જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.

એક કથા સાંભળો. પ્રવાસે નીકળેલો એક મનુષ્ય પોતાના પ્રવાસ દરમિયાન એક વિશાળ મેદાનમાં આવ્યો. ઘણા સમયથી તાપમાં ચાલવાને લીધે એ ખૂબ થાકી ગયો હતો અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો; એટલે, એક ઝાડને છાંયે એ આરામ કરવા બેઠો. થોડી વાર પછી એ વિચારવા લાગ્યો કે, ‘સૂવા માટે મને પોથી પથારી મળે તો કેવું સારું?’ પોતે કલ્પવૃક્ષ નીચે બેઠો છે એ ભાન એને ન હતું. એના મનમાં જેવો પેલો વિચાર આવ્યો તેવી જ એની બાજુમાં એક સુંદર શય્યા આવી ગઈ. એને આશ્ચર્ય તો ખૂબ થવું પણ એણે તેમાં લંબાવ્યું. પછી એને વિચાર આવ્યો કે, ‘અહીં એક સુંદર કન્યા હોય તે એ મારા પગ દબાવતી હોય તો કેવી મજા?’ આ વિચાર એના મનમાં ઉદ્‌ભવ્યો તેવી જ એક યુવાન સુંદરી ધીમે ધીમે એના પગ દબાવવા લાગી. મુસાફરને ખૂબ જ આનંદ થયો. તરત જ એને ભૂખ લાગી અને એ વિચારવા લાગ્યો : ‘મેં ઇચ્છ્યું તે બધું જ મને મળ્યું; તો હવે મને થોડું ખાવાનું મળે તો?’ તરત એની સામે ભાતભાતનાં સ્વાદિષ્ટ ભોજન પીરસાઈ ગયાં. એ તરત ખાવા મંડ્યો અને, ધરાઈને ખાધા પછી પાછું એણે પથારીમાં લંબાવ્યું. પછી દિવસની બધી ઘટનાઓને એ વાગોળવા મંડ્યો. આમ વ્યસ્ત હતો ત્યાં એને વિચાર આવ્યો. ‘અચાનક વાઘ આવીને મારી ઉપર હુમલો તો નહીં કરે! ‘ક્ષણમાં જ મોટો વાઘ પ્રગટ થવો ને તેણે એ પ્રવાસી પર હલ્લો કર્યો, એની ગરદન ફાડી એનું લોહી પીવા મંડ્યો. પ્રવાસીએ આમ જાન ગુમાવ્યો.

મનુષ્યોનું ભાગ્ય સામાન્ય રીતે આવું છે. ધ્યાનમાં તમે લોકો માટે, પૈસા માટે કે માન માટે પ્રાર્થના કરશો તો તમારી ઇચ્છા, થોડે અંશે, અવશ્ય પૂરી થશે પરંતુ, ધ્યાન રાખજો કે, એ બધી ભેટોની પાછળ વાઘ ઝૂમે છે. આ બધા વાઘ – રોગ, શોક, માનહાનિ અને દ્રવ્ય ઈ. – જીવતા વાઘ કરતાં હજારગણા ભયંકર છે. (૧૬)

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.