ગમતાંનો કરીએ ગુલાલ

એક દંતકથા છે. જ્યાં જેરુસલેમ બંધાયું ત્યાં બે ભાઈઓ રહેતા હતા. એક ભાઈને ઘણાં બાળકો હતા અને બીજો એકલો જ હતો. એક દિવસ એમણે પોતાનાં ખેતરમાંથી પાકની લણણી કરી અને ખળાવાડમાં બે મોટા અનાજના ઢગલા કર્યા. એક રાત્રે એકલા જ રહેતા ભાઈએ મનમાં વિચાર્યું : ‘મારો ભાઈ બાલબચ્ચાંવાળો છે, એને મોટું કુટુંબ છે, એને ઘણાં મોટા જથ્થામાં અનાજની જરૂર પડે. હું મારા ઢગલામાંથી થોડું વધારે અનાજ એના ઢગલામાં રાખીશ.’ એકાદ કલાક પછી પેલો પરણેલો બાલબચ્ચાંવાળો ભાઈ જાગ્યો અને વિચારવા લાગ્યો : ‘મારો ભાઈ તો એકલો છે, એને જમીન ખેડવામાં સહાય કરનારો કોઈ નથી; એટલે એને પ્રમાણમાં પાક ઓછો થશે. મારે કંઈક કરવું જોઈએ.’ એણે ઊઠીને તરત જ પોતાના ભાઈના અનાજના ઢગલામાં પોતાના અનાજમાંથી ઠીક-ઠીક અનાજ નાખી દીધું. બીજે દિવસે બંને ભાઈઓએ આશ્ચર્ય સાથે જોયું કે બંને ભાઈઓના અનાજના ઢગલા હતા એટલા ને એટલા હતા. બીજાની આવશ્યકતાઓની ચિંતા સેવનાર સદ્‌ગૃહસ્થ દાનનો ખજાનો બીજાને માટે ખોલી આપે છે. એને બીજાના ભલામાં રસ છે. ‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ.’ એ સદૈવ સુખી રહેવાની ગુરુચાવી છે. એનાથી જ માનવસંબંધો ટકી રહે છે.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.