(શિખરિણી – સોનેટ)

મને હંમેશા યે મનહિમન થાતું અશુંકશું; 

યથા કે કો હસ્તી-મુજભીતર કે બ્હાર કળુંના-

રહે સાથે, જો કે પ્રગટ રીતે ક્યારેય મળુંના. 

પરંતુ લાગે કો મીતસરખું બાહ્યાન્તર વસ્યું; 

ઘણીયે વેળાએ અશુંકશું થતુંઃ કોક મુજને. 

સદાયે જાણે કે નિરખતું નરી વ્હાલપભરી; 

કરુણાળુ આંખે, મુજ શુભ ચહે, કિન્તુ ન જરી. 

શકે બોલી, દોરે મૂગું મૂગું મને દાખી પથને; 

મને કો ભાવે છે ભરપૂર ભૂરું ભાદર્યું ભર્યું. 

અને સંભાળે : હું ક્યહીં ન ભટકી જાઉં પથથી; 

અને જ્યાં જોઉં તો ખુદ જ ઊતરી આવી રથથી 

મને ખોળે લે છે પ્રીતથી ખણી માથું હળું હળું; 

નિગૂઢા પ્રેરો; ને અરજુન તણા સારથિ સખા! 

તમે પદે કાં ર્‌હો જીવન રણમાં આપ અલખા?

– ઉશનસ્

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.