જ ઇચ્છામાંથી ઉદ્‌ભવ્યું છે, ઇચ્છામાં જ એ જીવે છે અને ઇચ્છા દ્વારા જ તે મરે છે.

તો પછી આ માણસ અને પેલો માણસ જેની અજન્મા, અમર્ત્ય, ચિદાનંદી અને એવી એવી વ્યાખ્યા આપી છે, એ બેની વચ્ચે શો સંબંધ છે? આ બન્ને એક બીજાના બરોબરીયા કઈ રીતે હોઈ શકે? આમાંનો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલો હોઈ શકે? એક બધા પ્રકારની ઇચ્છા, ભય, જન્મ અને મૃત્યુથી ૫૨ છે જ્યારે બીજો એવો માણસ છે, જે બધા પ્રકારના ભય અને ઇચ્છાઓથી ગ્રસ્ત હોય, જેનો જન્મ હોય અને જેનું મૃત્યુ નિશ્ચિત હોય. દેખીતી રીતે બે વિરોધી ધ્રુવો ઉપર અસ્તિત્વ ધરવતા આવા બે માણસો વચ્ચે કોઈપણ પ્રકારનો સંબંધ કઈ રીતે હોય શકે? આમ છતાં આ સંબંધ છે. જન્મ, મૃત્યુ, સિમિતતા અને સમયના બંધનવાળો આ જ માણસ તેના સ્વાભાવિક અસીમ અસ્તિત્વ તરફ અંગુલીનિર્દેશ કરે છે. માણસ હંમેશાં અજંપો અનુભવતો હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હોય છે. શા માટે? કારણ કે તેને ક્યારેપ સંતોષ થતો નથી. કોઈપણ વસ્તુ તેને કાયમી સંતોષ આપી શકતી નથી અને પોતાના સીમિત પર્યાવરણ પ્રત્યેનો તેનો અસંતોષ દર્શાવે છે કે સીમિતતા તેની સ્વાભાવિક પરિસ્થિતિ નથી. તેની અનંત ઇચ્છા અને વધુને વધુ પામવાની તેની કાયમી અતૃપ્ત ભૂખ સિદ્ધ કરે છે કે સ્વભાવગત રીતે માણસ અસીમ છે. અને એટલે જ તે કોઈપણ પ્રકારની સમયબદ્ધતાથી અસંતૃષ્ટ રહે છે.

કોઈપણ માણસ પાસે જાઓ અને તમે જાણી શકશો કે તે પોતાની સીમિતતાથી અસંતૃષ્ટ છે. તમારા માંહેનો એક પણ માણસ ખરેખર સંતુષ્ટ નહીં હોય. કદાચ તમે એમ જણાવો કે તમે તમારા સો રૂપિયાથી સંતુષ્ટ છો, તો એ માત્ર તમારી આળસ દર્શાવે છે. સંતોષને ક્યારેય પણ આળસુપણા સાથે ન ભેળવતા. માત્ર નચિકેતા જેવા લોકો જ સાચો સંતોષ શો છે તે આપણને બતાવી શકે. યમરાજાએ તેને સંપિત્ત, આપ્યું સામ્રાજ્ય અને સ્વરૂપવાન સ્ત્રીઓ ભેટ ધરી, પણ નચિકેતાને ખ્યાલ હતો કે માત્ર સત્ય જ તેને સંતોષ આપી શકે તેમ હતું. તેને બીજી કોઈ વસ્તુની ઇચ્છા ન હતી, પણ કોઈ માણા તમને ૧૦૦ રૂપિયા ને બદલે ૨૦૦ રૂપિયા ધરે તો તમે એને સ્વીકારો કે નહીં? આ વસ્તુ જ સૂચવે છે કે તમે ખરેખર તમારી પાસે જે કંઈ છે તેનાથી સંતુષ્ટ નથી. તમે જો તમારી જાતમાં ઊંડા ઉતરશો તો જણાશે કે તમારી મહત્ત્વાકાંક્ષાઓનો કોઈ અંત જ નથી. આ મહત્ત્વાકાંક્ષાઓનો અંત ક્યારે આવે? માત્ર ત્યારે જ જ્યારે તમે એમ કહી શકો કે ‘હું સર્વનો સ્વામી છું. સમગ્ર વિશ્વ મારી સંપત્તિ છે. મારે કોઈ ઇચ્છા નથી. હું મૃત્યુને પણ અતિક્રમી ગયો છું. હું કોઈના પ્રત્યે જવાબદાર નથી.’ જ્યાં સુધી આમ નહીં થાય ત્યાં સુધી તમારી મહત્ત્વકાંક્ષાઓ તમારો પીછો નહીં છોડે. તમારે મર્યાદાઓથી પર થવું છે, પણ તમે જ્યાં સુધી એમ નહીં કઈ શકો કે હું અસીમ, અમર અને અમર્ત્ય છું, ત્યાં સુધી તમને ચેન નહીં મળે.

આને જ લોકો મુક્તિ કે મોક્ષ કહે છે. એટલે આ નાનો માણસ પેલા મહાન અસીમિત માણસથી તદ્દન વિપરિત ધ્રુવ ઉપર હોવા છતાં પોતે જ્યાં સુધી અનંતતા ન પામે ત્યાં સુધી જંપી શકશે નહીં. આ હકીકત દર્શાવે છે કે માણસનો મૂળ સ્વભાવ શો છે. તમે કોઈ માછલી લ્યો અને શારજહાંના મયુરાસન ઉપર મુકો અને તેને પ્રણામ કરો કે પૂજા કરો તો તે માછલી આનંદ પામશે? ના, તે તો ઉલટાનું એમ કહેશે કે ‘કહીં નહીં તો તમે મને ગંદા પાણીના ખાબોચીયામાં નાખી દો, પણ મને પાણીની બહાર ન રાખો.’ પાણી જ માછલીના જીવનનું કુદરતી તત્ત્વ છે. એ જ રીતે તમે સૌ પણ તમારા ગુમાવેલા સ્વભાવને લીધે જ અજંપો અનુભવો છો.

