સાચી આધ્યાત્મિક વ્યાકુળતાની કસોટીઓ

માનવ મન એટલું બધું સંકૂલ છે અને તે અનેક બાબતોની અસરમાં આવી જાય છે કે તેથી પોતાનું હિત શેમાં છે તે જાણવું માનવ માટે મુશ્કેલ છે. તેને જો આધ્યાત્મિક વ્યાકુળતા થાય, તો તે સાચી છે કે નહિ, તે કેમ જાણવું ? દુઃખો અને હતાશા પણ ઘણીવાર ખોટી આધ્યાત્મિક વ્યાકુળતા પેદા કરે છે. અથવા તો કોઈની સલાહથી કે કોઈનો દાખલો લઈને. તો પછી સાચી વ્યાકુળ તાની કસોટી શું?

એક દિવસ શ્રી શારદા દેવીના એક શિષ્યે તેમને પૂછ્યું, ‘માણસ પ્રભુના પ્રેમનો આવિર્ભાવ જોયા વિના તેને માટે કેવી રીતે ઝંખના કરી શકે ?’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘હા, તેમ કરી શકાય. આ ઈશ્વર કૃપાની બાબત છે.’1Sri Sarada Devi, પૃ. ૩૩૩ તેમના કહેવાનો અર્થ એ હતો કે વ્યાકુળ તા માનવ હૃદયમાં સહજ રાખે ઉત્પન્ન થાય છે. એ પ્રભુની કૃપાની નાની ચિનગારી હોય છે, જે આત્મામાં અગ્નિ પેટાવે છે અને આતુરતાનો પ્રારંભ કરાવે છે. સાચી વ્યાકુળતા બાહ્ય સંજોગો પર આધારિત હોતી નથી. તે તો આત્માની સ્વયં શરૂ થતી અને સ્વયંને પોષતી ગતિ હોય છે. તેનું શિક્ષણ આપી શકાતું નથી. શ્રીરામકૃષ્ણના મહાન શિષ્ય સ્વામી શિવાનંદ કહે છે, ‘બેટા, એક વ્યક્તિ બીજીને વ્યાકુળતા શીખવી શકતી નથી. સમય પાકે તે આપોઆપ પ્રગટે છે. તમારી અંદર તમે ઈશ્વરની જરૂરીયાત જેટલી વધુ અનુભવો, તેમ તેમ હૃદયની ઝંખના વધતી જાય છે. તે જો ન આવે, તો તમારે જાણવું કે હજુ સમય પરિપક્વ થયી નથી.’2For Seekers of God (અદ્વૈત આશ્રમ કલકત્તા, ૧૯૭૫) ૫ ૧૫૨. આમ સહજતા એ વ્યાકુળતાની સૌ પ્રથમ કસોટી છે.

બીજી કસોટી છે તેનું તે તેનું આખરીપણું. સાચી આધ્યાત્મિક વ્યાકુળતા તમામ ઇચ્છાઓથી ક્યાંય ઊંચે ઊઠે છે. તેની સામે બીજી બધી ઇચ્છાઓ ગૌણ બની જાય છે. ત્રીજી ક્સોટી છે એકાત્મતા. તમામ અનુભૂતિઓનો તે સમન્વય કરે છે. સારા કે ખરાબ, દરેક અનુભવનો અભિષ્ણુ આત્મા માટે એક ખાસ અર્થ હોય છે અને તે પ્રત્યેક તેની વ્યાકૂળ તાને તીવ્ર બનાવે છે. 

બીજી એક નિર્ણાયક કીટી એ શક્તિ છે. સાચી આધ્યાત્મિકના માણસમાં એક અપાર હિંમત ઉત્પન્ન કરે છે. તે મનની શાંતિની પરવા કરતો નથી. વળી આધ્યાત્મિક યુદ્ધમાં અનિવાર્ય એવી એકધારી ઘટમાળથી ડરતો નથી, પરંતુ હથોડો પકડીને લક્ષ્ય પ્રતિ દોડે છે. જેના હૃદયમાં દિવ્ય વ્યાકુળતા વસતી હોય તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી.

