त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना ।
यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥

હે માતૃભૂમિ! તમે અમારા સૌનાં સુખ દેનારાં છો, ઇચ્છિત પદાર્થો આપનારાં છો, એટલે તમારામાં જે ઊણપ હોય તે પ્રભુ પૂર્ણ કરે.

उपस्थास्ते अनमीवा अयक्ष्मा अस्मभ्यं सन्तु पृथिवि प्रसूताः ।
दीर्घं न आयुः प्रतिबुध्यमाना वयं तुभ्यं बलिहृतः स्याम ||

હે માતૃભૂમિ! અમે સૌ તમારા પર જન્મ્યાં છીએ. અમે બધાં નિરોગી, દૃઢાંગ, દીર્ઘાયુ, બુદ્ધિમાન, જાગૃત રહીએ અને આપના હિતકલ્યાણ માટે પોતાના સ્વાર્થનું બલિદાન આપવામાં તત્પર રહીએ; તેમજ સર્વ પ્રકારે આપનું હિતકલ્યાણ સાધવા કટિબદ્ધ રહીએ.

भूमे मातर्नि धेहि मा भद्रया सुप्रतिष्ठितम् ।
संविदाना दिवा कवे श्रियां मा धेहि भूत्याम् ॥

હે માતૃભૂમિ! મને બુદ્ધિવાન બનાવ અને તારા વિશે પ્રતિદિન ચિંતાવિચાર કરનાર સુક્ષ્મવિચારવાળા તેમજ દૂરદર્શી મનુષ્યોને તથા મને સ્વભૂમિગત સંપત્તિ પ્રાપ્ત કરાવનારાં બનો.

(અથર્વવેદ સંહિતા : ૧૨.૧.૬૧-૬૨-૬૩)

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.