એવો એક માણસ નહીં હોય જે અજંપો ન અનુભવતો હોય. અને આ અજંપો શેના માટે? પોતે ગુમાવેલ પોતાના અસીમ સ્વભાવ માટે. આ રીતનો અજંપો અનુભવનાર માણસ ખરેખર ધન્ય છે અને જે માણસ પોતાની વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ હોય તે ખરેખર દુઃખી છે. સંતુષ્ટ માણસ સાચા અર્થમાં માણસ જ નથી; ખરા અર્થમાં તો એ વિશેષ કંઈ જ નથી, કોઈ હાથીને તમે જિંદગીભર બાંધેલો રાખો અને તેને તમે થોડોક ખોરાક આપો તો એનો કોઈ વિરોધ તેને નહીં હોય. આ જાતના સંતુષ્ટ માણસો આવા પ્રાણીઓ કરતાં જરા પણ ચડિયાતા હોતા નથી. ‘આહાર, નિદ્રા, ભય અને મૈથુન – આ બધું નીચી કક્ષાના પ્રાણીઓમાં પણ સામાન્ય હોય છે.’ અને જો આ બધાં પ્રાણી કરતાં કંઈક ઉચ્ચ અને કંઈક વધુ સારું કરવાનું આપણને ધ્યેય ન હોય તો આપણે તેમના કરતાં આપણી જાતને કઈ રીતે જુદી પાડી શકીએ?

જ્યાં જ્યાં અસંતોષ હોય ત્યાં મહાનતાનો જીવ સળવળે છે એવું તમારે ધારી જ લેવું. કોઈપણ મહાપુરુષની જીવનકથા વાંચો, તે લોકો સતત વધુને વધુ પ્રાપ્ત કરવા માટે કેટલા ક્રિયાશીલ હતા અને કેવો અજંપો અનુભવતા તેનો તમને ખ્યાલ આવશે. અને પેલા મહત્ત્વકાંક્ષા વગરના આરામપ્રિય માણસો તો મજૂરો જ થવા નિર્મિત થયા હોય છે. આવા માણસો આખો દિવસ ઘાણી ફરતા ફર્યા કરનાર અને ચીલો ક્યારે પણ ન છોડનાર બળદો જેવા જ હોય છે, તેઓ જ્યારે શાળામાં ભણતા હોય ત્યારે અભ્યાસ વખતે ધ્યાન આપતા હોતા નથી. અને વર્ગની સાવ નીચી કક્ષાએ હોવા છતાં એકદમ સંતોષ પામતા હોય છે. પણ એમની સાથે બીજા કેટલાક ભણવાની મહત્ત્વકાંક્ષાવાળા અને તે અંગેનો અજંપો અનુભવનારા કેટલાક વિદ્યાર્થીઓ હોય છે, જે આગળ ઉપર ઉચ્ચ અમલદારો કે મહત્ત્વના નાગરિકો બન્યા હોય. બધા મહાપુરુષોના જીવનનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે તેમના અજંપાને લીધે જ તેઓ મહાન બન્યા છે. એટલે જ ક્રિયાશીલતા ક્યારેય પણ છોડશો નહીં.

નાની કે થોડી વસ્તુથી ક્યારેય પણ સંતોષ રાખવો નહીં. તમે કાલાતીત છો, સર્વસંપૂર્ણ છો અને જ્યાં સુધી તમે તમારા અસીમ સ્વભાવને પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમારે મંડ્યા રહેવું જોઈએ. બૌદ્ધિક રીતે તમે મર્યાદિત છો એવું રખે માનતા. તમારામાં સોક્રેટીસનું મગજ છે અને ન્યુટનની બુદ્ધિ છે. ફક્ત એટલું જ કે તમે તેના ઉપર થણીબધી ધૂળ અને કચરો જામવા દીધાં છે. આ ધૂળને ખંખેરી નાખો. તમારી મહત્ત્વાકાંક્ષાને જાગૃત કરી, ક્રિયાશીલતાને ઉત્તેજિત કરો અને અનુભવો કે બધી શક્તિ તમારામાં સુષુપ્ત રીતે પડેલી જ છે. તમે મર્યાદિત નથી. વાસ્તવમાં તમે ભૂતકાળના સૌથી મહાન ઋષિઓ જેટલા જ અમર્યાદિત છો. તેમની અને ઈશ્વરની વચ્ચે સમય અને સ્થળનાં પરિમાણો ક્યારેય પણ વિક્ષેપ ઉભો કરી શકતાં નહીં.

આપણાં શાસ્ત્રો આપણને શીખવે છે કે કોઈપણ માણસને પાપી કહેવો એ સૌથી મોટામાં મોટું પાપ છે. જે ક્ષણે તમે તમારી જાતને પાપી કે નિર્બળ માનવા લાગો તે ક્ષણથી તમે તમારા કાળાતીત સ્વભાવને ભૂલી જાઓ છો. અને તમારી જાતને માત્ર શરીર અને મન તરીકે જ ઓળખવા લાગો છો. પોતાની જાતને માત્ર શરીર અને મન દ્વારા ઓળખવાની આ તે આપણને બતાવી શકે. યમરાજાએ તેને સંપત્તિ, આખું સામ્રાજ્ય અને સ્વરૂપવાન સ્ત્રીઓ ભેટ ધરી, પણ નચિકેતાને ખ્યાલ હતો કે માત્ર સત્ય જ તેને સંતોષ આપી શકે તેમ હતું. તેને બીજી કોઈ વસ્તુની ઇચ્છા ન હતી. પણ કોઈ માણસ તમને ૧૦૦ રૂપિયા ને બદલે ૨૦૦ રૂપિયા ધરે તો તમે એને સ્વીકારો કે નહીં? આ વસ્તુ જ સૂચવે છે કે તમે ખરેખર તમારી પાસે જે કંઈ છે તેનાથી સંતુષ્ટ નથી, તમે જો તમારી જાતમાં ઊંડા ઉતરશો તો જણાશે કે તમારી મહત્ત્વાકાંક્ષાઓનો -કોઈ અંત જ નથી. આ મહત્ત્વાકાંક્ષાઓનો અંત ક્યારે આવે? માત્ર ત્યારે જ જ્યારે તમે એમ કહી શકો કે ‘હું સર્વનો સ્વામી છું. સમગ્ર વિશ્વ મારી સંપત્તિ છે. મારે કોઈ ઇચ્છા નથી. હું મૃત્યુને પણ અતિક્રમી ગયો છું. હું કોઈના પ્રત્યે જવાબદાર નથી.’ જ્યાં સુધી આમ નહીં થાય ત્યાં સુધી તમારી મહત્ત્વકાંક્ષાઓ તમારી પીછો નહીં છોડે. તમારે મર્યાદાઓથી પર થવું છે, પણ તમે જ્યાં સુધી એમ નહીં. કઈ શકો કે હું અસીમ, અમર અને અમર્ત્ય છું, ત્યાં સુધી તમને ચેન નહીં મળે.