સાચી વ્યાકુળતાની બીજી એક કસોટી એ છે કે મનની પવિત્રતા માટે વ્યક્તિમાં હંમેશા તીવ્ર ઝંખના અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. અંતરની યજ્ઞવેદીમાં વ્યાકુળતાની આગ પ્રજ્વળી ઊઠે છે, ત્યારે તેને યશવેદીને ડાઘરહિત પૂર્ણ સ્વચ્છ રાખવાની ઈચ્છા થાય છે. શ્રી રામકૃષ્ણ એક કથામાં કહે છે નોકરના ઘરમાં થઈ રહેલી સાફસૂફી એ બતાવે છે કે તેના શેઠ તેને ઘેર આવવાના છે. આસપાસના જંગલને કાપવામાં આવે છે અને ઘરને ઘોઈને સાફ સુફ બનાવાય છે. પછી છેલ્લે શેઠ પોતે જ પોતાના સ્વાગત માટે જાજમ અને અન્ય સામગ્રી મોકલી આપે છે, તે જ રીતે જ્યારે વિવેક, એષણાહીનતા, તમામ જીવો પ્રત્યે કરૂણાભાવ, સંતોની સેવા, સત્ય જ બોલવું અને ઈશ્વરની ઝંખના માટેના એવા બીજા તેજસ્વી ગુણો ભક્તમાં પ્રગટ થાય ત્યારે તમે કહી શકો કે હવે તેને માટે ઈશ્વરનું દર્શન બહુ દૂર નથી.3The Gospel, પૃ.૧૩૭ ‘જે વ્યાકુળતા વિશુદ્ધિ અને પવિત્રતા માટેની બળવાન ઈચ્છા ઉત્પન્ન કરતી નથી, એ સાચુકલી વ્યાકુળતા હોતી નથી. તેને શંકાસ્પદ ગણી તેના પર નજર રાખવી જોઈએ.

વ્યાકુળતામાં વિઘ્નો

કેટલીકવાર એવું પૂછવામાં આવે છે કે બધા લોકોને ભગવાન પ્રત્યે ઝંખના કેમ જાગતી નથી ? આના ઉત્તરમાં શ્રી રામકૃષ્ણ કહે છે, ‘માનવ તમામ દુન્યવી ઇચ્છાઓ સંતોષાઈ ન જાય ત્યાં સુધી તે ભગવાન માટે આતુર બનતી નથી. ‘કામિની કાંચન’ ભોગવવાનો તેનો હિસ્સો ખતમ ન થઈ જાય ત્યાં સુધી તે વિશ્વજનનીને યાદ કરી શકતો નથી. બાળક રમતમાં મશગૂલ હોય ત્યાં સુધી તે માને યાદ કરતું નથી. હૃદયનો પુત્ર પારેવાં સાથે રમતાં રમતાં તેમને બોલાવતો ‘આવી ટીં, ટી !’ પરંતુ રમી લીધા પછી તે રડવા લાગ્યો. ત્યાં એક અજાણ્યા માણસે આવીને તેને કહ્યું, ‘મારી સાથે ચાલ. હું તને તારી મા પાસે લઈ જઈશ.’4ઉપર પ્રમાણે પૃ.૩૩૫

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘જ્યાં સુધી આપણી જરૂરિયાતને આ ભૌતિક જગત સુધી સીમિત હોય છે, ત્યાં સુધી આપણને ઈશ્વરની કોઈ જરૂર પડતી નથી. એતો અહીંના બધા પદાર્થોથી આપણને સંતોષ થઈ જાય, ત્યાર પછી નવો પુરવઠો મેળવવા આપણે પેલે પાર નજર દોડાવીએ છીએ.’5The Complete Works, ગ્રંથ ૪ (૧૯૭૮) પૃ.૧૯

