મથુરામાંનો કંસ ગયોને વંશ ગયો વનરાનો;
વાંસ વઢાઈ ગયા રે વ્રજના; પણ એ રહે કે છાનો?
એ સ્વર થઈ રહ્યો અવશેષે,
એનું ભૂત ભમે અવ દેશે;
વાંસળી ગઈ એ આકુલ-વ્યાકુલ
સોંસરી વીંધતી છાતી,
પાંસળી પણ પેલી નથી જતિની
આરપાર વીંધાતી;
બસ સૂર છે છુટ્ટે કેશે,
એ ભૂત ના શમશે લેશે;
એ ભટકે હજી જમુના તટના
કદંબની વિટપમાં,
એ લટકે બંસી બટ – સૂકી
વડવાઈની લટમાં;
અવ ઘટઘટ દેખા દેશે
સ્વર રસમાં ગોરસવેશે.

— ઉશનસ્‌

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.