આને જ લોકો મુક્તિ કે મોક્ષ કહે છે. એટલે આ નાનો માગ઼સ પેલા મહાન અસીમિત માણસથી તદ્દન વિપરિત ધ્રુવ ઉપર હોવા છતાં પોતે જ્યાં સુધી અનંતતા ન પામે ત્યાં સુધી જંપી શકશે નહીં. આ હકીકત દર્શાવે છે કે માણસનો મૂળ સ્વભાવ શો છે. તમે કોઈ માછલી લ્યો અને શારજહાંના મયુરાસન ઉપર મુકો અને તેને પ્રણામ કરો કે પૂજા કરો તો તે માછલી આનંદ પામશે? ના, તે તો ઉલટાનુ એમ કહેશે કે કહીં નહીં તો તમે મને ગંદા પાણીના ખાબોચીયામાં નાખી દો, પણ મને પાણીની બહાર ન રાખો.’ પાણી જ માછલીના જીવનનું કુદરતી તત્ત્વ છે. એ જ રીતે તમે સૌં પણ તમારા ગુમાવેલા સ્વભાવને લીધે જ અજંપો અનુભવો છો.

એવો એક માણસ નહીં હોય જે અજંપો ન અનુભવતો હોય. અને આ અજંપો શેના માટે? પોતે ગુમાવેલ પોતાના અસીમ સ્વભાવ માટે. આ રીતનો અજંપો અનુભવનાર માણસ ખરેખર ધન્ય છે અને જે માણસ પોતાની વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ હોયતે ખરેખર દુઃખી છે. સંતુષ્ટ માણસ સાચા અર્થમાં માણસ જ નથી; ખરા અર્થમાં તો એ વિશેષ કંઈ જ નથી. કોઈ હાથીને તમે જિંદગીભર બાંધેલો રાખો અને તેને તમે થોડોક ખોરાક આપો તો એનો કોઈ વિરોધ તેને નહીં હોય. આ જાતના સંતુષ્ટ માણસો આવા પ્રાણીઓ કરતાં જરા પણ ચડિયાતા હોતા નથી. ‘આહાર, નિદ્રા, ભય અને મૈથુન – આ બધું નીચી કક્ષાના પ્રાણીઓમાં પણ સામાન્ય હોય છે.’ અને જો આ બધાં પ્રાણી કરતાં કંઈક ઉચ્ચ અને કંઈક વધુ સારું કરવાનું આપણને ધ્યેય ન હોય તો આપણે તેમના કરતાં આપણી જાતને કઈ રીતે જુદી પાડી શકીએ?

જ્યાં જ્યાં અસંતોષ હોય ત્યાં મહાનતાનો જીવ સળવળે છે એવું તમારે ધારી જ લેવું. કોઈપણ મહાપુરુષની જીવનકથા વાંચો, તે લોકો સતત વધુને વધુ પ્રાપ્ત કરવા માટે કેટલા ક્રિયાશીલ હતા અને કેવો અજંપો અનુભવતા તેનો તમને ખ્યાલ આવશે. અને પેલા મહત્ત્વકાંક્ષા વગરના આરામપ્રિય માણસો તો મજૂરો જ થવા નિર્મિત થયા હોય છે. આવા માણસોં આખો દિવસ ઘાણી કરતા ફર્યા કરનાર અને ચીલો ક્યારે પણ ન છોડનાર બળદો જેવા જ હોય છે. તેઓ જ્યારે શાળામાં ભણતા હોય ત્યારે અભ્યાસ વખતે ધ્યાન આપતા હોતા નથી. અને વર્ગની સાવ નીચી કક્ષાએ હોવા છતાં એકદમ સંતોષ પામતા હોય છે. પણ એમની સાથે બીજા કેટલાક ભણવાની મહત્ત્વકાંક્ષાવાળા અને તે અંગેનો અજંપો અનુભવનારા કેટલાક વિદ્યાર્થીઓ હોય છે, જે આગળ ઉપર ઉચ્ચ અમલદારો કે મહત્ત્વના નાગરિકો બન્યા હોય. બધા મહાપુરુષોના જીવનનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે તેમના અજંપાને લીધે જ તેઓ મહાન બન્યા છે. એટલે જ ક્રિયાશીલતા ક્યારેય પણ છોડશો નહીં.

નાની કે થોડી વસ્તુથી ક્યારેય પણ સંતોષ રાખવો નહીં. તમે કાલાતીત છો, સર્વસંપૂર્ણ છો અને જ્યાં સુધી તમે તમારા અસીમ સ્વભાવને પ્રાપ્ત ન કરી ત્યાં સુધી તમારે મંડ્યા રહેવું જોઈએ, બૌદ્ધિક રીતે તમે મર્યાદિત છો એવું રખે માનતા. તમારામાં સોક્રેટીસનું મગજ છે અને ન્યુટનની બુદ્ધિ છે. ફક્ત એટલું જ કે તમે તેના ઉ૫૨ ઘણીબધી ધૂળ અને કચરો જામવા દીધાં છે. આ ધૂળને ખંખેરી નાખો. તમારી મહત્ત્વાકાંક્ષાને જાગૃત કરો, ક્રિયાશીલતાને ઉત્તેજિત કરો અને અનુભવો કે બધી શક્તિ તમારામાં સુષુપ્ત રીતે પડેલી જ છે. તમે મર્યાદિત નથી. વાસ્તવમાં તમે ભૂતકાળના સૌથી મહાન ઋષિઓ જેટલા જ અમર્યાદિત છો. તેમની અને ઈશ્વરની વચ્ચે સમય અને સ્થળનાં પરિમાણો ક્યારેય પણ વિક્ષેપ ઉભો કરી શકતાં નહીં.