જેમનામાં ભગવાન પ્રત્યે સાચી ઝંખના જાગી હોય, છે, તેમને પણ લાગે છે કે તેને સ્થિર અને સતત જાળવી રાખવી એ કંઈ સહેલું નથી. વ્યાકુળતાની જ્વાળામાં સતત ઈંધણ નાખી તેને જલતી રાખવી પડે છે. આપણા જીવનમાં એવી કેટલીય શક્તિઓ કાર્યશીલ હોય છે, જે આ અંતરના અગ્નિને ઠંડો પાડી દેતી હોય છે. તેમાંની એક હોય છે નાસ્તિક લોકો અથવા નીતિહીન લોકોની મૈત્રી. નીતિહીનતા અને નાસ્તિકતા સમગ્ર દુનિયાનાં આધુનિક સમાજમાં સર્વત્ર ચેપી રોગ કે વાઈરસની પેઠે ફેલાતાં જાય છે. જાહેર સ્થાનો, ઓફિસો, ઔદ્યોગિક ઉત્પાદનનાં સ્થાનો વગેરેમાં તેમની હાજરીથી બચવું બહુ મુશ્કેલ હોય છે. પરંતુ ‘જેને સેતાન સાથે ભોજન લેવું હોય તેણે બહુ લાંબો ચમચો રાખવો જોઈએ.’

વ્યાકુળતામાં બીજું વિઘ્ન એ છે કે આપણે જનસમૂહને શરણે થઈ જતા હોઈએ છીએ. સમાજના જે એકમમાં આપણે કામ કરતા હોઈએ જેમ કે કુટુંબ, ઓફિસ, ક્લબ કે ધર્મસંસ્થા તે બધાં આપણને સામાન્ય જનના સ્તર પર ઢસડી જાય છે. તેથી અભિપ્પુ જાગૃત ન હોય તો, તે સારા લોકોના સંગમાં કે રહે તો પણ તેની વ્યાકુળતા પર ઠંડુ પાણી રેડાય છે. એનો અર્થ એવો નથી કે તેણે માનવદ્વેષી કે વરૂ જેવા એકાકી બનીને રહેવું. તેણે પોતે બીજા કરતાં વધુ પવિત્ર છે (Holier Than Thou) એવું વલણ પણ ન અપનાવવું જોઈએ, વળી તેની વ્યાકુળતાને લોકોના ટોળાંને શરણે કરી દેવા પણ નહિ. ઉલ્ટાનું તેણે વ્યાકુળતા વધુ તીવ્ર બનાવવી જોઈએ અને પોતે પોતાની આસપાસ સર્વત્ર વિશુદ્ધિ, પ્રેમ આધ્યાત્મિકતા વરસાવતું દિવ્ય કેન્દ્ર બની રહેવું જોઈએ. સમાજના એક જ એકમમાં આવી વ્યક્તિ હોય તો તે પોતાની હાજરી માત્રથી તેની આસપાસના લોકોનાં મનને ઉપર ઉઠાવે છે અને બીજા ઘણા લોકો માટે આધારરૂપ અને પ્રેરણા આપનાર બની રહે છે અને આ રીતે તે આધુનિક સમયમાં એવી મહત્ત્વની સમાજ સેવા કરે છે કે જેની આજે તાતી જરૂર છે.

