બે પાદરીઓ રસ્તે ચાલતાં ચાલતાં વાતો કરતા હતા. એકે કહ્યું : ‘અરે, ગયા રવિવારે મને બહુ જ ખરાબ અનુભવ થયો! ખરેખર એ અનુભવ ક્ષોભજનક હતો.’ બીજા પાદરીઓ પૂછ્યું: ‘એવો તે તમને કયો અનુભવ થયો, એ તો કહે!’ પહેલા પાદરીએ જવાબ આપતાં કહ્યું : ‘જુઓ ભાઈ, મને એવું સ્વપ્ન આવ્યું કે હું મારા ચર્ચની વ્યાસપીઠ પરથી ધાર્મિક વ્યાખ્યાન આપી રહ્યો છું. અને જ્યારે જાગી ઊઠ્યો ત્યારે હું ખરેખર તેમજ કરી રહ્યો હતો!’

***

માનવમનની શક્તિ દ્વારા અને સામાન્ય જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ વિના જ વિચારોનું આદાન પ્રદાન (ટેલિપથી)નું પત્રવ્યવહાર દ્વારા જ્ઞાન આપતી એક સ્કૂલના અભ્યાસક્રમમાં જોડવા માટે એક માણસે પચાસ ડોલરની ફી મોકલી આપી. ઘણા સમય સુધી એનો કશો પ્રત્યુત્તર આવ્યો નહિ તેમ કોઈ સાહિત્ય સામગ્રી પણ ન આવી. છેવટે તેણે એ સ્કૂલમાં ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી. પણ સામેના છેડેથી એક બહેનનો અવાજ સંભળાયો : ‘અમે પત્રવ્યવહારથી આ અભ્યાસક્રમ નથી શીખવતા પણ અમે તેને માનસિક આદાનપ્રદાન દ્વારા જ સીધો શીખવીએ છીએ!’ પેલા ભાઈએ કહ્યું : ‘પણ બહેન મને તો હજી સુધી કશું જ મળ્યું નથી!’ પેલા બહેને જવાબ આપ્યો : ‘હા, તમારી વાત સાચી છે પણ મને ખબર છે કે તમે આ અભ્યાસક્રમમાં નાપાસ થયા છો!’

***

ટેક્સાસના એક સમાચારપત્રમાં એક વખત એક જાહેરાત આવી, એ જાહેરાત આવી હતી : ‘લોકોએ શું કરવું જોઈએ તે જાણવા માટે બાઈબલ વાંચો. પણ વાસ્તવિકતામાં લોકો શું કરે છે તે જાણવા માટે સમાચારપત્રો વાંચો.’

***

એક ક્રિશ્ચ્‌યન મિશનરી અજાણતાં એક એવા ટાપુ પર આવી પહોંચ્યો કે જ્યાં માનવભક્ષી આદીવાસીઓ રહેતા હતા. ત્યાં જઈને ત્યાંના મુખીને પાદરીએ પૂછ્યું : ‘તમને મારી અગાઉનો પાદરી કેવો લાગ્યો હતો?’ પેલા મુખીએ જવાબ આપ્યો : ‘ખૂબ જ સ્વાદિષ્ટ હતો!’

(‘ગ્લોબલ વેદાંત’ના સૌજન્યથી)

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.