આપણાં શાસ્ત્રો આપણને શીખવે છે કે કોઈપણ માણસને પાપી કહેવો એ સૌથી મોટામાં મોટું પાપ છે, જે ક્ષણે તમે તમારી જાતને પાપી કે નિર્બળ માનવા લાગો તે ક્ષણથી તમે તમારા કાળાતીત સ્વભાવને ભૂલી જાઓ છો. અને તમારી જાતને માત્ર શરીર અને મન તરીકે જ ઓળખવા લાગો છો. પોતાની જાતને માત્ર શરીર અને મન દ્વારા ઓળખવાની આ નિર્બળતા જ તમારૉ બધી જ દુઃખોનું ઉદ્‌ગમસ્થાન બને છે. તમારે તમારા મૂળ કાલાતિત સ્વભાવને પ્રાપ્ત કરવો હોય તો કાલબદ્ધ સ્વભાવને હડસેલી દેવો પડશે. શરીર અને મનને ભૂલી જાઓ. શરીર અને મન સાથે તમારી મૂળ જાતને ઓળખાવવાનું મૂકી દ્યો. ખરેખર તમે સતત આમ જ કર્યા કરતા હોવ છો. તમે હંમેશાં એવું વિચાર્યા કરો છો કે ‘હું લાંબો છું કે ટૂંકો છું. હું કાળો છું કે ગોરો છું, હું દૂબળો છું કે જાડો છું?’ માત્ર અરીસા સામે તમે ઉભા હો ત્યારે જ તમે આવું વિચારતા હો છો. તંદુરસ્તીની વ્યાખ્યા કઈ? માણસને જ્યારે યાદ પણ ન આવે કે તેને એક શરીર છે ત્યારે એ માણસ સંપૂર્ણપણે તંદુરસ્ત હોય છે. તમને જ્યારે માથું દુઃખે છે ત્યારે જ તમને એક માથું છે એવું યાદ આવે છે; પગમાં જ્યારે પીડા થાય ત્યારે જ તમને પગનો વિચાર આવે છે. તમે પોતે આત્મા જ છો.

તમે પોતે જ જીવન છો, ભલે તમારું શરીર તમારી ઉપર સ્વાર થઈને બેઠું હોય તો પણ તમે તેને ભૂલી જઈ શકો છો. તેમ કરતાં તે તમને રોકી શકતું નથી. તમે જ્યારે કોઈ સુંદર દૃશ્ય કે આલ્હાદક સંગીત માણતા હો ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો. એનો અર્થ એ થયો કે થોડાક સમય પૂરતું તમે શરીરને અતિક્રમી ગયા છો. આ જ તો તમારો મૂળ સ્વભાવ છે અને એટલે જ તમે આનંદ પામો છો. તમે જ્યારે શાંત, સહજ વિચારમાં ડૂબી ગયા હો ત્યારે તમે શરીરને યાદ કરતા નથી. ઉલટાનું આ પરિસ્થિતિમાં વિક્ષેપ પાડે તેવું કંઈક ઓચિંતુ બને તો તમને દુઃખ થાય છે.

આનંદની ક્ષણોમાં વિચાર શમી જાય છે. તમે વિચારતા હો છો, જ્યારે તમને શરીર અંગેની કોઈ સભાનતા હોતી નથી, ત્યારે તમે ક્યાં ગયા હો છો? તમે તમારા શરીર અને મનની બહાર ગયા હો છો, તે આનંદની ક્ષણો હોય છે. આનંદ તમારો મૂળ સ્વભાવ છે, એટલે તો તમને આનંદ ગમે છે. માણસ હંમેશાં સુખ મેળવવા અજંપો અનુભવે છે; તે અજંપો એટલે પણ અનુભવે છે, કારણ કે કંઈક દુઃખ તેને ડંખતું હોય છે. માણસ સતત આનંદની શોધમાં હોય છે; અને તેના ગુમાવેલા આનંદ પાછળ તે એક ગામડેથી બીજે ગામડે, આ ગામથી પેલે ગામ, આ દેશથી પેલે દેશ ભટક્યા કરે છે. આનંદ પાછળની આ શોધ ઈશ્વરના શોધ જેવી જ છે, કારણ કે ઈશ્વર અને આનંદ એક જ છે. તે એકબીજાના પર્યાય છે. એટલે જ એમ કહેવાય છે કે ‘મૂર્ખ કહે છે કે તેના હૃદયમાં ભગવાન નથી.’ ઈશ્વરમાંથી જ બધું સુખ પ્રગટે છે અને જે કોઈ સુખને શોધે છે, તે ઈશ્વરને શોધે છે.

આપણી ઈશ્વરની વ્યાખ્યા જ આનંદ છે. એવો કોઈ નાસ્તિક નહીં હોય, જેને સુખની ઇચ્છા ન હોય, અને આ સુખ એ જ ઈશ્વર છે, આનંદમાંથી જ સંપૂર્ણ સર્જન થયું છે, આનંદમાં જ તેનું અસ્તિત્વ છે અને આનંદમાં જ તેનો લય છે. ઈશ્વરમાંથી જ આપણે સૌ અને આખું વિશ્વ પેદા થયાં છીએ, ઈશ્વરમાં આપણું પાલન થાય છે અને ઈશ્વરમાં જ આપણે સૌ એ ભળવાનું છે. એટલે જ ઈશ્વર અને આનંદ એકબીજાના પર્યાય છે. એટલે જ કોઈપણ માણસ એમ ન કહી શકે કે નાસ્તિક છું.’ કારણ કે દરેક માણસ સુખમાં માને છે અને સુખ એ જ ઈશ્વર છે. ખરેખર, દરેક માણસ સુખની પાછળ પડી હોય છે, અને તમારે કેવું સુખ જોઈએ છીએ? એવું સુખ જેમાં કોઈ વિક્ષેપ ન હોય. તમે કદાચ ક્ષણિક શારીરિક સુખ ભોગવી કારણ કે એ તમને થોડો શારીરિક આનંદ આપતું હોય, પણ તમારો આદર્શ તો એવા સુખનો છે, જેનો ક્યારેય અંત નથી.