અમુક સમય પહેલાં કેટલાક મનોવિજ્ઞાનીઓ એમ માનતા હતા કે સમાજના આચાર-વિચારના નિયમોને અનુસરીને જીવવું એ ડાહ્યા માણસ માટે પૂરતું છે. પરંતુ આધુનિક મનોવૈજ્ઞાનિકો જેવા કે અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ ઈસ્ટેન્ક એરિક ફ્રોમ આદિ એ માન્યતામાં રહેલ ભૂલ બતાવી આપી છે. અબ્રાહમ મેસ્લો પૂછે છે, ‘જેમણે યહૂદીઓ પર ઠંડે કલેજે જુલમો ગુજાર્યા તે નાઝી સૈનિકો અને ડોક્ટરોનાં મગજ ચસકેલાં હતાં કે આ જુલામના દુર્ભાગી શિકાર, જેમાંના ઘણા અમાનુષી જુલમથી ગાંડા પણ થઈ ગયેલા’6Personality Problem and personality Growth લે. અબ્રાહમ મેસ્કો, The Self આવૃત્તિ, કલાર્ક ઈ. માઉસરેજ્સ (ન્યૂયોર્ક, હાર્પર એન્ડ બ્રધર્સ, ૧૯૫૬) બહુમતિના – નીતિ-નિયમો અનુસરવું એ જ માત્ર સમાજ જીવનમાં ડાહ્યા પુરુષનો ગુણ છે. એરિક ફ્રોમ કહે છે, ‘તેથી ઊલ્ટું, આપણી સંસ્કૃતિમાં મોટા ભાગના લોકો સારી રીતે અનુકૂળ થઈ ગયા છે કેમ કે તેઓએ પોતાની તમામ સ્વતંત્રતા ઝડપથી જતી કરી છે, જ્યારે વિચિત્ર મનોદશાવાળા માણસ (ન્યુરોટિક) તેમ કરવું સ્વીકારતો નથી. મોટાભાગના લોકોએ બહુમતિના ન્યાયને એટલો પૂરેપૂરો સ્વીકારી લીધો છે કે તેમને સંઘર્ષમાંથી ઉત્પન્ન થતું દુઃખ વેઠવાનું આવ્યું જ નથી, કે જેવું દુઃખ પેલા ‘ન્યુરીટિક’ ભોગવે છે. અનુકૂળ થઈ જવાની દષ્ટિએ આ લોકો તંદુરસ્ત ગણાય છે, પરંતુ ખરેખર તો એક માનવ તરીકેના તેના જીવન ધ્યેયના સાક્ષાત્કાર કરવા મથતા ચસકેલા, માણસ કરતાં તેઓ વધુ બિમાર હોય છે. આ (સમાજમાં ગોઠવાઈ ગયેલા) એકલા રહેવામાંથી માણસ કામમાં ખૂંપ્યો ન રહે તો આપણી સંસ્કૃતિએ આપેલી પોતાની જાત સાથે છટકી જવાની ઘણી તકોનો તેણે લાભ લેવો પડે છે. જેથી તે બિહામણા અનુભવમાંથી સુરક્ષિત રહી શકે અને પોતાનામાં રહેલી નપુંસકતા અને આત્માની દરિદ્રતાના ઊંડા ખાડામાં જોવામાંથી તે બચી શકે.’7એરિક ફ્રોમ: Psychoanalysis and Religions (ન્યૂયોર્ક, બન્ટમ બુક્સ, ૧૯૬૭) પાના ૮૦

પોતાના આત્માની સ્વતંત્રતા એ જ એક મહત્ત્વની કસોટી છે કે જે માણસની પરિપક્વતા બનાવે છે અને એ જ કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની પ્રાથમિક શરત છે. સમાજને તો સૌને પોતાના રંગશીયાં ગાડાંમાં હાંકવાની ટેવ છે પરંતુ જે કોઈને કંઈક વધુ ઉચ્ચ કે વધુ સર્જનાત્મક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, તેણે પહેલું કામ આ ગતાનુગતિકતાના મૃત્યુમાંથી ઉપર ઊઠવાનું અને જનસામાન્યને અનુસરવાનું બંધ કરવું જોઈએ. પોતાના મહાન ગુરૂ શ્રીરામકૃષ્ણ કે જેને તેમના ઘણા સમકાલિનો ‘ગાંડા’ ગણતા હતા, તેમના વિશે સ્વામી વિવેકાનંદ કહે છે, ‘કોઈ માણસ દુનિયાની મિથ્યા વસ્તુઓને છોડી દે તો આપણે તેને ગાંડો કહીએ છીએ, પરંતુ આવાં જ ગાંડપણમાંથી એવી એવી શક્તિઓ પ્રગટી છે કે જેમણે આપણી આ દુનિયાને હચમચાવી નાખી છે અને હજુ પણ આવા ગાંડપણમાંથી જ ભાવિની શક્તિઓ આવશે કે દુનિયાને બદલાવી નાખશે.’8Complete Works ગ્રં, ૪-પૃ.૧૭૧

