अम्बितमे नदितमे देवितमे सरस्वति ।
अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ॥

[ઋગ્વેદ, ૨.૪૧.૧૬]

હે સરસ્વતી દેવી! તમે માતાઓમાં શ્રેષ્ઠ છો, નદીઓમાં સર્વોત્તમ છો અને દેવીઓમાં પણ ઉત્તમ છો. હું વિદ્યાહીન હોવાથી અપ્રશસ્ત જેવો છું. હે માતા! વિદ્યા અને ધનથી મને પ્રશંસાપાત્ર બનાવો.

उत नः प्रिया प्रियासु सप्तस्वसा सुजुष्टा।
सरस्वती स्तोम्या भूत् ॥
आपप्रुषी पार्थिवान्युरु रजो अन्तरिक्षम् ।
सरस्वती निदस्पातु ।।

[ઋગ્વેદ, ૬.૬૧.૧૦-૧૧]

સાત ભગિનીઓવાળાં, આપણા પ્રિયોમાં પણ પ્રિય, સરળતાથી પ્રસન્ન થનારાં એવાં મા સરસ્વતી સદૈવ અમારાં પૂજ્યદેવી છે. સ્વર્ગ અને પૃથ્વીની વિસ્તૃતિને પોતાની તેજસ્વિતાના પ્રકાશથી ભરી દેતાં હે માતા સરસ્વતી! તમે અમારું અનિષ્ટોથી રક્ષણ કરો.

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.