જે સુખ અવિક્ષિપ્ત છે, તેને ઈશ્વરનું નામ અપાયું છે, જે સુખ વિક્ષિપ્ત છે તેને ઈન્દ્રિયસુખ કહેવાય છે. ક્ષણિક આનંદ આપનાર મર્યાદિત સુખ મેળવીને તમને કદાચ થોડા સમય પૂરતો સંતોષ થાય, પણ તમારું લક્ષ્ય અવિક્ષિપ્ત, સનાતન આનંદનું છે અને તે તમારે પ્રાપ્ત કરવું જ જોઈએ. ઝડપથી ભોજન પતાવીને, ઓફિસે ધસી જઈને આખો દિવસ કામ કરનારો માણસ ખરેખર તો સુખની શોધમાં લાગ્યો હોય છે અને તે એમ માને છે કે પૈસા કમાઈને તેને આ સુખ મળશે, જ્યારે કોઈ ખૂણે બેસીને, આસપાસનાં પર્યાવરણને ભૂલી જઈને, મનની સંપૂર્ણ એકાગ્રતા દ્વારા પોતાની જાતમાં કે ઈશ્વરની શોધ કરનારો માણસ પણ આ જ કામ કરે છે.

હવે આ બે પ્રક્રિયાને તપાસીએ. એક માણસ ખરેખર પૈસા પાછળ પડ્યો છે, કારણ કે તેના દ્વારા તેને માટે અને તેના પરિવાર માટે ખોરાક, સુવિધાઓ અને ભૌતિક સુખ મળી શકે તેમ છે. તે પૈસા રળીને સત્તા કે શક્તિ મેળવવા સક્રિય છે, કારણ કે તે એવું માને છે કે તેની પાસે જો શક્તિ હશે તો તેને જે કંઈ જોતું હશે, તે આપવાની તે નિયતિ ને ફરજ પાડી શકશે. પણ આ પદ્ધતિ બહુ જ અસુરક્ષિત છે. કદાચ પૈસો મળે, પણ તે માણસ ખાધેલો ખોરાક ન પચાવી શકે, કે આનુસંગિક સુવિધાઓ ન મ્હાણી શકે એવું બને. કલકત્તાના એક લખપતિને હું ઓળખતો હતો, જે માત્ર જવનું પાણી જ લઈ શકતો હતો અને આમ આનંદ મેળવવાની કક્ષાએ તે પોતાના સૌથી નાના નોકર જેટલો પણ સુખી નહોતો. તો માણસ પાસે સંપત્તિ હોય તેને તે કેટલો સમય ભોગવી શકે? માત્ર તેનું શરીર કે ત્યાં સુધી, આપણે બધા જાણીએ છીએ કે આ જગતમાં જીવન જેવું અનિશ્ચિત બીજું કંઈ નથી, પારણામાં ઝૂલતું બાળક, યુવાન કે વૃદ્ધ, ગરીબ કે તવંગર એ કોઈને મૃત્યુ ગમે તે ક્ષણે આવી શકે. આમ છતાં આપણે આપણી જાતને આપણા શરીર સાથે સરખાવીએ છીએ અને માનીએ છીએ કે શરીરને સંતોષ આપીને કે મનને સંતોષ આપીને આપશે. આપણી જાતને સંતોષ આપીએ છીએ; હવે આપણે સમજી શકીશું કે આ સુખ કેટલું ક્ષણભંગુર છે.

દરેક માણસે છ પ્રકારનાં પરિવર્તનમાંથી પસાર થવું પડે છે, પહેલાં તો ગર્ભમાં શિશુ સમાયું હોય છે, અને આમ હોવાને લીધે જ શિશુનો જન્મ થાય છે. જન્મ પછી શિશુના શરીરમાં વૃદ્ધિ થવાને લીધે બધા પ્રકારના ફેરફાર થાય છે – તે કિશોર, યુવક અને માણસ બને છે. પછી શું થાય છે? ક્રમિક વિઘટનની પ્રક્રિયા, આંખોનું તેજ ક્ષીણ થાય છે, કાન ઓછું સાંભળતાં થાય છે, હાથ અને પગ દુર્બળ બને છે, સ્મૃતિ પાંખી થાય છે, બધાં જીવંત પ્રાણીઓનું આ જીવનચક્ર છે; અને આવાં શરીર સાથે જ બંધાયેલાં અને અનેક શંકાઓથી ભરેલા મનવાળાં માણી શાશ્વત જીવનની અપેક્ષા પણ કઈ રીતે રાખી શકે?

આમ છતાં કોઈ પણ માણસને મરવું નથી. માણસ મૃત્યુને ધિક્કારે છે, એટલો બીજા કંઈને ધિક્કારતો નથી. પણ આપણું છે તેવું જ જો જીવન હોય, તો માણસ મૃત્યુથી છટકી શકે નહીં, એટલે તે સુખી થવાની આશા ન રાખી શકે. પણ જીવનની વ્યાખ્યા શી છે? જીવન એટલે હોવું. મૃત્યુ એટલે ન હોવું. હવે આપણે જાણીએ છીએ અસ્તિત્વમાંથી અનસ્તિવ ક્યારે પણ આવી શકે નહીં, તેમજ હોવાપણું ન હોવાપણું બની શકે નહીં. એટલે જીવનનું રૂપાંતર મૃત્યુમાં કે મૃત્યુનું રૂપાંતર જીવનમાં થઈ શકે નહીં. એટલે જ માણસ જો જીવતો હોય તો મૃત્યુ પામી શકે નહીં. પણ મૃત્યુમાં રૂપાંતરિત ન થઈ શકે એવું જીવન એને કર્યાથી મળી શકે? આને માટે તેણે શરીરની પેલે પાર જાવું પડે અને જો તે શરીરની પેલે પાર જાય તો તેણે સમગ્ર વિશ્વની પણ પેલે પાર જવું જ પડે; કારણ કે તમારાં આ તકલાદી શરીર ઉપર જ આખું વિશ્વ બેઠું છે. આંખો ઉપર આખી આકારની દુનિયા નભી છે; કાન ઉપર આખી શબ્દની દુનિયા ખડી છે; જીભ ઉપર જ આખી સ્વાદની દુનિયા નિર્ભર છે.