પરંતુ આનો અર્થ એ પણ નથી કે પોતાની આસપાસના લોકો સાથે લડવામાં જ આધ્યાત્મિક વ્યક્તિએ પોતાનાં સમય અને શક્તિનો વ્યય કરવો. તેમ દરેકને પોતાનું શાણપણ સાબિત કરી આપવામાં અને જનસમુદાય પાસે પોતાની વ્યાકુળતાને શરણે કરવામાં પણ તેણે પોતાના સમય અને શક્તિ બરબાદ કરવાં જોઈએ નહિ. તેણે તો એક સ્વસ્થ અને સંવાદિતામય જીવન જીવવું જોઈએ અને તેને ભૌતિક અને માનસિક સ્તરે અહીં જે સ્વતંત્રતા મળી છે તેનો સદુપયોગ પોતાના આત્માને પ્રભુનાં ચરણકમળમાં સ્થાપવા માટેની સાધનામાં કરવો જોઈએ. સમાજ સાથે પરસ્પર વ્યવહાર કરવાની બાબતમાં સ્વામી તુરીયાનંદે ઈદ અન્સેલને આપેલ સલાહ સ્તંભરૂપ ગણાય છે. તેઓ કહે છે : ‘અભિપ્રાયની બાબતમાં સમાજના પ્રવાહ સાથે રહો; પરંતુ સિદ્ધાંતની વાત આવે ત્યાં ખડક જેવા દૃઢ બની રહો.’

જનસમૂહને તાલે નાચવાથી આપણે યુદ્ધ બાબતોથી ઊંચે ઊઠી શકતા નથી. મોટા ભાગના લોકોને પોતાનું આધ્યાત્મિક જીવન વધુ તીવ્ર બનતાં રોકે છે તે કાંઈ તેમની ગાઢ અનીતિમયતા કે કુષ્ટતા નથી, પરંતુ તેઓ રોજીંદા જીવનની સાવ ક્ષુદ્ર બાબતોમાં રચ્યા પચ્યા રહે છે તે છે. તેનાથી હૃદયમાંની તેમની વ્યાકુળતા ઢંકાઈ જાય છે. દરેક માણસમાં ભીષણ શક્તિ અને આધ્યાત્મિક શક્યતાઓ પડેલાં જ હોય છે. પરંતુ જેમ એક નાનું શું અંકુશ મોટા હાથીને પણ અટકાવી દે છે તેમ, ઘણા ખરા લોકોને શુદ્ધ બાબતોમાં એટલો બધો રસ હોય છે કે તેમને આધ્યાત્મિકતા તરફ વળતાં અટકાવે છે. રોજીંદા જીવનનાં કાર્યોમાં જ તેમણે બધી શક્તિ કેન્દ્રિત કરવી પડે છે, જ્યારે તેમના બંદી આત્મા તો ‘કાલે કરીશું, કાલે કરીશું એમ કરતાં દૂરનો દૂર ખસતો જાય છે અને પછી તો તે કદિ પ્રાપ્ત થતો નથી.

આધ્યાત્મિક વ્યાકુળતાની ત્રીજી શત્રુ છે આત્મવંચના. ઘણીવાર આધ્યાત્મિક અભિપ્સ સાધનાના પ્રારંભમાં જ એવું માનવા લાગે છે કે તેને તો અદ્ભૂત દર્શનો અને અનુભૂતિઓ થઈ રહી છે, આ જૂઠા સંતોષમાં તે તેની વ્યાકુળતાને બુઝાવી દે છે. આવી અતિશય આત્મવંચના, જેનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, તે કસમયના આધ્યાત્મિક મૃત્યુમાં પણ પરિણમે.

