भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं
यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम्।
दृगन्तकान्तभङ्गिनं सदासदालसङ्गिनं
दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् ॥

પૃથ્વીનો ભાર ઉતારનાર, સંસારસાગરના નાવિક, યશોદાતનય, ચિત્તચોર કૃષ્ણને હું પ્રણામ કરું છું. નેત્રના ખૂણાને સુંદર રીતે નચાવનાર, સદૈવ સુંદર આભૂષણ ધારણ કરનાર, નિત્ય નવાં રૂપ ધરનાર નંદકુમાર કૃષ્ણને હું પ્રણામ કરું છું.

गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं
सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनम्
नवीनगोपनागरं नवीनके लिलम्पटं
नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटम् ॥

ગુણસુખની ખાણ, કૃપાળુ, કૃપામય, દૈત્યોનું નિકંદન કરનાર શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું. નાગરનવીન ગોપરૂપ, નવકેલિ કરવા ઉત્સુક, વિદ્યુત્પ્રભા શાં વસ્ત્રો ધારણ કરનાર, મેઘસુંદર શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું.

(શ્રીશંકરાચાર્ય રચિત ‘શ્રીકૃષ્ણાષ્ટકમ્‌’, શ્લોક નં. ૫-૬)

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.