ઉંઘની ઘટના આ હકીકત સહેલાઈથી સાબિત કરશે. જ્યાં સુધી આંખ જોઈ શકે છે, ત્યાં સુધી તમારે માટે આકારો રહેશે; જ્યાં સુધી નાક સુંઘી શકે છે, ત્યાં સુધી વાસ તમારે માટે રહેશે; જ્યાં સુધી કાન સાંભળી શકે છે, ત્યાં સુધી તમારે મારે અવાજ ટકશે, અને આવું જ ધી ઈન્દ્રિયોનું છે. હવે આ બધું જાગૃત અવસ્થામાં બને છે, ત્યારે તમે તમારી આંખ, કાન અને ઈન્દ્રિયોમાં વસો છો. વળી માત્ર વિચારોની પણ એક સપાટી હોય છે, ત્યારે તમે સંપૂર્ણ રીતે માત્ર તમારા મનમાં જ વસ્યા હો છો. પણ એક એવી પરિસ્થિતિ પણ હોય છે, જ્યારે તમે તમારા મનથી દૂર ગયા હો છો; આ પરિસ્થિતિ ગાઢ નિદ્રાની પરિસ્થિતિ છે. આ સમયે તમારો કોઈ મિત્ર આવે અને તમારી બાજુમાં જ કોઈ મધુર ગીત ગાય તો પણ તમે તેને સાંભળી શકશો નહીં, કારણ કે ત્યારે તમે તમારા કાનમાં વસેલા નથી. અલબત્ત, તમે તમારા શરીરમાં છો, પણ તમારા કાનમાં કે કોઈ બીજી ઇન્દ્રિયમાં હોતા નથી. મન અને ઇન્દ્રિયોથી દૂર હોવા છતાં તમે તમારા શરીરમાં તો છો જ, કારણકે હું જો તમને જોરથી હલબલાવું તો તમે જાગી જશો. આ જાગવાનો અર્થ શો? તમે મન અને ઈન્દ્રિયમાં પાછા ફર્યા. તમે જ્યારે નિદ્રાધીન હતા ત્યારે તમારી પત્ની પણ બાજુમાં જ હતી, પણ તમે એ જાણતા નહોતા. આવું જ આજુબાજુની બધી વસ્તુઓનું, અરે સમગ્ર વિશ્વનું પણ બનતું હોય છે. એટલે જે પરિસ્થિતિ ઉપર આખું વિશ્વ આધારિત છે, તે એ છે કે તમે તમારા મન અને ઈન્દ્રિયોમાં વસતા હોવા જોઈએ. તમે જ્યારે સૂતા હતા ત્યારે વિશ્વ તમારે માટે અસ્તિત્વ ધરાવતું હતું? એની કોઈપણ યાદગીરી તમારામાં સચવાયેલી છે? ના, એટલે આ નાનું શરીર બહુ જ નાજૂક લાગે છે – અને નિઃશંકપણે એ ખૂબ જ નાજૂક છે જ  —  તો પણ તે એક ટેકો છે, જેના ઉપર આખું વિશ્વ નમ્યું છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ છે કે વિશ્વથી દૂર જવા માટે આપણે મન અને ઈન્દ્રિયોથી દૂર જવું જોઈએ; અને તમે જ્યારે આમ કરી, ત્યારે તમને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. આ રીતે જ તમારા પૂર્વજોએ તેમના શાશ્વત સ્વભાવને ચરિતાર્થ કરેલો. તેમની બાહ્યેન્દ્રિયો અને અંદરની ઈન્દ્રિય મન-થી દૂર જઈને જ તેમણે આ સિદ્ધિ મેળવેલી અને તમે પણ જો આમ કરશો, તો તમે પણ તરત જ આ શાશ્વત સ્વભાવને પ્રાપ્ત કરી શકશો. પછી સંપૂર્ણ આનંદ તમારો થઈ જશે. આ જ તો મોક્ષ કહેવાય છે.

આમ તમે જાણ્યું કે એક રસ્તો તમને ભટકાવી દે છે, જ્યારે બીજો તમને તમારા લક્ષ્ય તરફ દોરી જાય છે. પૈસા કમાવાની વગેરે જે પદ્ધતિ તમે અજમાવો છો, એ ખોટી પદ્ધતિ છે. કારણ કે તેમ કરવાથી તમે તમારાં આ શરીરને જ પૂજો છો, માત્ર આ એક જ દેવની તમે પૂજા કરો છો. આ એક જ દેવની પૂજા કરવાને લીધે તમે તમારી પત્નીને ચાહો છો, સારી થાળીઓને, સુંદર દૃશ્યોને, મધુર અવાજોને વગેરેને ચાહો છો પણ તમે જ્યારે કોઈ શેઠની સેવા કરો, ત્યારે તમે કંઈક ઉપાર્જનની અપેક્ષા રાખો, તો તમે જ્યારે તમારા શેઠની- શરીરની સેવા કરો છો ત્યારે, તે તમને શું આપે છે? તે તમને જે સૌથી વધુ ધિક્કારપાત્ર વસ્તુ લાગે છે, તેની તરફ-મૃત્યુ તરફ-દોરી જાય છે. અનેક જન્મોથી તમે આ સ્વામીની સેવા કરે રાખો છો, અને દરેક વખતે તેણે તમને મૃત્યુની ભેટ ધરી છે. એટલે જ આને સાચી સેવા કહી શકાય જ નહીં. સાચો બદલો આપે તેવી સાચી સેવા તમારે કરવી હોય, તો સાચા ઈશ્વરની જ સેવા કરી. તો તમને શાશ્વત જીવન પ્રાપ્ત થશે.