વ્યાકુળતાની તર્કશુદ્ધ સમજ

આધ્યાત્મિક વ્યાકુળતા એ તો માનવના વિકાસનો નિયમ છે. પ્રત્યેકમાં જીવનના ઉચ્ચ સ્તરે જીવવાની એક સહજ ઊર્મિ હોય છે. માનવમાં મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઉત્ક્રાંતિના સ્તરે, આ અન્વેષણા આધ્યાત્મિક વ્યાકુળતારૂપે આવિર્ભાવ પામે છે. કોઈપણ ઇચ્છા માનવમાં એક તનાવ પેદા કરે છે. તેને આપણે શારીરિક કે માનસિક સાધનો વડે ઘટાડવા પ્રયત્ન કરીએ છીએ.

એક રીતે તો એક પણ કહી શકાય કે આપણાં તમામ કાર્યો તનાવ-મુક્તિ માટે જ હોય છે. જ્યારે નિમ્ન પ્રકારના તનાવને મહદંશે જીતાય ત્યારે આધ્યાત્મિક વ્યાકુળતા પૂરેપૂરી પોતાને પ્રગટ કરી શકે છે. પરંતુ આધ્યાત્મિક વ્યાકુળતા પણ આપણામાં એક વધુ ઉચ્ચ પ્રકારનો તનાવ પેદા કરે છે, તેને નિમ્ન કક્ષાનાં કાર્યો ઘટાડી શકતાં નથી. માત્ર સાચી આધ્યાત્મિક અનુભૂતિ જ આવા તનાવને સમાવી શકે છે. આધ્યાત્મિક જીવન એ સાચી આધ્યાત્મિક અનુભૂતિ, એટલે કે વધારે ઉચ્ચ ચેતના અને પરમ આનંદ મેળવવાનો સંઘર્ષ છે.

આવો સંધર્ષ સહજ રીતે ચડતી ઉતરતી કમાન (spiral) જેવું સ્વરૂપ ધારણ કરે છે. કેટલોક વખત ઊર્ધ્વમાં ચડ્યા પછી સાધકને પોતે નીચે ઉતરતો હોય તેવું લાગે છે. પરંતુ સામાન્ય રીતે એ દેખાવ પૂરતી ગતિ હોય છે, કેમ કે વ્યાકુળતા પાછી સીડીની ઉપર ચડવા લાગે છે. તેમ છતાં વ્યાકુળતા હંમેશા એવીને એવી જ રહેતી નથી. તે જેમ જેમ ઊંચે ને ઊંચે ચડે તેમ તે તેની પ્રકૃતિ બદલે છે. આ ઊર્ધ્વગામી ગતિના ત્રણ તબક્કા હોય છે.

સેન્ટ પોલ પોતાના એક પ્રસિદ્ધ પત્રમાં લખે છે, ‘હવે આ ત્રણ સદ્ગુણોને વળગી રહો : શ્રદ્ધા, આશા અને પ્રભુપ્રેમ. પરંતુ તેમાંનો સૌથી વધુ મહાન ગુણ પ્રેમ છે.9Corinthians ૧૩-૧૩ ખ્રિસ્તી આધ્યાત્મિકતામાં શ્રદ્ધા, આશા અને પ્રભુપ્રેમને ધાર્મિક સદ્‌ગુણો માનવામાં આવ્યા છે અને તેમને અન્ય તમામ સદ્‌ગુણોથી શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. પ્રથમ દૃષ્ટિ એ તો આ ત્રણે આપણને લગભગ સરખા લાગે. પરંતુ તેમનો સાચો અર્થ સમજીએ તો લાગે છે કે આ ત્રણ એક બીજાના ચડતા ક્રમમાં આધ્યાત્મિક વ્યાકુળતાના ત્રણ સ્પષ્ટ તબક્કાઓ છે.

