क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना
नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः ।
प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा
अस्तिक्यन्त्विदन्तु चिनुमः रामकृष्णदासा वयम् ।।

‘જેઓ પોતાને શરીર માને છે તેવા મૂર્ખ લોકો જ આર્ત રુદન કરે છે કે, ‘અમે દુર્બળ છીએ, અમે દીન છીએ.’ આ બધી નાસ્તિકતા છે. હવે અમે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે; હવે અમે ડરશું નહિ અને વીર બનશું. આ જ ખરી આસ્તિકતા છે અને શ્રીરામકૃષ્ણદેવના દાસ એવા અમે તેને જ પસંદ કરીશું.

पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागाः
हित्वा हित्वा सकलकलहप्रापिणीं स्वार्थसिद्धिम् ।
ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम्
नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः ॥

‘સંસારનાં બંધન છોડી દઈને પરમ અમૃતનું પાન કરીને, બધા કજિયાની જનેતા એવી સ્વાર્થબુદ્ધિને ત્યજી દઈને અને બધાં કલ્યાણરૂપ આપણા ગુરુદેવના ચરણનું ધ્યાન કરીને, વારંવાર પ્રણામ સાથે અમે આખા જગતને આ અમૃત પીવા આમંત્રણ આપીએ છીએ.

(સ્વા.વિ.ગ્રં.મા., ભાગ-૧૦, પૃ.૬૦)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.