સેવાનો રસ્તો આંતરિક છે, બાહ્ય નથી, શાશ્વત જીવન તરફ દોરી જનાર રસ્તો તમારી બાહ્યાભિમુખ શક્તિઓના ઉપયોગનો નથી, પણ અંતરાભિમુખ શક્તિઓના ઉપયોગનો છે. તમારે તમારી શક્તિઓને એકત્રિત કરીને આંતરપ્રવાહિત કરવી જોઈએ. જ્યાં સુધી તમે આમ ન કરી, ત્યાં સુધી તમે નિમ્ન કક્ષાનાં, પ્રાણીઓથી જરાપણ ચડિયાતા નથી. સાચું જીવન તમારી અંદર છે, બહાર નહીં. પણ આ પ્રાપ્ત કરવા. તમારું ઘણું મથવું પડે. તમારા શરીરના આ દેવની તમે અનેક જન્મોથી પૂજા કરતા આવ્યા છો; એટલે સાચા દેવની પૂજા એકાએક ચાલુ કરવાનું સહેલું નથી. પોતાનાં જ મનને જીતવા કરતાં આખી દુનિયાને જીવવી બહુ સહેલી છે. એટલે તો અર્જુન જેવા મહાન યોદ્ધાએ કબૂલ કરવું પડ્યું હતું, કે તેણે ઘણા રાજ્યો ઉપર જીત મેળવી હોવા છતાં પોતાનાં મનને વશ કરવા માટે તે અસમર્થ હતો, શા માટે? અર્જુન નિઃશંકપણે યોદ્ધો હતો, પણ આ ક્ષેત્રમાં તેનો અનુભવ નહોતો, એટલે એ પોતાની જાતને અસમર્થ અનુભવતો હતો.અને આપણે બધા અર્જુન જેવા છીએ. પણ આ જીવનમાં શાશ્વત સ્વભાવનો અનુભવ કરવા માટે તમારે આ રસ્તો જ લેવો જોઈએ. મોક્ષનો બીજો કોઈ માર્ગ જ નથી.

તો તમે જોયું કે તમને સૌથી વધુ સુખી, સૌથી વધુ સંપન્ન અને સૌથી વધુ શક્તિશાળી બનાવી શકે તેવો માર્ગ તો શોધાયેલો જ છે. તો હવે જરૂર શેની છે? મનોબળની, તેને અનુસરવાનું મનોબળ જ્યાં સુધી તમારામાં નહીં હોય, ત્યાં સુધી તે માર્ગની જાણકારી નિરર્થક છે. સારામાં સારી વાનગી કેમ બનાવવી એ તમે જાણતા હો, પણ જ્યાં સુધી તમે રસોડાંમાં ન જાઓ અને તેમાંની અમુક વાનગીઓ ખરેખર ન બનાવો ત્યાં સુધી તમારું આ જ્ઞાન તમને કોઈપણ ખપનું નથી. એટલે આંતરમાર્ગ અંગેની જાણ માત્ર તમને મદદરૂપ થશે નહીં. તમારે સખત મહેનત કરવી જોઈએ અને ત્યાં જવું જોઈએ. એટલે ધર્મ એ સંપૂર્ણપણે પ્રયોગલક્ષી વસ્તુ છે. તેની બાબતમાં પદ્ધતિઓનું ખંડન કે મંડન વચ્ચે આવતું જ નથી.

તમારામાં આ માર્ગ અનુસરવાનું મનોબળ આવે તે પહેલાં આ બધું આવી શકે. કદાચ તમે તદ્દન નિરક્ષર હો, આમ છતાં ઈશ્વર સુધી પહોંચવાની જો તમારી તીવ્ર ઇચ્છા હશે, તો તમે આંત૨માર્ગે જઈને કોઈપણ પ્રકારનાં જ્ઞાન વગર ઈશ્વરપ્રાપ્તિ કરી શકો. આમ થાય તો સૌથી વધુ વિદ્વાન માણસો પણ આવીને તમારા ચરણ પાસે બેસશે.

ભગવાન શ્રીરામકૃષ્ણ લગભગ નિરક્ષર હતા. લખતાં વાંચતાં તેમને ભાગ્યે જ આવડતું, છતાં મહાન પંડિતો ય શંકાઓનું નિવારણ કરવા આવતા. શ્રીરામકૃષ્ણ આમ કરવા કઈ રીતે સમર્થ બન્યા હશે? કારણ કે ઈશ્વર સાક્ષાત્કારની તેમને અતિ ઉત્ક્ટ લગની હતી અને તેમણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હતો. માત્ર પુસ્તકો વાંચીને કે પરીક્ષાઓ પાસ કરીને જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તેવી માન્યતાના સજ્જડ ખંડનનું રામકૃષ્ણદેવનું જીવન જ્વલંત ઉદાહરણ છે. જ્ઞાન અંગેની પ્રચલિત માન્યતા તો માત્ર તેના વિષેનો બહુ જ ઉપરછલ્લો ખ્યાલ છે. તમારી જીવનભરની મથામણ પછી વાસ્તવમાં તમે જરા પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. સોક્રેટીસ બધામાં ડાહ્યોમાં ડાહ્યો માણસ હતો, કારણ કે એ જાણતો હતો કે તે કંઈ જાણતો ન હતો.