શ્રદ્ધા એ સૌથી નિમ્ન કક્ષાની વ્યાકુળતા છે. આધ્યાત્મિક જીવનમાં પ્રવેશનારે શ્રદ્ધાથી પ્રારંભ કરવાનો હોય છે. તેને ઉચ્ચતર વાસ્તવિકતા (અથવા પ્રભુ)ની કોઈ સીધી અનુભૂતિ હજુ થઈ નથી, તેમ છતાં કોઈક રહસ્યમય રીતે તેનામાં તેના સત્ય હોવા વિશે એક દૃઢ ખાતરી હોય છે. અને તે તેને માટે એક તીવ્ર ખેંચાણ અનુભવે છે. તેમ છતાં વિવિધ વિરોધી વિચારો અને લાગણીઓ સતત તેના મન પર હુમલો કરતાં હોય છે અને તે એ સૌથી ઉપર ઉઠવા સખત સંઘર્ષ કરે છે. કોઈપણ અભિપ્સુના જીવનમાં આ સૌથી કઠિન સાધનાકાળ હોય છે. આ હજુ નવા અભિપ્સુની વ્યાકુળતા છે. પરંતુ તે કેટલાંય વર્ષો સુધી ચાલે પણ ખરી. આવા સમયમાં ધર્મગ્રંથોનું અધ્યયન અને સંતો સાથે સત્સંગ જ તેને જરૂરી ટેકો પૂરો પાડે છે.

વરસોના હૃદયપૂર્વકના સંઘર્ષ પછી, જ્યારે અભિપ્સુને ઉચ્ચત્તર વાસ્તવિક્તા(કે ઈશ્વરની) સૌ પહેલી એક-બે ઝાંખી થાય છે, ત્યારે અભિપ્સા આશાનું રૂપ ધારણ કરે છે. આ એક ઉચ્ચતર ‘આધ્યાત્મિક’ આશા હોય છે અને નહિ કે પેલી ‘If wishes were horses’ વાળી દુન્યવી ઈચ્છા. તે અનુભૂતિ પર આધારિત હોય છે અને તે શ્રદ્ધાનું રૂપાંતર હોય છે. શરૂઆતની અનુભૂતિ લાંબી ન ટકે તો પણ, તે પોતાની પાછળ એક ઊંડી આધ્યાત્મિક ખાતરીની છાપ છોડી જતી હોય છે. અભિપ્સુને હવે એક પાકી ખાતરી થઈ જાય છે કે તેના પ્રયત્નો નકામા જવાના નથી, તેની આધ્યાત્મિક નિયતિ હવે વહેલી કે મોડી પરિપૂર્ણ થશે. તેને પોતાના આત્માના સ્વયં પ્રકાશિત હોવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. આ તબક્કાથી હવે ઈશ્વરની સાચી શોધનો પ્રારંભ થાય છે.

ત્રીજા તબક્કામાં, આ અભિપ્સા હવે ભગવાન પ્રત્યેના સાચા પ્રેમમાં પરિવર્તન પામે છે. આ શુદ્ધ પ્રેમ એ કોઈ લાગણી માત્ર હોતો નથી. તે તો ઉચ્ચતર ચેતનાનો કદી ન બૂઝાય તેવો પ્રકાશ હોય છે. સાધકને જ્યારે આ સર્વોત્તમ પ્રકારની વ્યાકુળતા કે જેને પરાભક્તિ કહે છે તે પ્રાપ્ત થાય છે, ત્યારે જ તે ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન કરવા શક્તિમાન બને છે.

શ્રદ્ધા, આશા અને પ્રભુપ્રેમ દરેક સાધકમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે તેવું પણ નથી. પરંતુ પ્રત્યેક સહૃદયી અભિપ્સુને જણાઈ આવે છે કે જેમ જેમ આધ્યાત્મિક જીવનમાં તે પ્રગતિ કરે છે તેમ તેમ તેની વ્યાકુળતા વધારે શુદ્ધ, વધારે તેજસ્વી અને વધારે મજબૂત થતી જાય છે અને અંતે તે દિવ્ય પ્રભુના પ્રકાશથી ઝળહળી ઉઠે છે.

