ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम्।
प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ||१||

સુખાસને વિરાજેલાં, કૃપામયી, પ્રસન્નવદના, બે બાહુવાળા અને સ્થિરતૃપ્ત નયનવાળાં, હૃદયરૂપી કમળમાં વસનારાં શ્રીશારદાદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.

आलुलायितकेशार्धवक्ष:स्थलविमण्डिताम् ।
श्वेतवस्त्रावृतार्धाङ्गां हेमालङ्कारभूषिताम् ॥२॥

મોકળા કેશથી જેમનું અર્ધ વક્ષસ્થળ શોભાયમાન બનેલ છે એવાં, શુભ્રવસ્ત્રોથી જેમનું શરીર આવૃત્ત થયેલું છે એવાં અને સુવર્ણના અલંકારોથી ભૂષિત છે, (એવાં શ્રીશારદાદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.)

स्वक्रोडन्यस्तहस्तां च ज्ञानभक्तिप्रदायिनीम् ।
शुभ्रां ज्योतिर्मयीं जीवपापसन्तापहारिणीम् ॥३॥

પોતાના વાળેલા પલ પર હાથ રાખનાર, જ્ઞાન – ભક્તિ આપનાર, શુભ્ર પ્રકાશજ્યોતિ સમાં, જીવોનાં પાપદુ:ખ નષ્ટ કરનારાં, (એવાં શ્રીશારદાદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.)

रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् ।
तद्भावरञ्जिताकारां जगन्मातृस्वरूपिणीम् ॥४॥

જેમના પંચપ્રાણ શ્રીરામકૃષ્ણમાં સમર્પિત થયેલાં છે, એમનું નામશ્રવણ કરવું જેમને પ્રિય છે, શ્રીરામકૃષ્ણના ગંભીરભાવથી જેમની આકૃતિ રચાયેલી છે, જેઓ જગદંબારૂપિણી છે, (એવાં શ્રીશારદાદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.)

जानकीराधिकारूपधारिणीं सर्वमङ्गलाम् ।
चिन्मयीं वरदां नित्यां सारदां मोक्षदायिनीम् ॥ ५॥

(શ્રીરામ પ્રિયા) જાનકીદેવીનું તેમજ (શ્રીકૃષ્ણ પ્રિયા) રાધિકાદેવીનું રૂપ ધારણ કરનારાં, સર્વમંગલા, જ્ઞાનમયી, વરદાત્રી, નિત્ય સ્વરૂપિણી, મોક્ષદાત્રી, (એવાં શ્રીશારદાદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.)

श्रीसारदादेवीध्यानम्

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.