આવો માણસ માત્ર પોતે જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે. એટલું જ નહિં, પણ એ બીજાને પણ કરાવી શકે છે. સ્વામી વિવેકાનંદ પોતાની કિશોર અવસ્થામાં સતત એવા માણસની શોધમાં હતા કે જે એમ કહી શકે કે તેણે ઈશ્વરને જોયા છે. વિવેકાનંદ કહેતા કે બાકી તો તેમને પોતાને કેવી રીતે ખબર પડે કે ઈશ્વર છે? જ્યારે – જ્યારે તે કોઈ મહાન સાધુ કે ગુરુની વાત સાંભળતા ત્યારે – ત્યારે તે તેમની પાસે પહોંચી જતા અને પૂછતા, ‘ભગવાન છે?’ પેલા સંત જવાબ આપતા, ‘હા,’ તરત જ એ પાછો પ્રશ્ન પૂછતા ‘તમે ઈશ્વરને જોયા છે?’ જ્યારે જવાબ નકારમાં મળતો ત્યારે વિવેકાનંદ ત્યાંથી ચાલ્યા જતા. કોઈપણ જગ્યાએ તેમને એક પણ એવી વ્યક્તિનો ભેટો ન થયો કે જે તેમને એમ કહી શકે કે તેણે ઈશ્વરને જોયા છે, અને એટલે જ વિવેકાનંદ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે ઈશ્વર માત્ર કાલ્પનિક વસ્તુ છે. પછી એકવાર તે દક્ષિણેશ્વરના પયંગબર અને અભણ સંતને મળવા ગયા અને પૂછ્યું કે તમે ભગવાનને જોયા છે?’ તરત જ શ્રીરામકૃષ્ણએ જવાબ આપ્યો ‘હા’. ‘તમે મને ઈશ્વર દેખાડી શકો?’ ‘હું દેખાડી શકું’. ભગવાનનો આ તરત જ અપાયેલો જવાબ હતો. અંતે સ્વામીજીને સંતોષ થયો. એટલે જ તો પોતાનાં બધાં પુસ્તકોમાં સ્વામીજી અવારનવાર આગ્રહ રોવે છે કે ઈશ્વર સાક્ષાત્કારમાં જ ધર્મ રહેલો છે. ખરેખર ધર્મ ઈશ્વર સાક્ષાત્કારની જ પ્રક્રિયા છે.

તમારે ઈશ્વરને પામવા જ જોઈએ. પણ આમ કરવા માટે તમારે સખત મહેનત કરવી પડે. સૌ પ્રથમ તો અનેક જન્મોથી ખોટા દેવીને પૂજવાની જે જૂની ટેવો પડી ગઈ છે . તેને દૂર કરવી પડે, તમારે મન અને ઈન્દ્રિયો પર કાબુ મેળવવો પડે. ઈસુની જેમ જ્યાં સુધી તમે તમારા શરીર અને ઈન્દ્રિયોનું બલિદાન નહીં આપો ત્યાં સુધી તમે તમારા ઉત્થાનની આશા રાખી શકો નહીં અને આ મૃત શરીરમાંથી ઉપર ઉઠી શકો નહીં. જો તમારે ઉત્થાન કરવું હોય તો શરીરનું બલિદાન આપવું જોઈએ અને ઈન્દ્રિયોને વશ કરવી જોઈએ. દરેક વ્યક્તિએ આ કરવું જ જોઈએ. અને આમ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય શ્રીરામકૃષ્ણએ આપ્યો છે. તેઓ કહે છે કે જો તમારે ઈન્દ્રિયો વશ કરવી હોય તો, ઈશ્વરને જ સર્વોચ્ચ માનવા જોઈએ. તમે જો સૌંદર્ય પિપાસુ હો તો ઈશ્વર જેવું સૌંદર્ય તમને બીજે કર્યાં મળી શકે? તમે જો વક્તૃત્વ કળાના ચાહક હો તો જેના મુખેથી બધા વેદો વહ્યા છે તેવા ઈશ્વર સિવાય વધુ પ્રખર વક્તા બીજો કોણ હોય શકે? તમે જો સત્તાપ્રિય હો તો ઈશ્વર કરતાં વધુ સત્તાધીશ બીજો કોણ હોઈ શકે? દરેક માણસને આ માંહેની કોઈકને કોઈક વસ્તુનો મોહ હોય છે. અને આ બધી વસ્તુ અનંત માત્રામાં ઈશ્વરમાં પડેલી છે. કોઈ સ્વરૂપવાન સ્ત્રી માટે તમને પ્રેમ હોય તો તેનું સૌંદર્ય તો બહુ ટૂંકા સમય પૂરતું ટકશે, પણ ઈશ્વરનું સૌંદર્ય તો શાશ્વત છે. એટલે જો તમારે શાશ્વત સૌંદર્ય, અવિનાશી જીવન, સર્વ સત્તા અને સર્વજ્ઞાન પામવાં હોય તો ઈશ્વર શો જ જવું પડે. પણ ઈશ્વર સુધી પહોંચવા માટે તમારે કોઈ પૈસાની જરૂર પડતી નથી. કોઈ ટિકિટ લેવી પડતી નથી. તેની પાસે પહોંચવા પગની જરૂર પડતી નથી. તેને જોવા તમારે આંખની જરૂર પડતી નથી. તેને સાંભળવા તમારે કાનની જરૂર પડતી નથી. ઈશ્વર તમારી અંદર છે અને તેની પાસે પહોંચવા તમારે આ બધી ઈન્દ્રિયોને બંધ કરી દેવી પડશે. તેને જોવા તમારે આંખોને બંધ કરવી જ પડશે. તેને સાંભળવા તમારે કાન બંધ કરી દેવા પડશે. તેની પાસે પહોંચવા તમારે બધી બાહ્ય પ્રવૃત્તિ છોડી દેવી પડશે.

એટલે આ સૂચના અપનાવો. તમારી અંદર ગરકાવ થઈ જાઓ અને ઈશ્વર સાક્ષાત્કાર કરો. તો જ તમે સાચા માણસ બની શકો. પણ આમ કરવા માટે તમારામાં ઉત્કટ ઝંખના જરૂરી છે. અલબત્ત એકવાર જો તમે તેની સાથેનો સાચો સંબંધ જાણી શકશો કે ઈશ્વર તમારા સાચાં માતા-પિતા, સખા કે મિત્ર છે, અને પછી જ તેની પાસે જશો તો તમને ચોક્કસ બદલો મળશે. કારણ કે તમારું ધ્યાન રાખવા અને જરૂરિયાતો પૂરી પાડવા ઈશ્વર તમારો સેવક પણ બનશે. એટલે જ જે માણસ ઈશ્વરને પસંદ કરે છે તે જ માત્ર સાચો અને ડાહ્યો માણસ ગણી શકાય. કારણ કે માત્ર ઈશ્વર દ્વારા જ તમને દિવ્ય આનંદ અને શ્રેષ્ઠ ડહાપણ મળે છે.

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.