અંતમાં જણાવીએ કે દરેક આધ્યાત્મિક સાધક આટલું યાદ રાખે. બધા લોકોમાં આધ્યાત્મિક વ્યાકુળતા ઉત્પન્ન થતાં નથી. હજારમાંથી એકને જ આવી વ્યાકુળતા થાય છે. યુગોના જન્મોજન્મ પછી જ સાચી આધ્યાત્મિક વ્યાકુળતા માનવ હૃદયમાં ઉદય પામે છે. તમારામાં તમે તીવ્ર વ્યાકુળતા અનુભવો, તો સમજજો કે તમે તમારી સાચી જાત (આત્મા)ના ઉઘડવાના ઉંબરા પર ઉભા છો અને પછી તમારો ભાવિ વિકાસ, તમારું સાચું સુખ અને તમારા જીવનની પરિતૃપ્તિ એ બધું તમે આ નવી ઉત્પન્ન થયેલી ઝંખના સાથે કેમ કામ પાડો છો તેના ઉપર રહે છે. જો તમે ઈશ્વરનો સાદ તમારા હૃદયના ઊંડાણોમાં સાંભળો, તો તમારે ખુશ થવું જોઈએ, કેમ કે નિર્મિત ઘડી આવી ચૂકી છે. તમે શાશ્વતીનો સૂર્યોદય નિહાળવાના છો. પરંતુ જોજો તમે સ્વતંત્ર પણ છો. તમે આ નવી ઉષા તરફથી મોં ફેરવી લઈ, અંધકારમાં પાછાં પગલાં ભરી શકો છો, તેના કાળા ઓછાયામાં ભળી જઈ શકો છો અને મૃત્યુના ક્રૂર નૃત્યમાં સામેલ થઈ શકો છો. અથવા તમે જ્ઞાનના સૂર્ય સામે મુખ રાખી તેને સ્વીકારો છો અને અમૃતત્ત્વની સુવર્ણરજથી મંડિત પ્રકાશિત માર્ગ પર આગળ ચાલ્યા જાઓ છો ?

  • 1
    Sri Sarada Devi, પૃ. ૩૩૩
  • 2
    For Seekers of God (અદ્વૈત આશ્રમ કલકત્તા, ૧૯૭૫) ૫ ૧૫૨.
  • 3
    The Gospel, પૃ.૧૩૭
  • 4
    ઉપર પ્રમાણે પૃ.૩૩૫
  • 5
    The Complete Works, ગ્રંથ ૪ (૧૯૭૮) પૃ.૧૯
  • 6
    Personality Problem and personality Growth લે. અબ્રાહમ મેસ્કો, The Self આવૃત્તિ, કલાર્ક ઈ. માઉસરેજ્સ (ન્યૂયોર્ક, હાર્પર એન્ડ બ્રધર્સ, ૧૯૫૬)
  • 7
    એરિક ફ્રોમ: Psychoanalysis and Religions (ન્યૂયોર્ક, બન્ટમ બુક્સ, ૧૯૬૭) પાના ૮૦
  • 8
    Complete Works ગ્રં, ૪-પૃ.૧૭૧
  • 9
    Corinthians ૧૩-૧૩
Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    Sri Sarada Devi, પૃ. ૩૩૩
  • 2
    For Seekers of God (અદ્વૈત આશ્રમ કલકત્તા, ૧૯૭૫) ૫ ૧૫૨.
  • 3
    The Gospel, પૃ.૧૩૭
  • 4
    ઉપર પ્રમાણે પૃ.૩૩૫
  • 5
    The Complete Works, ગ્રંથ ૪ (૧૯૭૮) પૃ.૧૯
  • 6
    Personality Problem and personality Growth લે. અબ્રાહમ મેસ્કો, The Self આવૃત્તિ, કલાર્ક ઈ. માઉસરેજ્સ (ન્યૂયોર્ક, હાર્પર એન્ડ બ્રધર્સ, ૧૯૫૬)
  • 7
    એરિક ફ્રોમ: Psychoanalysis and Religions (ન્યૂયોર્ક, બન્ટમ બુક્સ, ૧૯૬૭) પાના ૮૦
  • 8
    Complete Works ગ્રં, ૪-પૃ.૧૭૧
  • 9
    Corinthians ૧૩-૧૩